________________
ઉપદેશછાયા
૨૫
કેશીસ્વામી મોટા હતા, અને પાર્શ્વનાથસ્વામીના શિષ્ય હતા, તે પણ પાંચ મહાવ્રત અંગીકાર કર્યા હતાં. કેશીસ્વામી અને ગૌતમસ્વામી મહા વિચારવાન હતા. પણ કેશીસ્વામીએ કહ્યું “હું દીક્ષાઓ માટે છું માટે તમે મારી પાસે ચારિત્ર લ્યો. વિચારવાની અને સરળ જીવ જેને તરત કલ્યાણયુક્ત થઈ જવું છે તેને આવી વાતને આગ્રહ હેય નહીં.
કઈ સાધુ જેણે પ્રથમ આચાર્યપણે અજ્ઞાન અવસ્થાએ ઉપદેશ કર્યો હોય, અને પછી તેને જ્ઞાની પુરુષને સમાગમ થતાં તે જ્ઞાની પુરૂષ જે આજ્ઞા કરે કે જે સ્થળે આચાર્ય પણે ઉપદેશ કર્યો હોય ત્યાં જઈ એક ખૂણે છેવાડે બેસી બધા લેકેને એમ કહે કે મેં અજ્ઞાનપણે ઉપદેશ આપે છે, માટે તમે ભૂલ ખાશે નહી; તે તે પ્રમાણે સાધુને કર્યા વિના છૂટકે નહીં. જે તે સાધુ એમ કહે “મારાથી એમ થાય નહીં; એને બદલે આપ કહે તે પહાડ ઉપરથી પડતું મૂકું, અથવા બીજું ગમે તે કહે તે કરું; પણ ત્યાં તે મારાથી નહીં જવાય.” જ્ઞાની કહે છે “ ત્યારે એ વાત જવા દે. અમારા સંગમાં પણ આવતે નહીં. કદાપિ તું લાખ વાર પર્વતથી પડે તે પણ કામનું નથી. અહી તે તેમ કરશે તે જ મોક્ષ મળશે તેમ કર્યા વિના મેક્ષ -નથી; મોટે જઈને ક્ષમાપના માગે તે જ કલ્યાણ થાય.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org