Book Title: Vivek Vilas
Author(s): Damodar Pandit
Publisher: Devidas Chhaganlalji

View full book text
Previous | Next

Page 259
________________ વિવેકવિલાસ, અગ્યારમો ઉલ્લાસ. २४७ આનંદ પામેલો જીવ જાગૃત હોય તો પણ સુતેલાની પેઠે નિશ્ચલ દેખાય છે. (૬૮) __ मनोवचनकायाना-मारम्भो नैव सर्वथा ॥ कर्तव्यो निश्चलैर्भाव्य-मौदासीन्यपरायणैः ॥ ६९॥ અર્થ-વિવેકી પુરૂષોએ મન વચન કાયાથી સર્વથા આરંભ વજે, અને સર્વત્ર ઉદાસીનપણું રાખી નિશ્ચલ રહેવું. (૬૯) पुण्यार्थमपि नारम्भ, कुर्यान्मुक्तिपरायणः॥ पुण्यपापक्षयान्मुक्तिः, स्यादतः समतापरः॥७० ॥ અર્થ–મુક્તિને અર્થે યત્ન કરનાર પુરૂષે પુણ્યને અર્થે પણ આરંભ ન ક. ર. કારણ, પુણ્યને તથા પાપને સમૂળ નાશ થાય ત્યારેજ મુક્તિ થાય છે. માટે બન્નેને વિષે સમતા રાખવી. (૩૦) संसारे यानि सौख्यानि, तानि सर्वाणि यत्पुनः॥ न किंचिदिव दृश्यन्ते, तदौदासीन्यमाश्रयेत् ॥ ७१॥ અર્થ–સંસારમાં જે કાંઈ સુખ છે તે નહીં જેવું દેખાય છે, માટે ઉદાસીનપણું સ્વીકારવું. (૭૧) वेदा यज्ञाश्च शास्त्राणि, तपस्तीर्थानि संयमः॥ समतायास्तुलां नैव , यान्ति सर्वेऽपि मेलिताः ॥ ७२ ॥ અર્થ–વેદ, યજ્ઞ, શાસ્ત્રો, તપસ્યા, સંયમ એ સર્વેને એકઠા કરીએ તો પણ તે સર્વે સમતાની બરાબરી કરી ન શકે. (૭૨) एकवर्णं यथा दुग्धं , बहुवर्णासु धेनुषु ॥ तथा धर्मस्य वैचित्र्यं , तत्त्वमेकं परं पुनः ॥७३॥ અર્થ ––જેમ જુદા જુદા રંગની સર્વે ગાયને વિષે દૂધ એકજ રંગનું હોય છે, તેમ ધર્મનું બાહ્ય સ્વરૂપ જુદા જુદા પ્રકારનું છે, પણ તે સર્વેને વિષે પરમ તત્ત્વતો એક જ છે. (૭૩) "Aho Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 257 258 259 260 261 262 263 264 265 266 267 268