________________
શ્રી યુગપ્રધાન કાલકાચાર્ય ભગવંતે ભાદરવા સુદ ૪ના દિવસે ટ્રાન્સફર કરી તો શું પાંચમની આરાધનાનું ફળ એ ચોથમા મળી શકતું હશે? મળે જ કેમ કે એ ફેરફાર કરનાર પૂર્વધર મહાપુરુષ હતાં એટલે આ રીતે સ્થાપના તિથિમાં શંકા કરવાની જરૂરત જ નથી.
વળી મહત્ત્વની વાત એ કે જો પર્વતિથિનો ક્ષય ન થાય એમ માનવામાં ન આવે અને જો પર્વતિથિનો ક્ષય કરવા લાગ્યા તો ઘણી મોટી આપત્તિઓ સંભવી શકે છે. અલબત્ત બાકીની પર્વતિથિમાં તો ખાસ ફરક ન પડે પણ પૂર્ણિમા અને અમાવસ્યાનો જો ક્ષય કે વૃદ્ધિ આવે તો ત્રણે જાતની આપત્તિ આવે છે. (૧) ક્ષય આવતા આરાધનાની ક્ષતિ, અને (૨) તિથિનો વ્યત્યય એટલે કે પહેલાં પૂનમ ને પછી ચૌદશ માનવાની આપત્તિ આવે અને ત્રીજી આાપત્તિ એ કે ખરી તિથિએ આરાધનાથી વંચિત રહેવું પડે ને ફલ્ગુતિથિએ આરાધના થઈ જાય. આ ત્રણે ય આપત્તિની સવિસ્તૃત સમજણ આ જ બુકમાં આ પછીના પ્રકરણમાં સ્પષ્ટતયા સમજાવવામાં આવી છે.
‘ સાહેબ! આ પ્રક્રિયાથી તો મગજમાં સ્પષ્ટ બેસી ગયું કે પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ ક્યારેય સંભવી જ ન શકે!' *બિલકુલ સાચી વાત છે તમારી.' ‘ સાહેબ! એક પ્રશ્ન પૂછું?’
C
.
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org