Book Title: Updesh Chhaya
Author(s): Shrimad Rajchandra,
Publisher: Trikamlal Mahasukhram Shah
View full book text
________________
૧૧૪
સમવસરણથી ભગવાનની ઓળખાણ થાય એ બધી કડાકૂટ મૂકી દેવી. લાખ સમવસરણ હેય, પણ જ્ઞાન ન હોય તે કલ્યાણ થાય નહીં. જ્ઞાન હોય તે કલ્યાણ થાય. ભગવાન માણસ જેવા માણસ હતા. તેઓ ખાતા, પીતા, બેસતા, ઊઠતા; એ ફેર નથી, ફેર બીજો જ છે. સમવસરણાદિના પ્રસંગે લૌકિક ભાવના છે. ભગવાનનું સ્વરૂપ એવું નથી. ભગવાનનું સ્વરૂપ સાવ નિર્મળ આત્મા સંપૂર્ણ જ્ઞાન પ્રગટયે હોય છે તેવું છે. સંપૂર્ણ જ્ઞાન પ્રગટે તે જ ભગવાનનું સ્વરૂપ. વર્તમાનમાં ભગવાન હોત તે તમે માનત નહીં. ભગવાનનું મહાસ્ય જ્ઞાન છે. ભગવાનના સ્વરૂપનું ચિંતવન કરવાથી આત્મા ભાનમાં આવે પણ ભગવાનના દેહથી જ્ઞાન પ્રગટે નહીં, જેને સંપૂર્ણ ઐશ્ચર્ય પ્રગટે તેને ભગવાન કહેવાય. જેમ ભગવાન વર્તમાન હય, અને તમને બતાવત તે માનત નહીં, તેમ વર્તમાનમાં જ્ઞાની હોય તે મનાય નહીં. સ્વધામ પહોંચ્યા પછી કહે કે એવા જ્ઞાની થવા નથી. પછવાડેથી જીવે. તેની પ્રતિમાને પૂજે, પણ વર્તમાનમાં પ્રતીત ન કરે, જીવને જ્ઞાનીનું ઓળખાણ પ્રત્યક્ષમાં વર્તમાનમાં થતું નથી.
સમક્તિને ખરેખરું વિચારે તે નવમે સમયે કેવલજ્ઞાન થાય; નહીં તે એક ભવમાં કેવળજ્ઞાન થાય છેવટે પંદરમે ભવે કેવળજ્ઞાન થાય જ. માટે સમક્તિ સર્વેત્કૃષ્ટ છે. જુદા જુદા વિચારભેદે આત્મામાં લાભ થવા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170