________________
: ૨૦ :
વિનતિ કરી. પૂ. ગુરુદેવશ્રીને આ વાત યોગ્ય જણાઈ, પણ એમણે તાજેતરમાં જ ત્રણ-ચાર પ્રકાશન હાથ ધરેલાં હોવાથી તેમને સમયને અવકાશ ન મળે તે સહજ હતું. આથી આ કામ મને સોંપ્યું, અને મેં આ કાર્ય સાનન્દ સ્વીકારી લીધું. સંગની અનુકૂલતાને લીધે થોડા જ મહિનાઓમાં આ પ્રકાશન અંગેનું સાહિત્ય મળી રહ્યું. એટલે ખાસ હસ્તલિખિત પ્રત વિગેરે સાધનાની અગવડ ન પડી અને કદાચ થોડીઘણી અગવડ પડી હોય તે તે બધા સંશોધકોને જે રીતે અગવડ વેઠવી પડે
એ રીતે મારે પણ વેઠવી જ રહી. ભાષા –મેં આ પ્રકાશનનું કામ ઉપાડયું તે દિવસોમાં મારી
પાસે એક વિદ્યાર્થી એમ. એ. ના કોર્સમાં આવતા જૈન આગમનો અભ્યાસ કરવા આવતા હતા. તેમણે મને સૂચન કર્યું કે-“આવા અપૂર્વ ગ્રન્થનું ગૂર્જરભાષામાં, પૂરતું મર્યાદિત ભાષાન્તર કરવામાં આવે તો સેનામાં સુગંધ ભળે અને ગૂર્જર ભાષાભાષિઓને પણ આનો લાભ મળે ! ” આ વાત મને ગમી ગઈ અને તેથી જ મેં ગુજરાતી ભાષાતરને પણ મર્યાદિત રીતે
કાતે સંકલિત કર્યું છે.
પ્રસ્તાવના –જે યુગપુર, જૈનત્વનું ઉચ્ચ શિખર સર કરી બતાવ્યું
છે, તેમજ પ્રચંડ પાંડિત્યનું સર્વેનત શિખર પણ જેમણે સર કરી બતાવ્યું છે, જેમના વિરાટ જ્ઞાન આગળ વિશ્વના વિદ્વાન વામણું ભાસે છે, જેમની વિશ્વાહિની કલ્પનાએ ગૂજરો અને નરનાથને એમના ચરણકમલમાં આળોટતા કર્યા છે, જેમની અખંડ અને ઉજવળ ચારિત્ર્ય-યાતથી ગુજરાતનું
અમિવ સદેહ પામ્યું છે; અને જેમના દર્શન-સ્મરણથી પાપ પણ પુણ્યમાં પલટાઈ જાય છે, એવા ભગવાન-શ્રીહેમચન્દ્રસૂરીશ્વરજીની આ અનુપમ કૃતિ પર હું પ્રસ્તાવના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
WWW