________________
ભાગ - ૧ તીર્થંકશે
જૈનધર્મમાં ર૪ તીર્થકરો છે. જૈન તત્ત્વજ્ઞાન પ્રમાણે બધા જ તીર્થકો એકવાર તો સામાન્ય મનુષ્ય જ હતા, પણ ધ્યાન અને આત્મજ્ઞાન દ્વારા તેમણે પૂર્ણજ્ઞાન પ્રાપ્ત કર્યું. જેનોમાં તેઓ ‘ઈશ્વર” તરીકે ઓળખાય છે. સામાન્ય રીતે વિશ્વમાં ઈશ્વર સર્જનહાર તથા રક્ષણહાર તરીકે ઓળખાય છે પણ જૈનો એવું માનતા નથી. જૈનો આ તીર્થકરોને ઈશ્વર તરીકે ભજે છે, કારણ કે તેમણે પૂર્ણ જ્ઞાન અને મુક્તિનો માર્ગ બતાવ્યો છે.