________________
ઉપદેશછાયા શ્રી મહાવીર સ્વામીને સંગમ નામે દેવતાએ બહુ જ પ્રાણત્યાગ થતાં વાર ન લાગે તેવા પરિષહ દીધા, ત્યાં કેવી અદ્ભુત સમતા! ત્યાં તેઓએ વિચાર્યું કે જેનાં દર્શન કરવાથી કલ્યાણ થાય, નામ સ્મરવાથી કલ્યાણ થાય તેના સંગમાં આવીને અનંત સંસાર વધવાનું આ જીવને કારણ થાય છે ! આવી અનુકંપા આવવાથી આંખમાં આંસુ આવી ગયાં. કેવો અદભુત સમતા ! પારકી દયા કેવી રીતે ઊગી નીકળી હતી. ! તે વખતે મેહરાજાએ જે જરા ધક્કો માર્યો હોત તે તે તરત જ તીર્થંકરપણું સંભવત નહીં; જે કે દેવતા તે ભાગી જાત. પણ મેહનીયના મળને મૂળથી નાશ કર્યો છે, અર્થાત મેહને જ છે, તે મેહ કેમ કરે ?
શ્રી મહાવીરસ્વામી સમીપે ગોશાલાએ આવી છે સાધુને બાળી નાખ્યાં, ત્યારે જે જરા ઐશ્વર્યપણું કરીને સાધુની રક્ષા કરી હેત તે તીર્થંકરપણું ફરી કરવું પડત; પણ જેને “હું ગુરુ છું, આ મારા શિષ્ય છે” એવી ભાવના નથી તેને તે કઈ પ્રકાર કરવો પડત નથી. હું શરીરરક્ષણને દાતાર નથી, ફક્ત ભાવઉપદેશને દાતાર છું; જહુ રક્ષા કરું તે મારે ગોશાલાની રક્ષા કરવી જોઈએ, અથવા આખા જગતની રક્ષા કરવી ઘટે એમ વિચાર્યું. અર્થાત તીર્થકર એમ મારાપણું કરે જ નહીં. .
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org