________________
વિ.સં. ૨૦૧૫માં ચંદનબાળા મુંબઈમાં આચાર્ય શ્રી કીર્તિયશ સૂરિજીએ આપેલી વાચનાની સ્પષ્ટ- સમીક્ષા.
“સાહેબ ! પૂ. આ. શ્રી વિજય રામચંદ્રસૂરિજી મ.સા.ના સમુદાયના પૂ. આ. શ્રી કીર્તિયશસૂરિજી મ.ની બે વખતની ૩-૩ કલાકની વાચનાઓ મેં સાંભળી. મને તો બહુ સફળ લાગી.”
એની સફળતાનો માપદંડ શો?' “કેમ સાહેબ! આમ કહો છો?'
એટલા માટે કે એ વાચના સાંભળનારા શ્રોતાઓ પ્રાયઃ તમારા જેવા જ ને? તમારો શાસ્ત્ર- બોધ કેટલો? હોય તો ય તેમાં ઊંડાણ કેટલું? વાચનાની સફળતાનો તમારો માપદંડ શો? શૈલીમાં જરા રોચકતા હોય.. વકતૃત્વકલા હોય.. અને આડંબરપૂર્ણ રજૂઆત હોય એટલે તમને લાગે કે વાચના સફળ..!તમે (તમારા જેવા શ્રોતાઓ) ફિદા.. એટલે એ વાચનાને સફળ માની લઈએ. પણ એમ કંઈ તમારું સર્ટિફિકેટ ન ચાલે. વળી તે કંઈ પ્રમાણભૂત પણ ન ગણાય?”
તો પછી કઈ વાસનાને પ્રમાણભૂત ગણવી?”
“જે વિષયની વાચના કરવી હોય, તે તેના તલસ્પર્શી વિદ્વાન્ સાથે પહેલાં ચર્ચવી જોઈએ. અને એ ચર્ચામાંથી નિષ્કર્ષ કાટવો પડે. તો જ તે જૈનસંઘ માટે પ્રમાણભૂત ગણાય. વળી એ ચર્ચા માટેના બે ય પક્ષધર વિદ્વાનોની વચ્ચે મધ્યસ્થ નિર્ણાયક
૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org