________________
ભગવાન મહાવીરના સમય પહેલાની કથાઓ
તે રાજાનો શું સગો છે તેમ પૂછ્યું. તે રાજાનો જમાઈ છે એવો જવાબ મળ્યો જે શ્રીપાલે સાંભળ્યું. સસરાના નામથી ઓળખાવું શ્રીપાલને ગમ્યું નહિ. હું મારી જાતે મારી ઓળખ ઊભી કરું. સહુની પરવાનગી લઈ તે નીકળી પડ્યો.
ચારે બાજુ દૂરસુદૂર ફર્યો, ઘણાં સ્થળોની મુલાકાત લીધી. ગમે તેવી અગવડો વચ્ચે પણ નવપદની આરાધના ભૂલ્યો ન હતો. એ સમયના રિવાજ મુજબ પોતાના બુધ્ધિબળે ઘણી સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા. અઢળક સંપત્તિ પ્રાપ્ત કરી, ઘણાં તેના વિચારોને અનુસર્યા - અનુયાયીઓ બન્યા. પાછા ફરીને ઉજ્જયિનીની બહાર પડાવ નાંખ્યો. સૈન્ય વિશાળ હોવાને લીધે જાણે આખા શહેરને ઘેરો ઘાલ્યો હોય તેવું લાગ્યું. રાજા પ્રજાપાલે વિચાર્યું કે કોઈ દુશ્મન ચઢી આવ્યો છે. પણ જ્યારે જાણ્યું કે તે પોતાના જમાઈ છે ત્યારે તે તેને મળવા તંબુમાં ગયા. કોઈ મહાન સન્માન સાથે તે ગામમાં પ્રવેશ્યા. તેમને જોઈને તેમની માતા તથા મયણા ખૂબ જ પ્રસન્ન
થઈ ગયાં.
શ્રીપાલે પોતાની અતિપ્રિય પત્ની મયણા સાથે લાંબો સમય વીતાવ્યો. હવે તેમણે પોતાનું અસલ રાજ્ય ચંપાનગર પાછું મેળવવાનો વિચાર કર્યો. એમણે કાકા અજિતસેનને રાજય પાછું સોંપી દેવાનો સંદેશો મોકલ્યો. અજિતસેને રાજ્ય પાછું સોંપવાની ના પાડી. શ્રીપાલે પોતાના વિશાળ સૈન્યની મદદથી અજિતસેનને બંદીવાન બનાવી ચંપાનગર પર વિજય મેળવ્યો. અજિતસેનને માફ કર્યો. અજિતસેન સમજી ગયા કે પોતાના દિવસો ભરાઈ ગયા છે. તેમણે સંસાર છોડવાનો નિશ્ચય કર્યો. ચંપાનગરનો રાજા બનીને શ્રીપાલે પોતાનો રાજવહીવટ સરસ રીતે ચલાવ્યો. શ્રીપાલ રાજા અને મયણાસુંદરીએ જીવનભર નવપદજીની આરાધના કરી જીવનને ધન્ય બનાવ્યું.
મયણાસુંદ8ની આ વાતૉ કર્મવાદમાં શ્રદ્ધા અને નવપદ પ્રત્યેના ભક્તિ ભાવના છે. પોતાનું ભાગ્ય બદલાવાના તેના પ્રયત્નોનું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે. મયણા કર્મના સ્વભાવને જાણતી હતી. પોતે પોતાના ભાગ્યથી સંતુષ્ટ ન હતી. તે અને તેનો પતિ શ્રીપાલ પ્રાર્થના અને પ્રયત્નોથી પોતાની પરિસ્થિતિ બદલવા તનતોડ પ્રયત્ન કરવા લાગ્યા. અંતે તેઓને સફળતા મળી. કર્મ જ તેમને વર્તમાન પરિસ્થિતિમાં મૂક્યા હતા. તે તેમણે ૨વીકારી લીધું હતું. તેઓ જાણતા હતા કે જો તેઓ સારા કર્મો પ્રાપ્ત કરે અને ખરાબ કમનો નાશ કરે તો તેસ્ત્રો પોતાનું ભાવ બદલી | શકે. સુખ અથવા દુઃખ એ મનની સ્થિત છે. તમે જો દુઃખી છો એવું
ચારશે તો તમારી જાતનૅ દુઃખી જ જુસ્સો . કમેની સત્તામાં પૂરેપૂૉ Raશ્વાસ રાખી સુખ અને સંતોષ મેળવવા જરુરી છે. '
|
જૈન કથા સંગ્રહ