Book Title: Tithi Vishayak Saral Samjuti
Author(s): Satya Suraksha Samiti Ahmedabad
Publisher: Satya Suraksha Samiti Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/001759/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ તિથિ વિષયક સરળ સમજતિ 'એકવાર વાંચ્યા પછી તમે જ બોલી ઉઠશો કે એક તિથિ પક્ષ જ સાચો છે. પ્રકાશક સત્ય-સુરક્ષા સમિતિ C/oભરત એલ. શાહ ૩૦, જનતાનગર, સરગમ ટોકિઝ પાસે, અમદાવાદ- ૫૧ Page #2 -------------------------------------------------------------------------- ________________ તિથિ વિષયક સરળ સમજલિ 'એકવાર વાંચ્યા પછી. 'તમે જ બોલી ઉઠશો કે . એક તિથિ પક્ષ જ સાચો છે. પ્રકાશક સત્ય-સુરક્ષા સમિતિ C/oભરત એલ. શાહ ૩૦, જનતાનગર, સરગમ ટોકિઝ પાસે, અમદાવાદ- ૫૧ Page #3 -------------------------------------------------------------------------- ________________ Page #4 -------------------------------------------------------------------------- ________________ સત્યનો ટેકાર, જિનશાસનનું શાન્ત-પ્રશાન સરોવર મસ્તીથી પોતાની મેળે લહેરાઈ રહ્યું હતું. વિશ્વને આકર્ષી રહ્યું હતું. પરંતુ ૧૯૯૨ની હોઝારી સંવતમાં તિથિવિવાદનો કાદવ, કીચડ અને ગંદકીથી લથપથ એક ઉદ્ધત હાથી પ્રવેશ્યો કે શાન્ત સરોવર ડહોળાઈ ઉક્યું. હાથીની ઉદ્ધતાઈ ભરી હરકતથી સરોવરનું સ્વચ્છનિર્મલ- જલ ગંદુ બની ગયું. સુગંધના બદલે દુર્ગન્ધ ફેલાવા લાગી, સરોવરમાં શોભતા સરલતા અને સહજતાના કમળો ઉખેડી નાંખ્યા અને નિંદા, વિવાદ, આક્ષેપ, જુઠની ગંદી સેવાળો જામવા લાગી, શાસનપ્રભાવનાના ગેલ કરતાં હંસો વિદાય થયાં ને અપભ્રાજનાના ભંડોએ ત્યાં ધામા નાંખ્યાં. ગણતરી હતી કે પૂ. આ. શ્રીમદ્વિજય રામચંદ્રસૂરિજી મ.ની વિદાય પછી આ ક્ષથી શાન્ત પડશે અને પુનઃ સરોવર પોતાની મસ્તીથી લહેરાતું થઈ જશે. પરંતુ “ચા કરતાં કીટલી ગરમ”ની જેમ પછી તો આ હાથીએ માઝા મૂકી. શાસનની સેવા, તીર્થોની રક્ષા અને મંત્રીના સૂરોની સરિયામ ઉપેક્ષા કરીને હાથીએ તાંડવ શરું કર્યું. એના રીંગલીડર જેવા આ. વિજય કીર્તિયશ સૂરિજી આદિએ તો આ હાથીને ફાગણી તેરસના મુદ્દે અને ચોમાસામાં યાત્રાના મુદ્દે પરમ- પાવન ગિરિરાજ શત્રુજ્ય Page #5 -------------------------------------------------------------------------- ________________ ઉપર પણ ચડાવી દીધો (આવી પ્રવૃત્તિ તો સ્વયં શ્રીમદ્વિજય રામચંદ્રસૂરિજીની હયાતીમાં પણ થવા નથી પામી) અને વાચનાના સુંવાળા નામ હેઠળ પોતાને વીરાસતમાં મળેલા અસત્ય. ઉપર સત્યનો ગિલેડ કરી વધુ ચમકાવવાની કોશિષ કરવા લાગ્યા છે. પરંતુ માટીના કલાના પર એ ગિલેટ વધુ ટકી શકતો નથી.. આ નાની પુસ્તિકામાં તેમની વાચાનાના ભ્રાન્ત મુદ્રાઓ પર સત્યનો ટંકાર કરવામાં આવ્યો છે. આ પુસ્તિકામાં પ્રશ્વઉત્તર કરનાર કાલ્પનિક પાત્ર છે, પરંતુ પાત્રના એ કળશમાં ભરેલું તત્ત્વ એ સત્યનું અમૃત છે. આ અમૃત પી તૃપ્તિનો ઓડકાર પામો એ જ શુભાભિલાષ. અંતે એક સૂચના:- આ પુસ્તિકામાં જણાવેલી વાતોનો પણ તેઓ રદીયો આપવા તૈયાર થશે. ત્યારે એ રદીયાને બરાબર ચકાસ્યા પછી જ સત્યાસત્યનો નિર્ણય કરવા વિનંતી. શા. સ.સુ. સમિતિ અમદાવાદ, Page #6 -------------------------------------------------------------------------- ________________ ગુરુદેવ! મારાથી બધા જ દિવસે ધર્મારાધના થઈ શકે એમ નથી તો મારે જીવનને સફળ બનાવવા આરાધના માટે શું કરવું?' પુણ્યવાન ! એવું હોય તે પર્વતિથિએ ખાસ આરાધના કરવી.' ગુરુદેવ! એ પર્વતિથિઓ કેટલી અને કયી કયી?' પુણ્યવાન! મહિનામાં પર્વતિથિ બાર આવે છે. એ આ રીતે!