________________
આનંદ શ્રાવક
૨૫. આનંદ શ્રાવ
ભારતના વાણિજ્ય ગામમાં જિતશત્રુ નામે રાજા રાજ્ય કરતો હતો. એ જ ગામમાં આનંદ નામે એક સમૃદ્ધ સુખી ગૃહસ્થ પોતાના કુટુંબ સાથે રહેતો હતો. એની પાસે ચાલીસ લાખ સોનાના સિક્કા, એટલું જ નગદનાણું, ધંધામાં રોકેલી એટલી જ મૂડી, દર દાગીના અને બીજી ઘણી બધી સ્થાવર જંગમ મૂડી હતી. તેની પાસે ૪૦,૦૦૦ (ચાલીસ હજાર) ગાયો પણ હતી. રાજા તથા વાણિજય ગામની પ્રજા તેને ખૂબ માન આપતા હતા.
એક દિવસ ભગવાન મહાવીરસ્વામી તે ગામમાં ઉપદેશ આપવા પધાર્યા. તેમનો ઉપદેશ સાંભળ્યા પછી આનંદે જૈનધર્મ સ્વીકારી શ્રાવકના બાર વ્રતોનો નિયમ કર્યો. આનંદે આ નિયમો ચૌદ વર્ષ સુધી પાળ્યા. અને તે દ્વારા આધ્યાત્મિક પ્રગતિ કરી. એક દિવસ આનંદ શ્રાવકને અવધિજ્ઞાનની આગવી શક્તિ તપ, સંયમ અને ધ્યાન દ્વારા પ્રાપ્ત થઈ. એને મળેલું અવધિજ્ઞાન અન્ય આધ્યાત્મિક પ્રગતિ કરતા સામાન્ય માણસ કરતાં વધુ શુદ્ધ અને શક્તિશાળી હતું.
આ સમયે ભગવાન મહાવીરસ્વામી અને ગૌતમસ્વામી વગેરે તેમના શિષ્યો સહિત તે શહેરમાં વિચરતા હતા. જ્યારે ગૌતમસ્વામી ગોચરી લઈને પાછા ફરતા હતા ત્યારે જોયું કે લોકો અવધિજ્ઞાન પ્રાપ્ત કરેલ આનંદ શ્રાવકને વંદન કરવા જતા હતા. એમણે
આનંદ શ્રાવકની મુલાકાતે તમસ્વામી
જૈન કથા સંગ્રહ