________________
૨૯
વિવેકવિલાસ, પ્રથમ સત્ર ગુહય, ૮ સાથળ, ૯ ઢીંચણ, ૧૦ જાંધ (પેડ) અને ૧૧ પગ એ અંશનાં અગ્યાર સ્થાનક જાણવાં. (૧૩૭)
चतुःपञ्चचतुर्वह्नि-सूर्यार्कार्कजिनाब्धयः ॥ जिनाब्धयश्च मानाङ्का, ऊर्जा ऊर्ध्वस्वरूपके ॥ १३८॥
અર્થે ––કપાળે ચાર અંશ નાસિકાએ પાંચ અંશ, હેડચીએ ચાર, કેટે ત્રણ, હૃદયે બાર, નાભીએ બાર, ગુયને વિષે બાર, સાથળે ચોવીશ, ઢીંચણે ચાર, જાંધને વિષે ચોવીસ અને પગે ચાર. એવા ઉભી પ્રતિમાનાં એકસો આઠ અંશ ઊંચાઈના જાણવાં. (૧૩૮)
भालनासाहनुग्रीवा-हृन्नाभीगुह्यजानु च ॥ अष्टावासीनबिम्बस्या-कानां स्थानानि पूर्ववत् ॥१३९॥
અર્થ - કપાળે ચાર, નાસિકાએ પાંચ, હેડચીએ ચાર, કોટે ત્રણ, હૃદયે બાર, નાભિએ બાર, ગુહ્યને વિષે બાર અને ઢીંચણે ચાર. એવાં બેઠી મૂર્તિનાં આઠ સ્થાનક અને છપન અંશ છે. (૧૩૯).
अतीताब्दशतं यत्स्या-द्यच्च स्थापितमुत्तमैः ॥ तयङ्गमपि पूज्यं स्या-द्विम्बं तन्निःफलं न हि ॥ १४०॥
અર્થ –જેની પ્રતિષ્ઠા સો વર્ષ પહેલાં થઈ હોય, અથવા જે કોઈ ઉત્તમ આચાર્યે સ્થાપિત હોય, તે જિનપ્રતિમા વ્યંગ હોય તો પણ પૂજા કરવા યોગ્ય છે. કારણ કે, તેની પૂજા નિ: ફલ થાય નહિ. (૧૪૦)
धातुलेपादिजं बिम्ब , व्यङ्गं संस्कारमर्हति ॥ काष्ठपाषाणनिष्पन्नं, संस्कारार्ह पुनर्नहि ॥१४१ ॥
અર્થ –ધાતુની, લેપની અથવા બીજી એવી પ્રતિમા કદાચિત્ ખંડિત થાય તે તે પાછી સમરાવી શકાય છે, પણ કાષ્ટની અથવા પાષાણુની પ્રતિમા હોય તો તે સમજાવવા લાયક નથી. (૧૪૧)
नखाडुलीबाहुनासां-हीणां भङ्गेष्वनुक्रमात् ॥ શગુમામશ્ર, વન્ય નક્ષય છે ૪૨ | અર્થ–પ્રતિમાનાં નખ ખંડિત થાય તો શત્રુથી ભય, આંગળી ખંડિત
"Aho Shrutgyanam