Book Title: Updesh Chhaya
Author(s): Shrimad Rajchandra, 
Publisher: Trikamlal Mahasukhram Shah

View full book text
Previous | Next

Page 159
________________ ૧૪૨ "શ્રીમદ્ રાજચંદ્ર જુદે છે, ક્ષણભંગુર છે; પણ દેહને વેદના આવ્યું તે રાગદ્વેષ પરિણામ કરી બૂમ પાડે છે. દેહ ક્ષણભંગુર છે એવું તમે શાસ્ત્રમાં સાંભળવા શું કરવા જાઓ છે ! દેહ તે તમારી પાસે છે તે અનુભવ કરો. દેહ પ્રગટ માટી જે છે; સાચા સચવાય નહીં, રાખ્યો રખાય નહીં. વેદના વેદતાં ઉપાય ચાલે નહીં. ત્યારે શું સાચવે? કંઈ પણ બની શકતું નથી. આ દેહને પ્રત્યક્ષ અનુભવ થાય છે, તે તેની મમતા કરી કરવું શું? દેહને પ્રગટ અનુભવ કરી શાસ્ત્રમાં કહ્યું કે તે અનિત્ય છે, અસાર છે, માટે દેહમાં મૂછ કર્યા જેવું નથી. - જ્યાં સુધી દેહાત્મબુદ્ધિ ટળે નહીં ત્યાં સુધી સમ્યકત્વ થાય નહીં જીવને સાચ કયારેય આવ્યું જ નથી; આવ્યું હોત તે મેક્ષ થાત, ભલે સાધુપણું શ્રાવકપણું અથવા તે ગમે તે લે, પણ સાચ વગર સાધન તે વૃથા છે. જે દેહાત્મબુદ્ધિ મટાડવા માટે સાધને બતાવ્યાં છે તે દેહામબુદ્ધિ માટે ત્યારે સાચ આવ્યું સમજાય. દેહાત્મબુદ્ધિ થઈ છે. તે મટાડવા, મારાપણું મુકાવવા સાધનો કરવાના છે તે ન મટે તે સાધુપણું, શ્રાવકપણું, શાસ્ત્રશ્રવણ કે ઉદેશ તે વગડામાં પિક મૂકયા જેવું છે, જેને એ ભ્રમ ભાંગી ગયા છે, તે જ સાધુ, તે જ આચાર્ય, તે જ જ્ઞાની. જેમ અમૃતભેજન જમે તે કાંઈ છાંનું રહે નહીં, તેમ ભ્રાંતિ, ભ્રમબુદ્ધિ મટે તે કાંઈ છાનુ રહે નહીં. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170