________________
96
ભગવાન મહાવીરના સમયની જીવન કથાઓ
હાથીનો મૃત્યુબાદ રાજકુંવર મેઘકુમાર રૂપે જન્મ
સાધુઓનો પગ લાગી જવો કે ધૂળ આવી જવી કેમ સહન નથી કરી શકતા? આ દુનિયાના સુખોનો ત્યાગ કરી સાધુ બનવું એ મુક્તિ તરફનું પહેલું પગલું છે. દુઃખ સહન કરવા કે સુખ પ્રાપ્ત કરવું એ આપણા કર્મોનું પરિણામ છે. આ સુખ દુ:ખ તો ક્ષણિક છે. કાયમી સુખ તો મુક્તિમાં રહેલું છે.”
મેઘકુમાર મંત્રમુગ્ધ બનીને ભગવાનની વાણી સાંભળી રહ્યા. તેમને તેમની ભૂલનો અહેસાસ થયો. એમણે ભગવાનને વિનંતી કરી કે સંસારમાં પાછા જવાની તીવ્ર ઇચ્છા પ્રગટ કરીને મેં સાધુત્વની પ્રતિજ્ઞા તોડી છે તો ફરી મને સ્વીકારી જ્ઞાન આપો. ભગવાન મહાવીરે તેમની ઇચ્છાને પૂર્ણ કરી. ત્યારથી તેઓ મેધમુનિ તરીકે ઓળખાયા અને તેઓ કડકપણે અતિ સંયમી જીવન જીવ્યા. પોતાના કર્મો ખપાવવા ઘણા દિવસો સુધી ધ્યાનમાં જ રહેતા અને તેથી તમને ઘણા દિવસોનાં ઉપવાસ થયા. આમ કરતાં તેઓ ખૂબ જ અશક્ત થઈ ગયા. તપ કરવાની કોઈ શક્તિ ન રહી ત્યારે મૃત્યુ પર્યંત ઉપવાસ જ કરવાનું નક્કી કર્યું. આને સંલેખના વ્રત કહે છે. રાજગૃહી નજીક આવેલા વૈભારગિરિ પર્વત ઉપર તેઓ
ઉપવાસી થઈ બેસી ગયા. મૃત્યુ બાદ તેઓ સ્વર્ગમાં જન્મ્યા. ભગવાન મહાવીરે ગૌતમસ્વામીને કહ્યું કે સ્વર્ગીય જિંદગી પૂરી થશે એટલે એ ફરી માનવ તરીકે જન્મ લેશે અને પછી મુક્તિ મેળવશે.
આ વાર્તા કરૂણાનું એક ઉત્તમ ઉદાહરણ છે. નાના જીવને બચાવવા હાથી અગવડ તથા કષ્ટ સહન કરે છે. આપણે વધુ શિત અને વધુ બુદ્ધિશાળી છીએ તો એક બીજાને મદદરૂપ થવાનું આ પ્રાણી પાસૅથી શીખવું જોઇએ. વધારેમાં કૉઈ સાધુ જ્વન સ્ક્વવાનાં પ્રતિજ્ઞા કરે તો તેને દુન્યવી સુખોમાં પાશ લાવવાનો પ્રયત્ન ન કરવો જોઈઍ. સુખ ભોગનો ત્યાગ કરનારણ જીવન ઠોર અને કષ્ટદાયક હોય છે જેનાથી તે આત્માના સાચા સ્વરૂપને
સમજી શકે છે. આ સાચું સ્નાન પ્રાપ્ત કરવા માટે દુનિયાના સુખોને કાયમ માટે એક બાજુ મૂકી દેવાં પડે કારણ કે તે વસ્તુને તપે રજુ કરે છે. મુશ્કેલીઓ આવશે કારણ કે પાછલા કર્યાં નડશે તેથી સમતાપૂર્વક સહન કરવાં જોઈએ. અને તે સમયે આપણાં દષ્ટિ માત્માનો સાક્ષાત્કાર ઉપર જ કેત છવી જોઈએ.
જૈન થા સંગ્રહ