મહિનામાં બે બીજ, બે પાંચમ , બે આઠમ, બે અગિયારસ, બે ચૌદશ, પૂનમ અને અમાવસ્યા.” “ગુરુદેવ! તો મને આપ નિયમ આપો બાર તિથિએ મારે આંબેલ કરવા.” “ખૂબ સરસ પુણ્યવાન!” “અને એ પુણ્યવાન આંબેલની આરાધના શરું કરી..” પરંતુ એક વાર એવું બન્યું કે એ પુણ્યવાને જન્મભૂમિ પંચાંગમાં જોયું તે સોમવારે ૮ વાગ્યા સુધી સાતમ અને એ પછી આઠમ હતી. એટલે એ પુણ્યવાને ૮ વાગ્યા સુધીમાં નવકારશી કરી લીધી ને પછી સાડાબાર વાગે આંબેલ કર્યું. અને એની જાણ ગુરુદેવને પણ કરી. ત્યારે ગુરુદેવે સમજાવ્યું કે.. “પુણ્યવાન ! આમ ન કરાય કયી તિથિ માનવી તે માટે આપણે ત્યાં એક નિયમ બતાવ્યો છે કે “ડર્યામિ ના તિદિન Page #7 -------------------------------------------------------------------------- ________________ પાપ' સૂર્યોદય વખતે જે તિથિ હોય તે તિથિને પ્રમાણ ગણી. આખો દિવસ માનવી . ગુરુદેવ! ફરીથી આવી ભૂલ નહીં કરું!” વળી એક દિવસ જન્મભૂમિ પંચાંગમાં જોયુ તો સોમવારના સૂર્યોદય વખતે સાતમ હતી અને મંગળવારના સૂર્યોદય વખતે નોમ હતી. એટલે આ પુણ્યવાને સોમવારે સાતમ કરી અને મંગલવારે નોમ કરી એટલે આઠમ તો હતી જ નહિ તેથી એમણે આઠમનું આંબેલ કર્યું જ નહિ! આ વાત વળી ગુરુદેવશ્રીને જણાવી ત્યારે ગુરુદેવશ્રીએ કહ્યું “ભાઈતમને જે ઉદયંમિનો પાઠ ભણાવ્યો એ જનરલમાર્ગ હતો. પરંતુ આવા પ્રસંગે એનો અપવાદ નિયમ એટલે કે પેટાનિયમ લગાવી આંબેલની આરાધના ચાલુ રાખવી જોઈએ..” એ ક્યો નિયમ સાહેબ!” એ નિયમ છે ક્ષયે પૂર્વ તિથિઃ યે પૂર્વ તિથિ #ાર્યો, આનો અર્થ એ છે કે જે તિથિ લગોલગ બે સૂર્યોદયમાંથી એક પણ સૂર્યોદયને સ્પર્શે નહિ એવી તિથિને ક્ષયતિથિ કહેવાય. પરંતુ એમાં જો એવી સ્થિતિ પર્વતિથિ માટે આવતી હોય તો ઉપરનો નિયમ લગાવી પૂર્વની તિથિને પર્વતિથિ કરવી. દાખલા તરીકે તમે જણાવ્યું તેમ સોમવારના સૂર્યોદય વખતે સાતમ Page #8 -------------------------------------------------------------------------- ________________ તિથિ છે અને મંગલવારના સૂર્યોદય વખતે નોમ તિથિ છે. એટલે આઠમની તિથિ ક્ષયતિથિ બની. આવું હોય તો સાતમની તિથિને આઠમની તિથિ કરવી.. ‘એટલે સાહેબ! આઠમનું આંબેલ સાતમના કરવાનું એમ જ ને?' * ના ભાઈ! આઠમનું આંબેલ તો આઠમે જ કરવાનું!' ‘પણ સાહેબ આઠમનો તો ક્ષય છે, એટલે કે આમ છે જ નહિ તો શું આંબેલ નહીં કરવાનું?’ ‘હું એ જ જણાવું છું ભાગ્યવાન કે ઉપરના નિયમ મુજબ સાતમને આઠમ બનાવવાની એટલે કે આઠમના ક્ષયને બદલે સાતમનો ક્ષય કરી એની જગ્યાએ આઠમ કરવાની અને એ આઠમે આંબેલ કરવાનું. જો સાતમના સ્થાને આઠમ ન કરીએ તો આંબેલ કૅરવાની વાત જ ઉડી જાય. કેમ કે તમારો નિયમ પર્વતિથિ સ્વરૂપ આઠમે આંબેલ કરવાનો છે. હવે જો આઠમ છે જ નહિ તો આંબેલ ફરવાની વાત જ ન રહે ને? તમારો નિયમ સાતમે આંબેલ કરવાનો નથી પણ આઠમે આંબેલ કરવાનો છે ને? એટલે આવા સમયે સાતમના સ્થાને આઠમની સ્થાપના કરી આંબેલનો નિયમ સાચવી રાખવાનો. સમય જતાં વળી જન્મભૂમિ પંચાંગમાં બે પાંચમ આવી. એટલે કે સોમવારના સૂર્યોદય સમયે પણ પાંચમ છે અને 3 Page #9 -------------------------------------------------------------------------- ________________ મંગળવારના સૂર્યોદય સમયે પણ પાંચમ છે. એટલે આ ભાઈએ તો બંને દિવસે આંબેલ કર્યું ને ગુરુદેવશ્રીને આ હકીકત જણાવી એટલે ગુરુદેવે ફરમાવ્યું. ભાઈ! આગળ “ઉદયંમિ.” નિયમનો એક અપવાદ જોયો કે પર્વતિથિનો ક્ષય આવે તો એની આગળની તિથિનો ક્ષય કરવો, પરંતુ પર્વતિથિનો ક્ષય ન કરવો. એમ જ્યારે પર્વતથિ બે આવે ત્યારે પણ બીજો અપવાદ માર્ગ સ્વીકારવાનો છે કે વૃદ્ધ તથોત્તર' એનો અર્થ એ છે કે જ્યારે લગોલગ બંને સૂર્યને એક જ પર્વ તિથિ સ્પર્શતી હોય ત્યારે એમાં જે પાછળની તિથિ હોય એને પર્વતિથિ તરીકે માનવી. દાખલા તરીકે સોમવારના સૂર્યોદય વખતે પાંચમ છે અને મંગલવાના ય સૂર્યોદય વખતે પાંચમ છે. એટલે સોમ અને મંગલ બંને દિવસે પાંચમ બનશે. કેમકે “ઉદયંમિ'નો નિયમ આ રીતે જણાવે છે. પરંતુ આનો અપવાદ નિયમ જે ઉપર બતાવ્યો કે “વૃદ્ધ વાર્તા તથોરા' એ નિયમાનુસાર મંગલવારની પાંચમને પર્વતિથિ સ્વરૂપ પાંચમ બનાવવી. અને એ પાંચમે આંબેલ વગેરે કરવું. એની આગળની પાંચમ છે એને ચોથ બનાવી દેવી. જો ચોય ન બનાવીએ તો એ પણ પાચમ રહેશે અને ત્યારે તો એ દિવસે પણ આંબલ કરવું જ પડશે. કેમકે નિયમ પર્વતિથિએ અંબેલા કરવાનો છે. હવે પર્વતિથિ બે બની ગઈ તો બે દિવસ આંબેલા Page #10 -------------------------------------------------------------------------- ________________ કરવા પડે એ વાત સંગત નથી લાગતી. ને?' ‘તો સાહેબ! ચોથ બે થઈ અને પાંચમ એક થઈ એમ જ “હા, બહુ સરસ સમજ્યા તમે!’ * વળી એકવાર જન્મભૂમિ પંચાંગમાં પૂનમનો ક્ષય આવ્યો. એટલે આ ભાઈ મૂંઝાયા કે હવે શું કરવું? પર્વતિથિનો ક્ષય હોય તો આગળની પર્વતિથિનો ક્ષય કરવો પણ આગળની તિથિ તો ચૌદશ છે. અને એ પણ પર્વતિથિ છે એનો ક્ષય શી રીતે કરવો? મૂંઝવણની વાત થઈ એટલે એ ભાઈએ સીધી જ ગુરુદેવ પાસે રજૂઆત કરી કે સાહેબ! આ વખતે શું કરવું? ગુરુદેવે જરાક હસીને જણાવ્યું! ભાગ્યવાન! બહું સરલ વાત છે. તમને પૂર્વે જે અપવાદ નિયમ જણાવેલો તે યાદ છે ને?' ‘હા! સાહેબ! ‘ ક્ષયે પૂર્વા તિથિ જાર્યાં એટલે પર્વતિથિનો ક્ષય હોય તો એની આગળની- પૂર્વની તિથિનો ક્ષય કરવો.’ < બરાબર!' ‘હા સાહેબ’. ‘હવે પૂનમ પર્વતિથિનો ક્ષય છે તો એની આગળના તિથિ ચૌદશનો ક્ષય કરવો પડશે. પણ એ ય પર્વતિથિ છે તો એની આગળની તિથિ કર્યો?’ ૫ Page #11 -------------------------------------------------------------------------- ________________ તેરસની” તો બસ. તેરસનો ક્ષય કરી દેવાનો એટલે ચૌદશ અને પૂનમ બંને જોડીયા તિથિ અકબંધ રહી અને એ બંને તિથિએ તમે આંબેલ કરી શકશો!” સાહેબ! બહુ સરસ આપે મારી મૂંઝવણ ટાળી નાંખી.” વળી એક દિવસ પેલા ભાગ્યવાનને મૂંઝવણ થઈ કેમ કે આ વખતે જન્મભૂમિ પંચાંગમાં પોષ વદ અમાવસ્યા બે બતાવી છે, પરંતુ એમણે તો “વૃતી વીથ તથોરા' ના અપવાદિક નિયમ અનુસાર બરાબર બુદ્ધિ લગાવી કે પર્વતિથિ બે આવે ત્યારે પાછળની તિથિને પર્વતિથિ અને પૂર્વની તિથિને અપર્વતિથિ. રૂપે કરવી એટલે એમણે બીજી અમાવસ્યાને અમાવસ્યા તરીકે માની પહેલી અમાવસ્યાને ચૌદશ બનાવી. હવે આમ કરવામાં બે ચૌદશ થઈ અને ચૌદશ પણ પર્વતિથિ છે એટલે ત્યાં પણ ઉપરનો નિયમ લગાવી બીજી ચૌદશને ચૌદશ તરીકે માની પહેલી ચૌદશને તેરસ તરીકે બનાવી દીધી એટલે બે તેરસ પછી ચૌદશ અને એ પછી અમાવસ્યા. અને આમ કરી ચૌદશ અમાવસ્યાની જોડીયા પર્વતિથિના બે આંબેલ કરવાના પોતાને નિયમનું બરાબર પાલન કરી શક્યા અને આ વાત વળી ગુરુદેવને પણ જણાવી. ગુરુદેવે આ સાંભળી પ્રસન્નતા વ્યક્ત કરી. અને ધન્યવાદ પણ આપ્યા. Page #12 -------------------------------------------------------------------------- ________________ હવે એવું બન્યું કે આ ભાગ્યવાને વિચાર્યું કે ચાલો આ વખતે પર્યુષણમાં અઠ્ઠાઈની તપસ્યા કરીએ.. એટલે એમણે જન્મભૂમિ પંચાંગ હાથમાં લીધું. ને ભાદરવો માસ જોવા લાગ્યા તો સ્તબ્ધ બની ગયા.. ભાદરવા સુદ પનો ક્ષય બતાવ્યો છે. એટલે તરત એમણે પેલો નિયમ લગાવ્યો કે ‘ક્ષયે પૂર્વાતિથિ: વ્હાર્યાં' પર્વતિથિનો ક્ષય આવે તો એની આગળની અપર્વતિથિનો ક્ષય કરવો એ નિયમ મુજબ ભાદરવા સુદ ૪નો ક્ષય કરવા તત્પર બન્યાં પણ ત્યાં એમને સૂઝ્યું કે ભાદરવા સૂદ ૪ તો સંવત્સરી કહેવાય. તો શું એનો ક્ષય કરવો? સ્પષ્ટ ખ્યાલ ન આવતાં તેઓ પૂજ્ય ગુરુદેવશ્રી પાસે ગયા. ને પોતાની મૂંઝવણ વ્યક્ત કરી કે ‘ સાહેબ ભાદરવા સુદ ૪ને પર્વતિથિ કહેવાય કે અપર્વતિથિ?' ‘ભાગ્યવાન! ભાદરવા સુદ ૪ તો પર્વતિથિ નહિં મહાપર્વતિથિ કહેવાય!' તો સાહેબ! અહિ શી રીતે ગણિત લગાવવું?’ ‘કેમ ભાગ્યવાન! આની પહેલાં પૂનમની ક્ષયની વાત આવી હતી ને? એ વખતે શું કર્યું હતું?' ‘ સાહેબ! ત્યાં તો પૂનમના ક્ષયે તેરસનો ક્ષય કર્યો હતો!' ‘બસ, એ જ રીતે અહીં પાંચમના ક્ષયે ત્રીજનો ક્ષય કરી દેવાનો.' Page #13 -------------------------------------------------------------------------- ________________ ઓહ! સાહેબ! બહુ સરસ વાત જણાવી આપે.” “હવે તમને હું પ્રશ્ન પૂછું કે જેમ આ વખતે પાંચમનો ક્ષય આવ્યો એમ ક્યારેક પાંચમની વૃદ્ધિ આવે ત્યારે શું કરશો?’ “સાહેબ! ત્રીજની વૃદ્ધિ કરશું.. કેમ કે પૂનમ અમાવસ્યાની વૃદ્ધિએ તેરસની જ વૃદ્ધિ કરીએ છીએ ને? બસ, એમ અહીં પણ એવું જ કરશું' બહુ સરસ..” સાહેબ! અહીં એક સવાલ થાય છે.” કયો ભાગ્યવાન્ ' સાહેબ! આમ મૂલભૂતતિથિના બદલે સ્થાપના કરેલી તિથિના દિવસે કરેલી આરાધના મૂલભૂતતિથિ જેવું ફળ આપી શકે ખરી?' ‘ભાગ્યવાન સ્થાપનાનો કાયદો એ કે તમે બનાવ્યો હોય તો ફળની શંકા કરી શકાય, પણ જ્યારે પૂર્વધર મહાપુરુષ ઉમાસ્વાતિજી મહારાજ આ નિયમની જાહેરાત કરે એટલે વાત પૂરી. પૂર્વધર મહાપુરુષની વાતને તો તીર્થંકર પરમાત્મા જેવા પણ બહાલી આપતા હોય છે. પછી કોઈ શંકા ખરી?' “નહિ જ સાહેબ’ અને બીજી વાત જણાવું કે પૂર્વકાળમાં સંવત્સરી મહાપર્વ ભાદરવા સુદ પના જ આવતું હતું એ પર્વની સ્થાપના પરમતારક Page #14 -------------------------------------------------------------------------- ________________ શ્રી યુગપ્રધાન કાલકાચાર્ય ભગવંતે ભાદરવા સુદ ૪ના દિવસે ટ્રાન્સફર કરી તો શું પાંચમની આરાધનાનું ફળ એ ચોથમા મળી શકતું હશે? મળે જ કેમ કે એ ફેરફાર કરનાર પૂર્વધર મહાપુરુષ હતાં એટલે આ રીતે સ્થાપના તિથિમાં શંકા કરવાની જરૂરત જ નથી. વળી મહત્ત્વની વાત એ કે જો પર્વતિથિનો ક્ષય ન થાય એમ માનવામાં ન આવે અને જો પર્વતિથિનો ક્ષય કરવા લાગ્યા તો ઘણી મોટી આપત્તિઓ સંભવી શકે છે. અલબત્ત બાકીની પર્વતિથિમાં તો ખાસ ફરક ન પડે પણ પૂર્ણિમા અને અમાવસ્યાનો જો ક્ષય કે વૃદ્ધિ આવે તો ત્રણે જાતની આપત્તિ આવે છે. (૧) ક્ષય આવતા આરાધનાની ક્ષતિ, અને (૨) તિથિનો વ્યત્યય એટલે કે પહેલાં પૂનમ ને પછી ચૌદશ માનવાની આપત્તિ આવે અને ત્રીજી આાપત્તિ એ કે ખરી તિથિએ આરાધનાથી વંચિત રહેવું પડે ને ફલ્ગુતિથિએ આરાધના થઈ જાય. આ ત્રણે ય આપત્તિની સવિસ્તૃત સમજણ આ જ બુકમાં આ પછીના પ્રકરણમાં સ્પષ્ટતયા સમજાવવામાં આવી છે. ‘ સાહેબ! આ પ્રક્રિયાથી તો મગજમાં સ્પષ્ટ બેસી ગયું કે પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ ક્યારેય સંભવી જ ન શકે!' *બિલકુલ સાચી વાત છે તમારી.' ‘ સાહેબ! એક પ્રશ્ન પૂછું?’ C . Page #15 -------------------------------------------------------------------------- ________________ ભલે’ · આપ ક્યા સમુદાયના?' ‘અમે પૂજ્ય આગમોદ્ધારક આનંદ-સાગર સૂરીશ્વરજી [ મ.ના સમુદાયના.' ‘એમ સાહેબ!' ‘હાં, કેમ આમ આશ્ચર્ય વ્યક્ત કર્યુ?’ · એટલા માટે કે સાહેબ! આપ પર્વતિથિની ક્ષયવૃદ્ધિનો નિષેધ જણાવો છો અને આપ જેના સમુદાયના છો એ પૂ. સાગરજી મ. તો પર્વતિથિના ક્ષયવૃદ્ધિ માનતા હતા.' ‘હૈં' ‘હાસ્તો!' ‘પણ આવું કોણે કહ્યું તમને?’ ‘સાહેબ! થોડાં સમય પહેલાં મુંબઈ ચંદનબાળામાં બે તિથિપક્ષના રીંગલીડર જેવા આ. કીર્તિયશસૂરીજીએ આ માટેની સ્પેશ્યલ બે રવિવારીય વાચના રાખેલી એમાં એમણે છાતી ઠોકીને કહેલું કે પૂ. સાગરજી મ. પણ પર્વતિથિની ક્ષયવૃદ્ધિ માનતાં હતાં અને એ વખતે એમણે પૂ. સાગરજી મ.ના લેખોને પ્રકાશિત કરનાર સિદ્ધચક્ર નામના પાક્ષિકની ફાઇલ કાઢી વાંચીને જણાવેલું અને આગળ વધીને એમ પણ જણાવેલું કે જો પૂ. સાગરજી મ.ની આ વાત ઉપર સકલ સંઘ એક થતો ૧૦ Page #16 -------------------------------------------------------------------------- ________________ હોય તો પહેલી સહી હું કરવા તૈયાર છું.' સાહેબ! આટલી જીગરથી કરેલી વાત ખોટી થોડી હોય? ભાગ્યવાન ! બહુ સરસંવાતકરી આ માટે હેમચંદ્ર સાગર સૂરિજીનો અનુભવ સાંભળવા જેવો છે.” “તમે જે વાત કરી એ વાત એમના પણ સાંભળવામાં આવેલી એટલે શરૂમાં તો તેઓ પણ વિસ્મય પામી ગએલા. પછી વાતની ખરાખરી કરવા એમણે મુંબઈના જ્ઞાનભંડારોમાંથી સિદ્ધચક્ર પાક્ષિકનો એ અંક શોધવા પ્રયત્ન કરેલો, પણ આશ્ચર્ય કે ભંડારના લિસ્ટમાં એ અંકનો નંબર મળે પણ ભંડારના