________________
વિવેકવિલાસ, પ્રથમ સ. द्वारशाखाष्टभिर्भाग-रधःपक्षाविधीयते ॥ मुक्त्वाष्टमविभागं च , यो भागः सप्तमः पुनः ॥१५८ ॥ तस्यापि सप्तमे भागे, गजांशस्तत्र संभवेत् ॥ प्रासादे प्रतिमादृष्टि-नियोज्या तत्र शिल्पिभिः ॥१५९ ।।
અર્થસામા દ્વારની શાખાના નીચેથી આઠ ભાગ કરવા. તેમાં જે આ ઠમો ભાગ બધા કરતાં ઉપર આવે તે મૂકી દેવો. અને તેની નીચેનો જે સાતમે ભાગ તેના પાછા નીચેથી સાત ભાગ કરવા. તથા તે સાતમાંના છ ભાગ મૂકી દેવા, અને ઉપરનો જે સાતમો ભાગ રહ્યો, તેમાં ગજાશ (અષ્ટમાંશ) સંભવે છે. તે ગજશને વિષે કારીગરોએ પ્રાસાદની અંદર રહેલી પ્રતિમાની દૃષ્ટિ રાખવી. (૧૫૮) (૧૫૯)
(અથ મૂકક્ષા ) अवृत्ता भूरदिग्मूढा , चतुरस्रा शुभाकृतिः॥ त्र्यहबीजोद्गमा धन्या, पूर्वेशानोत्तरप्लवा ॥ १६० ॥
અર્થ ––જે ઠેકાણે મંદિર બાંધવું હોય, તે ભૂમિ ગોલ આકારની તથા દિન શાને ભ્રમ ઉત્પન્ન કરનારી નહીં જોઈએ. તો ચતુષ્કોણ (ખંડી) સારા આકારની, વાવેલા ધાન્યને ત્રણ દિવસમાં ઉગાડનારી અને પૂર્વ, ઉત્તર અથવા ઈશાન દિશા તરફ ઉતરતી એવી હોય તો તે શ્રેષ્ઠ જાણવી. (૧૬)
व्याधि वल्मीकिनी नै स्व्यं, सुषिरा स्फुटिता मृतिम् ।। दत्ते भूः शल्ययुग्दुःखं, शल्यज्ञानमयोच्यते ॥ १६१ ।।
અર્થ –રાફડા (બોબલા વાળી ભૂમિ વ્યાધિ ઉત્પન્ન કરે છે, પિલાણવાળી હોય તો દરિદ્રપણું ઉપજાવે, ફાટેલી હોય તો મરણ દેનારી છે, અને શલ્યવાળી હેય તે દુઃખ આપે છે. માટે ભૂમિની અંદર રહેલું શલ્ય શી રીતે જાણવું તે કહિયે. (૧૬)
"Aho Shrutgyanam