________________
વિવેકવિલાસ, પંચમ ઉલ્લાસ. मूर्खनिर्धनदूरस्थ-शूरमोक्षाभिलाषिणाम् ॥ त्रिगुणाधिकवर्षाणां, न देया कन्यका बुधैः ॥ १३॥
અર્થ-ડાહ્યા માણસોએ મૂર્ખ, નિર્ધન, દૂર રહેલો, શૂર, ક્ષની ઈચ્છા કરનાર તથા પુત્રીથી ત્રણ ગણા વર્ષ કરતાં અધિક ઉમરનો એટલાઓને પિતાની કન્યા આપવી નહીં. (૧૩)
वक्षो वकं ललाटं च , विस्तीर्ण शस्यते त्रयम् ॥ गम्भीरं त्रितयं शस्यं , नाभिः सत्त्वं स्वरस्तथा ॥ १४ ॥
અર્થ–પુરુષનાં વક્ષસ્થલ (છાતી), મુખ તથા કપાળ એ ત્રણે પહોળાં હોય તો વખાણવા લાયક જાણવાં. તથા નાભિ, સ્વભાવ અને સ્વર એ ત્રણ ગભીર હોય તો પ્રશસ્ત જાણવાં. (૧૪)
कण्ठः पृष्ठं च लिङ्गं च , जङ्घयोर्युगलं तथा ॥ चत्वारि यस्य इस्वानि , पूजामाप्नोति सोऽन्वहम् ॥ १५॥ અર્થે—-જે પુરૂષનાં કંઠ, પીઠ, લિંગ અને બે જાંધ એટલા અવયવ ટૂંકા હોય, તો તે પુરૂષ હમેશાં પૂજા પામે. (૧૫)
अङ्कलीपर्वभिः केशै-नखैर्दन्तैस्त्ववापि च ॥ सूक्ष्मकैः पञ्चभिर्मा , भवन्ति सुखजीविनः॥ १६ ॥
અર્થ-જેમનાં આંગળીનાં પર્વ, કેશ, નખ, દાંત અને ચામડી એ પાંચ વાનાં સુક્ષ્મ (પાતળાં) હોય, તે માણસ સુખે જીવે છે. (૧૬)
स्तनयोनॆत्रयोर्मध्यं , दोर्दयं नासिका हनुः॥ पञ्च दीर्घाणि यस्य स्युः, स धन्यः पुरुषोत्तमः ॥ १७ ॥
અર્થ ––જેના બે રતનાની તથા બે નેત્રોની વચ્ચેનો ભાગ, બે બાહુ, નાસિકા અને હડપચી એટલા અવયવ લાંબાં હોય, તે પુરૂષ ઉત્તમ ધન્ય જાણવો.(૨૭)
नासा ग्रीवा नखाः कक्षा , हृदयं वदनं तथा ॥ षडिरभ्युन्नतैमाः , सदैवोन्नतिभाजिनः॥१८॥ અર્થ-નાસિકા, ગ્રીવા (ડોક), નખ, કાખ, છાતી અને મુખ એ છે
"Aho Shrutgyanam"