Book Title: tattva_bhumima_pravas_034641_hr3.pdf
Author(s): Lalan Niketan
Publisher: Lalan Niketan

View full book text
Previous | Next

Page 6
________________ આ નગરને જોતાં જ તે જેનગી મુસાફર હદયમાં અત્યંત આનંદ પામે, અને તેની અંદર પેસવાની હોંશ વધારવા લાગે; જ્યાં નગરના મુખ્ય દ્વાર આગળ આવ્યું ત્યાં નીચે પ્રમાણે એક ભાષા દેહે લખેલો તેના જેવામાં આવ્ય: वस्तु विचारत ध्यावतै, मन पावै विश्राम । रस स्वादन सुख जपजे, अनुभव याको नाम ॥१॥ આ દેહે વાંચતાં જ તે મુસાફર વિચારમાં પડશે. વાહ! આ પવિત્ર ભૂમિને પ્રભાવ અહીંથી જણાઈ આવે છે. આ દેહ મેં પૂર્વે જાણ્યો નથી, પણ મારા જૈન ગુરૂએ જે ઉપદેશ આપે હતો તે ઉપદેશ આ વખતે સ્મરણ માર્ગમાં આવે છે. અનુભવ એ શબ્દને અર્થ હું સમજ્યો હતો, પણ તેનું આવું સ્પષ્ટીકરણ મારા હદયમાં કદિ પણ થયું ન હતું. આ દેહાને અર્થ મને બરાબર ફુરી આવ્યું છે. “અજાણી વસ્તુ જાણવાને મનમાં વિચાર કરવાથી તથા તેનું ચિંતવન કરવાથી મનમાં જ્યારે ઠીક લાગે ત્યારે સત્ય સમજ્યાના રસને સ્વાદ પ્રાપ્ત થાય, અને તેથી જે સુખ ઉપજે તે અનુભવ કહેવાય છે.” અહા! અનુભવને કે ગૂઢાર્થ છે? અનુભવને પ્રભાવ અદ્દભૂત અને દિવ્ય છે, અનુભવી વિદ્વાને અનુભવને ચિંતામણિ રન કહે છે, કેટલાએક તેને રસાયન કૂપિકા માને છે. ગીતાર્થ મહાશયે એટલે સુધી કહે છે કે, “અનુભવ એ મોક્ષને માર્ગ છે, અને મોક્ષનું સ્વરૂપ છે. આ પ્રમાણે વિચારી અનુભવના સ્વરૂપનું મનન કરતે તે મુસાફર આગળ ચાલ્યું ત્યાં એક દિવ્ય સ્વરૂપી પુરૂષ તેને સામે મળે તે પુરૂષે પેલા મુસાફરને પુછયું–“ભદ્ર, તું કયાં જાય છે? મુસાફરે આનંદપૂર્વક ઉત્તર આ મહાશય, હુ આ નગરની અંદર જાઉં છું. “ભદ્ર, આ નગર શું છે, અને તું તેમાં શામાટે જાય છે? તેણે ઉચે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 302