કબાટમાં એ અંક ન મળે. (કેમ ન મળે સમજી ગયા ને? આ યા એ લોકોની ખાસીયત છે.) પછી તેઓ મુંબઈ ફોર્ટમાં ગયા.. ત્યાં એક જુના કબાટમાંથી એ અંક મળ્યો અને એમાં કિર્તીયશ સૂરિજીએ જે વાંચીને સંભળેલું એ પાનું શોધી કાઢ્યું. ત્યારે હેમચંદ્ર સાગર સૂરિજીને આશ્ચર્યનો પાર ન રહ્યો!” “કેમ સાહેબ! એવું શું બન્યું?' “કેમ કે કીર્તિયશ સૂરિજીએ જે ફકરો વાંચી સંભળાવ્યો એ તો પૂર્વપક્ષ હતો. પૂર્વપક્ષમાં પર્વતિથિની ક્ષયવૃદ્ધિની વાત જણાવ્યા પછી એની નીચે સાત પેરેગ્રાફ દ્વારા સાગરજી મ. જે એ પૂર્વપક્ષનું જડબેસલાક ખંડન કરી સાબિત કરી આપ્યું છે કે પર્વતિથિની ક્ષયવૃદ્ધિ થાય જ નહિ!” Page #17 -------------------------------------------------------------------------- ________________ શું વાત કરો છો સાહેબ! આવી વાત હતી?' હાં, પણ લોકોને મૂર્ખ બનાવવા કીર્તિયશ સૂરિજીએ માત્ર પૂર્વપક્ષવાળો જ ફકરો વાંચી સંભળાવ્યો. તો સાહેબ ! આમાં મૃષાવાદનો દોષ ન લાગે?' એ એમને પૂછજો તમને આ ઘટનાનો ઉત્તરક્રમ જણાવું છું એ સાંભળો, બહુ દિલચસ્પ છે.' ફરમાવો સાહેબ !” હેમચંદ્ર સાગર સૂરીજીને આવી ખબર પડી એટલે તેઓ કીર્તિયશ સૂરિજી સામે ખુલાસો કરવા માંગતા જ હતાં ને યોગાનુયોગ તે જ સમય દરમ્યાન કીર્તિયશ સૂરિજી ફોર્ટમાં આવેલા. અને ત્યાં હેમચંદ્ર સાગર સૂરિજીનો ભેટો પણ થઈ ગયો!' પછી શું થયું સાહેબ !' થાય શું? હેમચંદ્ર સાગરજીએ સામે જ પૂછી લીધું કે તમો ચંદનબાળામાં રાખેલી વાચનામાં આવું બોલેલા?' કીર્તિયશ સૂરિજીએ હા પાડી એટલે તરત જ હેમચંદ્ર સાગરસૂરિજીએ સિદ્ધચક્ર પાક્ષિકનો એ અંક એ પાનું અને એ ફકરો બતાવતાં કહ્યું કે તમે તો માત્ર પૂર્વપક્ષ જ જણાવ્યો છે. એની નીચેના આ સાત ફકરા જુઓ. એમાં તો સ્પષ્ટ જણાવ્યું છે કે પર્વતિથિની ક્ષયવૃદ્ધિ ન જ થાય?” ૧૨ Page #18 -------------------------------------------------------------------------- ________________ ત્યારે એ ફકરા વાંચવાને બદલે કીર્તિયશ સૂરિજીએ કહ્યું .. “શું વાત કરો છો આવું છે?' હેમચંદ્ર સાગરજી! એક કામ કરો આવી જેટલી વાતો હોય મને લખી જણાવજે હું મારા ક્ષચોપશમ મુજબ જરૂર જવાબ જણાવીશ.” આ પછી બીજી આડી-અવળી વાતો કરી એમણે વિદાય લીધી. તે પછી થોડા જ દિવસોમાં હેમચંદ્ર સાગર સૂરિજીએ ઉપરની વાતના સંદર્ભવાળો એક પત્ર કીર્તિયશ સૂરિજી ઉપર મોલ્યો, પણ આજ સુધી એ પત્રનો જવાબ આપી શક્યા નથી. સાહેબ! આવું જુઠાણું ચલાવે છે એ?' ભાગ્યવાન! એ એકલા જ નહિ એવી ઘણી કોપીઓ એમના સમુદાયમાં મોજુદ છે?' હમણાં તાજેતરમાં જ એમના સમુદાયના સંયમકીર્તિ વિજયજીએ એક બુક લખી છે એમાં ય આવા જ બખેડા છે. પણ સાહેબ! સાધુપણામાં?' અરે! સાધુપણામાં નહિ ગણિપણામાં પંન્યાસપણામાં અને આચાર્યપણામાં ય મૌજૂદ છે. અને આમાં કંઈ આશ્ચર્ય પામવા જેવું નથી. કેમ સાહેબ!” કેમ કે એ બધાને એમની વિરાસતમાં આ જ મળ્યું છે.” Page #19 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રની વાતો કરવી અને શાસ્ત્રોને ગટરમાં ફેંકવાની પ્રવૃત્તિથી એ લોકો સુપેરે માહિર છે. ગજબ કહેવાય સાહેબ!” તમે જે ચંદનબાળામાં આપેલી વાચનાની વાત કરી છે ને?' એ વાંચના સાંભળીને આવેલા એક ભાઈ સાથે મારે સારો એવો સંવાદ થએલો.. એ આજ બુકમાં આ પછીના પ્રકરણમાં રજૂ છે. ખાસ વાંચી લેજો. જરૂર સાહેબ!” Page #20 -------------------------------------------------------------------------- ________________ વિ.સં. ૨૦૧૫માં ચંદનબાળા મુંબઈમાં આચાર્ય શ્રી કીર્તિયશ સૂરિજીએ આપેલી વાચનાની સ્પષ્ટ- સમીક્ષા. “સાહેબ ! પૂ. આ. શ્રી વિજય રામચંદ્રસૂરિજી મ.સા.ના સમુદાયના પૂ. આ. શ્રી કીર્તિયશસૂરિજી મ.ની બે વખતની ૩-૩ કલાકની વાચનાઓ મેં સાંભળી. મને તો બહુ સફળ લાગી.” એની સફળતાનો માપદંડ શો?' “કેમ સાહેબ! આમ કહો છો?' એટલા માટે કે એ વાચના સાંભળનારા શ્રોતાઓ પ્રાયઃ તમારા જેવા જ ને? તમારો શાસ્ત્ર- બોધ કેટલો? હોય તો ય તેમાં ઊંડાણ કેટલું? વાચનાની સફળતાનો તમારો માપદંડ શો? શૈલીમાં જરા રોચકતા હોય.. વકતૃત્વકલા હોય.. અને આડંબરપૂર્ણ રજૂઆત હોય એટલે તમને લાગે કે વાચના સફળ..!