________________
ઉપદેશછાયા
ભય મૂકી પુરુષોનાં વચને આત્મામાં પરિણમાવે તે સર્વ દેષ જાય. જીવે મારાપણું લાવવું નહીં; મોટાઈ અને મહત્તા મૂકયા વગર સમ્યફમાર્ગ આત્મામાં પરિણામ પામે નહીં.
બ્રહ્મચર્યવિષે –પરમાર્થ હેતુ માટે નદી ઊતરવાને. ટાઢા પાણીની મુનિને આજ્ઞા આપી, પણ અબ્રહ્મચર્યની આજ્ઞા આપી નથી; ને તેને માટે કહ્યું છે કે અલ્પ આહાર કરજે, ઉપવાસ કરજે, એકાંતર કરજે, છેવટે ઝેર ખાઈને મરજે, પણ બ્રહ્મચર્ય ભાંગીશ નહીં.
ભાઇને મરકસ કરજે અને કહ્યું છે કે
દેહની મૂછ હોય તેને કલ્યાણ કેમ ભાસે? સર્ષ કરડે ને ભય ન થાય ત્યારે સમજવું કે, આત્મજ્ઞાન પ્રગટયું છે. આત્મા અજર, અમર છે. “હું” મરવાને નથી; તે મરણનો ભય છે? જેને દેહની મૂછ ગઈ તેને આત્મજ્ઞાન થયું કહેવાય.
પ્રશ્ન –જીવે કેમ વર્તવું ?
સમાધાન સત્સંગને વેગે આત્માનું શુદ્ધપણું" પ્રાપ્ત થાય તેમાં પણ સત્સંગને સદા ગ નથી મળતું. જીવે એગ્ય થવા માટે હિંસા કરવી નહીં, સત્ય બોલવું; અદત્ત લેવું નહીં; બ્રહ્મચર્ય પાળવું; પરિગ્રહની મર્યાદા કરવી; ત્રિભેજન કરવું નહીં એ આદિ સદાચરણ શુદ્ધ અંતઃકરણે કરવાનું જ્ઞાનીઓએ કહ્યું છે, તે પણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org