Book Title: Veer Pravachan Author(s): Mohanlal Dipchand Chokshi Publisher: Jainacharya Atmanand Janma Shatabdi Smarak Trust Board View full book textPage 4
________________ પ્રૌઢ વયમાં પ્રવેશ્યા છતાં યુવાને સહ ખ મેળવી શ્રી સ્થંભતીર્થ જૈન મંડળના સ્થાપનમાં તેમજ એની હસ્તક ચૈત્ય વ્યવસ્થાપક સમિતિ ઉભી કરાવવામાં આગેવાની ભર્યો ભાગ તેમણે લીધે હતો. ધનાર્જન-વૃત્તિ સાથે સમાજ સુધારણના વિષયમાં રસ લેવાની ધગશ પણ હતી. પ્રતિવર્ષ તેમને શ્રી સિદ્ધાચળની યાત્રા કરવાને તેમજ આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસુરિજીને વંદન કરવાનો નિયમ હતે. અષાડી પૂર્વે જે તેમ ન બનતું તે દુધને ત્યાગ કરતા. ધાર્મિક ગ્રંથ વાંચનનો શોખ હેઈ, જૈન ધર્મના ત સબંધી તેમજ વિધિ-વિધાનને લગતુ લખાણ એકજ પુસ્તકમાં સાદી અને સરળ ભાષામાં સંગ્રહાયેલું હોય તે અતિ લાભદાયી થઈ પડે તેમ તેઓ માનતા. તેમની એ મનોકામનાથી આ જાતને પ્રયાસ કરવામાં આવ્યો છે. જો કે તેઓ આજે એને નજરે જોવાનું વિમાન નથી છતાં તેમના સ્મરણાર્થે–તેમની જ આપ કમાઈના દ્રવ્યમાંથી પ્રકાશિત થયેલ કૃતિ, જનતાને ધર્મનું સ્વરૂપ સમજાવવામાં યત્કિંચિત ફાળો આપશે તો એનાથી તેમના આત્માને સંતોષ પ્રાપ્ત થશે. તેમના જીવનને દ્રષ્ટિ સન્મુખ રાખી, મારું જીવન સંસ્કારી બનાવવામાં જે સગવડતા થઈ છે તેના બદલાના એકાદ અંશ રૂપે આ કૃતિ તેમને જ અર્પણ છે. આ કૃતિ તૈયાર કરવામાં જે જે પુસ્તકની સહાય લેવામાં આવી છે તે દરેક ગ્રંથોના લેખકને આ સ્થળે આભાર માનું છું; અને લખાણમાં શાસ્ત્ર મર્યાદાનું કેઈ સ્થળે ઉલંધન થયું હોય તે તે માટે ક્ષમાં બાહું છું. અલં પ્રાસંગિકેન. પ્રેમકુટિર. સ્થાની શ્રાવણ શુકલ તથા ૧૯૯૩ લેખક મોહનલાલ દીપચંદ ચોકસી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 336