તમે (તમારા જેવા શ્રોતાઓ) ફિદા.. એટલે એ વાચનાને સફળ માની લઈએ. પણ એમ કંઈ તમારું સર્ટિફિકેટ ન ચાલે. વળી તે કંઈ પ્રમાણભૂત પણ ન ગણાય?” તો પછી કઈ વાસનાને પ્રમાણભૂત ગણવી?” “જે વિષયની વાચના કરવી હોય, તે તેના તલસ્પર્શી વિદ્વાન્ સાથે પહેલાં ચર્ચવી જોઈએ. અને એ ચર્ચામાંથી નિષ્કર્ષ કાટવો પડે. તો જ તે જૈનસંઘ માટે પ્રમાણભૂત ગણાય. વળી એ ચર્ચા માટેના બે ય પક્ષધર વિદ્વાનોની વચ્ચે મધ્યસ્થ નિર્ણાયક ૧૫ Page #21 -------------------------------------------------------------------------- ________________ (જન) પણ હોવા જરૂરી છે.(અલબત્ત.. ભૂતપૂર્વ પી. એલ. વધા જેવા અપ્રમાણિક તો નહિ જ.) તે પછી વાદી, પ્રતિવાદી અને મધ્યસ્થ જજની સહીથી પ્રગટ થયેલું નિવેદન પ્રમાણભૂત ગણાય, જેનો જેન સંઘ સ્વીકાર કરે.” હાજી! વાચના દરમિયાન આ. શ્રી કીર્તિયશસૂરિ મહારાજે જાહેર કર્યું હતું કે હું જાહેરમાં ચર્ચા કરવા પણ તૈયાર છું.” ‘તેમની આ વાત સાંભળીને મને હસવું આવે છે.” “કેમ? સાહેબ ! આમાં હસવા જેવું શું છે?” “કથની અને કરણીમાં ઘણીવાર બહુ ફરક જોવા મળે છે. આ. શ્રી કીર્તિયશસૂરિજીની જ વાત કરું. બે વર્ષ પહેલાં તેઓ પાલિતાણામાં હતા. શ્રી દેવસૂર તપાગચ્છ સમાચારી મુજબની ફાગણ સુદ તેરસ કરતાં એક દિવસ પહેલા તેમની માન્યતા મુજબની તેરસ આવતી હતી. તેની વિશેષ ઉજવણી કરવા માટે તે સમયે તેઓના જાત-જાતના વિધાનો દૈનિકપત્રોમાં પ્રગટ થતાં હતાં.' “હા.. સાહેબ! ત્યારે હું પણ ત્યાં હાજર હતો અને મેં પણ તે વિધાનો વાંચ્યાં હતાં.' “તે સમયે આ. કીર્તિયશસૂરિજીએ આ જ પ્રકારનું જાહેર નિવેદન કરી નાંખ્યું હતું કે કોઈ પણ મંચ ઉપર કોઈ પણ Page #22 -------------------------------------------------------------------------- ________________ આચાર્યની સાથે તિથિ-વિષયક ચર્ચા કરવા તૈયાર છું.’ ‘પછી’ ‘પછી શું? તિથિ વિષયક પરમ વિદ્વાન્ અને ૧૯૯૨થી આજ લગીની તિથિસંબધિત ઘટનાઓના સાક્ષીરૂપ પૂ. આ. દેવ શ્રી નરેન્દ્રસાગરસૂરિશ્વરજી મહારાજે તેઓની આ ‘ ચેલેંજ’ વાંચી અને તરત જ તેને વધાવી લીધી. પ્રામાણિક શરતો સાથે પત્રિકાઓ છપાવીને પોતાના પાંચ યુવા- મુનિઓને શત્રુંજ્યદર્શનમાં મોકલ્યા. આ. શ્રી કીર્તિયશસૂરિજી ત્યાં વિધમાન હતા. તેમને તે પત્રિકા હાથોહાથ આપવામાં આવી. એ માટે કે • બોલો! ચર્ચા ક્યારે ગોઠવવી છે?' ‘ત્યારે તેમણે જવાબ આપવામાં ગલ્લાં તલ્લાં કર્યા અને પાછળથી જાણવા મળ્યું કે તેઓ બપોરે વિહાર કરી ગયા છે.' ખરેખર સાહેબ! આવું બન્યું હતું?' ‘ ૧૦૦ ટકા સાચી વાત. તમારી સમક્ષ કે કોઈની સમક્ષ અમારે ખોટી વાત કરવાનું કારણ શું ભાગ્યશાળી! તમારી સાથે આ જે કાંઈ ચર્ચા કરું છું અને કરીશ, તે સંપૂર્ણ સત્ય છે તેમ સમજી રાખશો તો જ ચર્ચા કરવાની મઝા આવશે.’ * બરોબર છે, સાહેબ!' * ‘અર્થાત્ પાલીતાણાના ઉપર્યુક્ત પ્રસંગ પરથી ફલિત થાય છે કે વિદ્વાન અને પ્રબુદ્ધ વ્યક્તિઓની સાથે ચર્ચા ન Page #23 -------------------------------------------------------------------------- ________________ કરતાં તમારા જેવા અર્ધદગ્ધ અને શાસ્ત્રોનાં અજાણ લોકો આગળ વાચનાઓ ગોઠવીને નિજ-ચહેરા ઉપર હાસ્ય રેલાવતા આ. શ્રી કીર્તિયશસૂરિજી પાસે નૈતિકતા કેટલી છે?' વળી. બીજો પ્રશ્ન.. ચંદનબાળા કે શ્રીપાળનગર જેવા સ્વ-ક્ષેત્રોને જ વાચના માટે કેમ પસંદ કરાય છે? કારણ કે એ એમની “હોમ-પીચ' છે. ત્યાં બીજા સમુદાયના મુનિઓને પ્રવેશ નહિ. તેથી અન્ય પક્ષના મહાત્માઓના યથાર્થ નિરૂપણથી ત્યાંના શ્રોતાઓ અજાણ જ રહે. માત્ર “વન-વે' વિચારો જ સતત સાંભળનારા શ્રોતાઓના મન પણ વન-વે (એક જ બાજુનું) જ વિચારે ને? પેલી કહેવત જાણો છો ને.. બિલ્લી બેઠી બેઠી ચણા