________________
ભગવાન પાર્શ્વનાથ
તે લાકડું બહાર કાઢી લઈ સાપને બચાવવા કહ્યું. સેવકે અડધો બળેલો સાપ બહાર કાઢ્યો. કોઈને સાપ દેખાયો નહોતો. તેથી પાર્થકુમારે સાપને જોયો તેનાથી બધાંને ખૂબ જ આશ્ચર્ય થયું. મરતા સાપને નવકાર સંભળાવ્યો. સાપ ક્ષણવારમાં મૃત્યુ પામ્યો. મૃત્યુ બાદ તે સાપે સ્વર્ગમાં રહેતા નાગકુમારોના રાજા ધરણેન્દ્રના રૂપે ફરી જન્મ લીધો.
પોતાના યજ્ઞના અગ્નિથી સાપ મર્યો તેનો પસ્તાવો થવાને બદલે કમઠ પાર્શ્વકુમાર ઉપર ગુસ્સે થયા. બદલો લેવાની તક શોધ્યા કરતા કમઠે આકરી તપશ્ચર્યા કરીને મરીને વરસાદના દેવ મેઘમાલી તરીકે બીજા ભવમાં જન્મ લીધો. સંસારી જીવોનું દુઃખ જોઇ પાર્થકુમારને વૈરાગ્ય આવ્યો. તેથી સાંસારિક સુખો અને સંબંધો છોડી ૩૦ વર્ષની ઉંમરે તેઓ સાધુ બની ગયા. પરમ સત્યને શોધવા માટે તેમણે બાકીનું જીવન ધ્યાનમાં પસાર કરવાનો નિર્ણય કર્યો. તેઓ ઊંડી ધ્યાનસ્થ અવસ્થામાં રહેવા લાગ્યા. પાછળથી તેઓ પાર્શ્વનાથ તરીકે ઓળખાયા. એકવાર તેઓ કાઉસગ્ન અવસ્થામાં હતા ત્યારે વરસાદના દેવ મેઘમાલીએ તેમને જોયા. પાર્શ્વકુમારે પોતાના યજ્ઞમાં દખલગીરી કરી હતી તે પૂર્વભવનો બનાવ તેમને યાદ આવ્યો અને બદલો લેવાની વૃત્તિ થઈ.
પોતાની દૈવી શક્તિથી હાથી, સિંહ, ચિત્તો તથા નાગ એમ ચારે પ્રકારના હિંસક પ્રાણીઓ પાર્શ્વકુમારને મારવા માટે મોકલ્યા. પણ પાર્શ્વનાથને જોઈને તેઓ શાંત થઈ ગયા. પછી મેઘમાલીએ ભારે વરસાદ વરસાવ્યો. પાર્શ્વનાથ તો ધ્યાનમાં હતા. વરસતો વરસાદ છેક તેમના ગળા સુધી આવી ગયો.
તે વખતે સ્વર્ગમાં રહેતા રાજા ધરણંદ્રએ જોયું કે મેઘમાલીના ઉપદ્રવથી પૂરના પાણીમાં પાર્શ્વનાથ તણાઈ જશે. તરત જ તેમણે કમળનું ફૂલ તેમના પગ નીચે મૂક્યું જેના કારણે પાર્શ્વનાથ પાણીની સપાટી ઉપર આવી ગયા. પોતાની ફેણ તેમના માથા પર છત્રની જેમ ધરી અને વરસાદથી તેમનું રક્ષણ કર્યું. મેઘમાલીને કડક શબ્દોમાં તેના અધમ કાર્યો તથા વરસાદને રોકવા કહ્યું. મેઘમાલીના પાર્શ્વનાથને હેરાન કરવાના બધા જ પ્રયત્નો નિષ્ફળ ગયા. આવા દયાળુ ભગવાન જેવા માણસને પોતે હેરાન કર્યા તેનો તેને ખૂબ જ પસ્તાવો થયો. પોતાની તમામ દૈવી શક્તિ પાછી ખેંચી લીધી અને પોતાના દુષ્કૃત્યોની માફી માંગતો તેમના પગમાં પડી ગયો.
ભાવાન પાર્શ્વનાથને ત્રાસ આપતો મેઘમાલી
જૈન કથા સંગ્રહ