________________
विवेकक्लिासे द्वितीय उल्लासः। દૂર બેસે તે ધ્યાન પહોંચાડાય નહીં, આગળ ઉભો રહે તે બીજા કોને કપ ઉપજે, અને પછવાડે બેસે તો દેખાય નહીં. (૯૦)
प्रभुपिये प्रियत्वं च , तदेरिणि च वैरिता ॥ तस्यैवाव्यभिचारेण , नित्य वर्तेत सेवकः ॥ ९१॥ અર્થ–સેવકે પિતાના પ્રભુને જે માણસ પ્રિય હેય તેની જોડે પ્રીતિ રાખવી, અને પિતાના પ્રભુને જે વેરી હોય તેની જોડે વર રાખવું. એ વાતમાં ફેર ન પડે તેમ હમેશાં ચાલવું. (૯૧)
प्रसादात्स्वामिना दत्तं, वस्त्रालंकरणादिकम् ॥ प्रीत्या धार्य स्वयं देयं, नान्यस्मै च तदअतः ॥ ९ ॥
અર્થ–સેવકે સ્વામીએ ખુશી થઈ આપેલાં વસ્ત્ર તથા આભરણ પ્રમુખ પ્રીતિથી પિતે પહેરવાં. પણ સ્વામીના દેખતાં કોઈ બીજાને આપવાં નહીં. (૯૨)
स्वामिनोऽभ्यधिको वेषः, समानो वा न युज्यते ॥ सस्तं वस्त्रं क्षुतं जृम्भां, नेतास्य स्त्रियं तथा ॥ ९३॥
અર્થ–સેવકને પિતાના સ્વામી કરતાં અધિક સારે અથવા તેના સરખે વિષ પહેરો ગ્ય નથી. તથા સ્વામીનું વસ્ત્ર સ્થાનથી ખસી ગયું હોય, અથવા તે છીંક કિંવા બગાસું ખાતો હોય તે તે તરફ જેવું નહીં. તથા તેની સ્ત્રીને પણ જોવું નહીં. (૯૩)
विजृम्भणक्षुतोद्गार-हास्यादीपिहिताननः।। कुर्यात्सभासु नो नासा-शोधनं हस्तमोटनम् ।। ९४ ॥
અર્થ–સેવકે સભામાં બગાસું, છીંક, ઓટકાર અને હાસ્ય એટલાં વાનાં મુખ ઢાંકીને કરવાં. તથા નાક ખોતરવું નહીં, અને હાથની આંગળી પ્રમુખ મેડવાં નહીં. (૯૪)
कुर्यात्पर्यस्तिकां नैव, नच पादप्रसारणम् ॥ न निद्रां विकथां नापि, सभायां कुक्रियां नच ॥९५॥
અર્થ –સેવકે સભામાં પલાટી ન વાળવી, પગ પહેળાં ન કરવાં, અને નિદ્રા, વિકથા તથા કોઈપણ કુચેષ્ટા ન કરવી. (૯૫)
"Aho Shrutgyanam