________________
કાર ૧લું (૨ જું પ્રણામત્રિનું સ્વરૂપ.) ૧૧ અથવા ઉપર કહેલી ૩ વિષયના નિષેધવાળી પ્રત્યેક નિસીહીને મન વચન કાયાથી તે તે વિષયને ત્યાગ સૂચવવા માટે પૂર્વોક્ત સ્થાને ૩-૩ વાર કહેવાથી પણ નિસહી ૩ જ ગણાય છે.
તથા અહિ મુનિમહારાજને અને પિષધવતી શ્રાવકને દ્રવ્ય પૂજા ન હોવાથી મુખ્ય દ્વારે પ્રવેશ કરતાં ૧ વાર અથવા ૩ વાર પહેલી નિસહી કહેવાની હેય છે, કે જે નિસહીથી શેષ મુનિચર્યા તથા પિષધચર્યાને ત્યાગ થાય છે. અને દેહરાસરની ઉપદેશ ગ્ય વ્યવસ્થાને નિષેધ કરવા માટે બીજી નિસીહી રંગમંડપમાં પ્રવેશ કરતાં હોય છે. ત્રીજી ચૈત્યવંદનના પ્રારંભમાં હોય છે,
તથા ભગવંતના ગભારાની ચારે બાજુ અથવા તે ભગવંતની ચારે બાજુ ૩ વાર પ્રદક્ષિણાવર્ત પદ્ધતિએ ભ્રમણ કરવું તે ૨ જું પ્રક્ષણાત્રતા કહેવાય. એમાં ૩ વાર ભ્રમણનું કારણ જ્ઞાન દર્શન ચારિત્રની પ્રાપ્તિ સૂચક છે, અને તે વખતે સમવસરણમાં ચારે દિશાએ બેઠેલા ભાવ અરિહંતની ભાવના ભાવવી તેમજ ભમતીમાં જે ચારે તરફ ભગવંત બિરાજમાન હોય તે તે સર્વને પણ વંદન કરતાં ભમવું ( પ્રવ૦ સાદ-ધર્મસંવે. • ભાવાર્થ:) આ પ્રદક્ષિણ પહેલી નિસહી કહ્યા બાદ કરવી,
ત્યારબાદ (દ્રવ્યપૂજા માટે રંગમંડપમાં પ્રવેશતાં) નિસહી કહેવાય છે ( શ્રાદ્ધવિધિવૃત્તિ:).
૧ દેહરાસર સંબંધિ ગેરવ્યવસ્થા દૂર કરવાનો (સર્વસાવઘત્યાગી હોવા છતાં પણ) શ્રી મુનિ મહારાજનો અધિકાર છે. શ્રાવકોની બેદરકારીથી વિનાશ પામતાં અને અવ્યવસ્થિત વહીવટવાળાં શ્રીજિનચૈત્યો જોઈને પણ શ્રાવકોને માઠું ન લગાડવાના કારણથી છતી શક્તિએ પણ મુનિ મહારાજ ઉપેક્ષા કરી જેમ તેમ ચાલવા દે તો તે મુનિ મહારાજ શ્રીજિનેન્દ્રઆજ્ઞાના આરાધક નહિં પણ વિરાધક જાણવા. અહિં શ્રી જિનેન્દ્રની આજ્ઞા એજ ધર્મ છે, માટે ચિત્યની અવ્યવસ્થા દૂર કરાવવાના વ્યાપારને નિષેધ મુનિને તથા વ્રતી ગૃહીને આ બીજી નિસીહીમાં હોય છે.
૨ સમવસરણની સમાનતા સૂચવવા માટે ગભારાની બહાર ભમતીમાં ૩ દિશાએ મૂળનાયકના નામવાળીજ ૩ પ્રતિમાઓ સ્થાપવામાં આવે છે.