________________
ઉપદેશછાયા
પ
ઉપાય કર્યા વિના કાંઈ દરદ મટતું નથી. તેમ ભરૂપી જીવને દરદ છે તેને ઉપાય કર્યા વિના તે ન જાય. આવા દેષ ટાળવા માટે જીવ લગાર માત્ર ઉપાય કરતું નથી. જે ઉપાય કરે છે તે દેષ હાલ ભાગી જાય. કારણ ઊભું કરે તે કાર્ય થાય. કારણ વિના કાય ન થાય.
સાચા ઉપાય જીવ શેધત નથી. જ્ઞાની પુરુષનાં વચને સાંભળે તો પ્રતીતિ નથી. “મારે લેભ મૂકવો છે, “કોઈ માનાદિ મૂકવાં છે” એવી બીજભૂત લાગણી થાય ને મૂકે, તે દેષ ટળી જઈ અનુક્રમે “બીજજ્ઞાન પ્રગટે.
પ્રવ – આત્મા એક છે કે અનેક છે ?
ઉ) :- જે આત્મા એક જ હોય તે પૂર્વે રામ ચંદ્રજી મુક્ત થયા છે, અને તેથી સર્વની મુક્તિ થવી જોઈએ; અર્થાત એકની મુક્તિ થઈ હોય તે સર્વની મુક્તિ થાય; અને તે પછી બીજાને સશાસ્ત્ર, સગુરુ આદિ સાધનની જરૂર નથી.
પ્ર૦ – મુક્તિ થયા પછી એકાકાર થઈ જાય છે?
ઉ૦ – જે મુક્ત થયા પછી એકાકાર થઈ જતુ હિય, તે સ્વાનુભવ આનંદ અનુભવે નહીં. એક પુરુષ અહીં આવી બેઠે; અને તે વિદેહ મુક્ત થયે. ત્યાર પછી બીજે અહીં આવી બેઠે. તે પણ મુક્ત થયે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org