ખાય છે.” એક મોટા રાજાને પોતાના વશમાં રાખવા માટે એક સંન્યાસીએ રાજાને ત્યાં જ ધામા નાંખેલા. જેથી રાજા બીજા કોઈ સંન્યાસીના સંપર્કમાં જાય જ નહિ. એ મારો ભક્ત જ બન્યો રહે! એક વાર કારણસર સંન્યાસીને યાત્રાર્થ જવાની. ફરજ પડી, ત્યારે ચિંતા થઈ કે મારી ગેરહાજરીમાં રાજા બીજા સંન્યાસીના સંપર્કમાં જશે તો? મને છોડી દેશે. એ ભયથી જતાં જતાં એ સંન્યાસીએ રાજાને એક સંસ્કૃત વાક્ય આપ્યું અને જણાવ્યું કે કોઈ પણ સંન્યાસી આવે એ સાચા છે કે ખોટા એ જાણવા તમારે આ વાક્ય બતાવવું.. અને જો એનો અર્થ બિલ્લી ૧૮ Page #24 -------------------------------------------------------------------------- ________________ બેઠી બેઠી ચણા ખાય છે' એવો કરે તો એ સંન્યાસીને સાચા માનવા નહિતર જૂઠા. રાજાએ વાત માની. અને જેટલા સંન્યાસી આવ્યા એમાંથી કોઈએ ય ‘ બિલ્લી બેઠી બેઠી ચણા ખાય છે' એવો અર્થ કર્યો જ નહીં.( કેમ કે હકીકતમાં એ વાક્યનો અર્થ એવો થતો જ ન હતો.) એથી બધા જ જૂઠા ઠરવા લાગ્યા. આખરે એક વિશિષ્ટ જ્ઞાની સંન્યાસી આવ્યા. એમણે પોતાના જ્ઞાનમાં પહેલાં સંન્યાસીની ચાલાકી સમજાઈ, અને રાજાને ખૂબીથી જણાવી ત્યારે રાજાએ પહેલાંના એ જૂઠા સંન્યાસીને છોડી દીધા. એવી જ સ્થિતિ અહીં છે. અને ખરેખર તો આમ કર્યા સિવાય તેમનો છૂટકો જ નથી. કારણ કે તેઓ મજબૂર છે. કેમ સાહેબ! એમ કહો છો?’ ‘સાંભળો. તેમનો વર્ગ હવે બહુ ઓછી સંખ્યામાં રહ્યો છે. તેમનો ઘણો મોટો વર્ગ સાચી વાત સમજમાં આવતાં એમની માન્યાતાને છોડી પ્રાચીન માન્યતાવાળા પક્ષ સાથે જતો રહ્યો અને હવે અત્યારનો એમનો નાનો વર્ગ પણ અન્ય મહાત્માઓના પરિચયમાં આવે અને તે છૂટો પડી જાય.. તેમના પક્ષને છોડી દે તો તેમને કેમ પાલવે? આવું ન બને માટે તેમને નિયમો બનાવવા પડ્યાં છે કે અન્ય સમુદાયના સાધુઓને તેમના ઉપાશ્રયોમાં પ્રવેશ કરવા દેવો નહિ. અન્ય સાધુઓ પાસે ભક્તોએ જવું ૧૯ Page #25 -------------------------------------------------------------------------- ________________ નહિ. અન્ય સાધુઓને વંદન ન થાય. તથા તેમને ગોચરી આદિ પણ ન વહોરાવાય, વગેરે.' . - સાહેબ! ગોચરી વહોરાવવાની તેઓ ક્યાં ના પાડે છે?' ‘પોતાના સમુદાય સિવાયના સાધુ-સાધ્વીને અનુકંપાદાન તરીકે વહોરાવાય. સુપાત્રદાનરૂપે (અર્થાત્ ગોચરી વહોરાવવા રૂપે) નહિ, આવું તે તેઓ કહે છે.' *પણ સાહેબ! સુપાત્રદાન કે અનુકંપાદાન.. વાત તો એક જ છે ને?' ‘ ના.. બિલકુલ નહિ. બંનેમાં ઘણો ફરક છે. સુપાત્રદાન નિગ્રન્થ-પંચ મહાવ્રતધારી સાધુ-સાધ્વીજીને હોય, તેમાં ભક્તિ પ્રધાન છે. જ્યારે અનુકંપાદાન ભિખારી, જોગિયા, ફકીર, બાવા, સંન્યાસી આદિને કરાય. તેમાં ભક્તિરૂપે નહિ,દયારૂપે આપવાનું હોય. આ દ્રષ્ટિએ તેઓ વિજયરામચંદ્રસૂરિના સમુદાય સિવાયના સાધુ-સાધ્વીઓને પંચમહાવ્રતધારી નિગ્રન્થ માનીને ગોચરી વહોરાવવાનો નિષેધ કરે છે. આવા વિધાનો પોતાના મતની પોકળતાને અને અન્ય- પ્રત્યેના દ્વેષને પ્રગટ કરે છે.' * સાહેબ! તેમના અન્ય વિધાનોની મને બહુ જાણ નથી. પરંતુ તેમની વાચનાઓમાં રજૂ થયેલા વિધાનો તો મને પોકળ ન લાગ્યા. એમાં મને સચોટતા દેખાઈ..’ ‘ભાઈ! તમને ખબર છે કે સોના કરતાં ય પિત્તળનો ૨૦ Page #26 -------------------------------------------------------------------------- ________________ ચળકાટ વધુ હોય છે.” તો શુ આપ અહીં પણ એમ જ કહેવા માંગો છો?” હા, ચોક્કસ, તમે તેમની વાચનાઓના મુદાઓ નોંધ્યા હોય તો મને જણાવો. તો તમને તેની પોકળતાઓ હું બતાવી શકું.” મુખ્ય મુદ્દા મેં ચાર નોંધ્યા છે. તે આ પ્રમાણે છે.” (૧) વિ.સં. ૧૯૯૨ પહેલાં પણ પર્વ-તિથિઓની ક્ષયવૃદ્ધિ થતી હતી. પૂ. આ. શ્રી વિજય રામચંદ્રસૂરિજી મહારાજે આ નવો મુદો ઉભો કર્યો હતો, એવું નથી. (૨) શ્રી કલ્પસૂત્ર મહાશાસ્ત્રમાં પણ બે ચૌદશનું વિધાન (3) ઉદયાત્ તિથિ ન માનવાથી મિથ્યાત્વ આદિ ચાર મહાદોષો લાગે. (૪) પૂજ્ય સાગરજી મ.