________________
શ્રીમદ્ રાજચંદ્ર જે આત્માને અર્થે લક્ષ રાખી કરવામાં આવતાં હોય તે ઉપકારી છે, નહીં તે પુણ્ય પ્રાપ્ત થાય. તેથી મનુષ્યપણું મળે, દેવતાપણું મળે, રાજ્ય મળે, ને પાછું ચાર ગતિમાં રઝળવું થાય; માટે જ્ઞાનીઓએ તપ આદિ જે ક્રિયા આત્માને ઉપકારઅર્થે અહંકારરહિતપણે કરવા કહી છે, તે પરમજ્ઞાની પોતે પણ જગતના ઉપકારને અર્થે નિશ્ચય કરી સેવે છે.
મહાવીરસ્વામીએ કેવળજ્ઞાન ઊપજ્યા પછી ઉપવાસ કર્યા નથી, તેમ કઈ જ્ઞાનીએ કર્યા નથી. તથાપિ લેકેના મનમાં એમ ન આવે કે જ્ઞાન થયા પછી ખાવું પીવું સરખું છે; તેટલા માટે છેલ્લી વખતે તપની આવશ્યક્તા બતાવવા ઉપવાસ કર્યો. દાનને સિદ્ધ કરવા માટે દીક્ષા લીધા પહેલાં પોતે વર્ષીદાન દીધું આથી જગતને દાન સિદ્ધ કરી આપ્યું. દક્ષા નાની વયમાં ન લીધી તે ઉપકારઅર્થે નહીં તે પિતાને કરવા ન કરવાનું કાંઈ નથી કેમકે જે સાધન કહ્યાં છે તે આત્મલક્ષ કરવાને માટે છે, જે પિતાને તે સંપૂર્ણ પ્રાપ્ત થયું છે. પણ પરના ઉપકારને અર્થે જ્ઞાની સદાચરણ સેવે છે.
હાલ જૈનમાં ઘણે વખત થયા અવાવરુ ફવાની માફક આવરણ આવી ગયું છે; કોઈ જ્ઞાની પુરુષ છે નહીં. કેટલોક વખત થયાં જ્ઞાની થયા નથી; કેમકે, નહીં તે તેમાં આટલા બધા કદાગ્રહ થઈ જાત નહીં. આ પંચમકાળમાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org