Book Title: Yatidincharya Vachna 2
Author(s): Abhaysagar
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 15
________________ તથા નૂતન મુનિ શ્રી આગમચંદ્રસાગર મ. (બન્ને માંડલિક) એ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી સતત આલેખન કરી ત્રીજા દીવસના સંધ્યાકાળ સુધીમાં તો વાચનાની બન્ને નોટોની કોપી કરી આ પુસ્તક પ્રકાશન કાર્યના શ્રી ગણેશ કરનાર બન્ને મુનિવરોની ધગશ, કાર્યરૂચી, અને પૂ. વાચના દાતા પ્રત્યેનો અહોભાવ અત્યંત અનુમોદનીય ગણાય. ચાર નોંધપોથીનું સંયોજન અને પરીમાર્જન કરતાં તૈયાર થએલી પ્રેસકોપી ક૨વામાં પૂ. આગમોદ્ધારક સમુદાયના ઘણા શ્રમણી ભગવંતો તથા ચાણસ્મા શ્રી સંઘના ગીતાર્થ ગંભીર આરાધકોના સહયોગની અનુમોદના. પ્રૂફરીડીંગ તથા અન્ય કાર્યોમાં સહયોગ દાખવનાર સુવિનિત મુનિશ્રી ઋષભચંદ્રસાગર તથા બાલમુનિ શ્રી અજિતચંદ્રસાગર મ. ની સ્મૃતિ પણ સ્વીકાર્ય છે. કલિકુંડ તીર્થોદ્ધારક પૂ.આ.દે. શ્રી રાજેન્દ્રસૂરિ મ. એ ભાગ-૨ની પ્રસ્તાવના ટુંકાગાળામાં લખી આપી...તે પણ અનુમોદનીય છે. પહેલા તથા બીજા ભાગની ભાષાકિય શુદ્ધિમાં સહભાગી બનનાર ધર્મનિષ્ઠ શ્રાવક શ્રી જયંતિભાઇ માસ્તર (અમદાવાદ) તથા નિલાક્ષીબેન શાહ, અમદાવાદ. M.A. (જૈનિઝમ સંસ્કૃત વિભાગ)ની શ્રુત ભક્તિ અનુમોદનીય છે. 5100 આ પુસ્તકના વાંચન-પરિશીલન દ્વારા વાચના માર્ગનો વધુને વધુ વિસ્તાર થાય અને ખપી પુણ્યાત્મા પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોને આચારવિચાર શુધ્ધિના માધ્યમે આત્મ સાધનાનો માર્ગ મળી રહે તેમાંજ સમય અને શ્રમની સાર્થકતામાની વિરમું છું. અંતે સંપાદન કાર્યમાં જેઓની અવિરત પ્રેરણા-માર્ગદર્શન અને ઉત્સાહને ટકાવી રાખવા હૂંફ મળતી રહી તે પૂ.આ. શ્રી જિનચંદ્રસાગરસૂરિ મ. ની કૃપાદૃષ્ટિ હુંફમાં સદાય રમતો રહું અને પૂજ્યશ્રીના શ્રુત-સાહિત્યનો આસ્વાદ માનું એ જ ભાવના સહ. JaEducation Intera_ional પૂ.આ. શ્રી હેમચંદ્રસાગરસૂરિ શિષ્ય ગણી નયચંદ્રસાગર XII For Private & Personal Use Onli www.jainellery.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 212