ના ગુરુ પૂજ્ય મુનિશ્રી ઝવેર સાગરજી મ.નો એક પત્ર એમની પાસે છે. એમાં પૂ.ઝવેરસાગરજી મ. જે પર્વતિથિનો ક્ષય માન્યો છે. આ સિવાય પણ કંઈ મુદ્દાઓ હતા.. પણ મહત્ત્વનો તો આ ચાર મુદ્દાઓ જ છે.” ભાગ્યશાળી ! આ ચારે ય મુદ્દાઓના વિસ્તાર જવાબો એક કરતાં વધુ વાર અમારા વડીલો દ્વારી અપાઈ જ ચૂક્યા છે, તેથી તેમના મુદ્દાઓનું નિરાકરણ થઈ જ ગયું છે. છતાં આ Page #27 -------------------------------------------------------------------------- ________________ આચાર્યો આ ને આ જ મુદાઓ તમારા જેવા અજાણ શ્રોતાઓ સમક્ષ રજૂ કરીને પોતાનો ક્કકો ખરો કરવા માંગે છે, અને તમને પ્રભાવિત કરવા માંગે છે. તેમની આ ધૃષ્ટતા ખરેખર આશ્ચર્ય સહિત ખેદ પણ ઉપજાવનારી છે.' “તો સાહેબ! એ મુદાઓનું નિરાકરણ માટે પણ હવે તો જાણવું જ છે.' “તો ભાગ્યશાળી! સાંભળો. વિ.સં. ૧૯૯૨ પૂર્વે પણ પર્વ તિથિની ક્ષય-વૃદ્ધિ થતી હતી, એ વાતના સમર્થનમાં મારા ખ્યાલ પ્રમાણે ૧૯૪૫ના પંચાંગના પાના તેમણે રજૂ કર્યા હશે.” “બરોબર! સાહેબ! આપની વાત સાચી છે.' તો એ પંચાંગનું મુખપૃષ્ઠ (ટાઈટલ) તમે જોયેલું? તેના મુખપૃષ્ઠ ઉપર સમ્પાદકે જણાવ્યું છે કે આ પંચાંગ લોંકામત માટે પ્રગટ કરાય છે. તો આપણે લોંકામતના છીએ કે તપાગચ્છના?' સાહેબ! આપણે તો તપાગચ્છના છીએ.” “તો તે આચાર્યશ્રીએ લોંફામત માટેનું પંચાંગ શા માટે બતાવ્યું? તેઓ શું લોંકામતના છે* જો તેઓ તપાગચ્છના છે તો પછી પોતાની માન્યતાના સમર્થનમાં લૉકામતીય પંચાંગ શા. માટે રજૂ કર્યું? લકામત પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ માને જ છે. તપાગચ્છ માનતો નથી. અગર જો તેઓ તપાગચ્છની માન્યતાનું ૨૨ Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯૨ પહેલાનું પંચાંગ, જેમાં પર્વ-તિથિની ક્ષયવૃદ્ધિ સ્વીકૃત હોય, તે બતાવે તો ખરા કહેવાય.” “પણ સાહેબ! એ પંચાંગ પૂ. આત્મારામજી મહારાજની પ્રેરણાથી છપાયું છે. અને પૂ. આત્મારામજી મ.તો તપાગચ્છના જ હતા ને?' ‘એનો મતલબ એ કે પૂ. આત્મારામજી મ. પણ પર્વતિથિની ક્ષયવૃદ્ધિ માનતા અને કરતા હતા.. એમ જ ને?' હા ! સાહેબ! તેઓનું તો એમ જ કહેવું છે.” ‘મહાનુભાવ! વિ. સં. ૧૯૫૨નો કિસ્સો સમજશો એટલે ઉપરની શંકાનું પણ નિરાકરણ થઈ જશે. તે સમયે ભરૂચના સુશ્રાવક અનુપચંદ મુલકચંદે પૂ. શ્રી આત્મારામજી મ.સા.ને પ્રશ્ન પૂછાવ્યો કે આ વખતે આપણા એટલે જે પંચાંગને સંસ્કારિતા કરીને આપણું પંચાંગ બનાવીએ છીએ, તે પંચાંગમાં ભા. સુ. પનો ક્ષય આવ્યો છે, તો આપણે શું કરવું?' “તેના જવાબમાં પૂ. શ્રી આત્મારામજી મહારાજે જણાવ્યું કે વાત સાચી છે. પાંચમનો ક્ષય આવે છે, પણ પાંચમનો ક્ષય થાય નહિ. એના પૂર્વે ચોથ આવે છે. તે તો મહાપર્વતિથિ છે, તેનો પણ ક્ષય થાય નહિ. માટે આ એક વર્ષ પૂરતું આપણે લાહોર પંચાંગને માન્ય કરીએ. કેમ કે તેમાં પાંચમનો નહિ, પણ છઠનો ક્ષય છે. એટલે આપણને કોઈ બાધ નહિ આવે.” ૨૩ Page #29 -------------------------------------------------------------------------- ________________ આ પ્રસંગ જ એમ સિદ્ધ કરે છે તે, જો પૂ. શ્રી આત્મારામજી મહારાજ ને પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ કબૂલ હોય તો તેઓશ્રી લાહોર-પંચાંગને સ્વીકારવાની વાત શા માટે કરત?” આ પ્રસંગ જ પૂ. શ્રી આત્મારામજી મ.સા. પર્વતિથિની ક્ષયવૃદ્ધિને સ્વીકારતા ન હતા તેમ સિદ્ધ કરે છે. “સાહેબ! આ રીતની ઘટના બની હોય તે તો આપની વાત બિલકુલ સત્ય જણાય છે.” “આ ઉપર્યુક્ત મારું કથન સંક્ષેપમાં છે. બાકી આ અંગેની વિસ્તૃત અને સચોટ જાણકારી મેળવવા માટે પર્વતિથિ નિર્ણય' અને “સંવત્સરી-શતાબ્દિગ્રંથ' જોવા જેવા છે.' સાહેબ ! આજથી છસો-સાતસો વર્ષ પહેલાંના આપણા મહાપુરુષોએ પણ પોતાની કૃતિઓમાં પર્વતિથિની ક્ષયવૃદ્ધિ જણાવી છે, તેનો જવાબ શો છે?' “ભાગ્યશાળી! પંચાંગ બે પ્રકારનાં. લૌકિક (ગણિત) અને લોકોત્તર (આરાધના) લૌકિક પંચાંગમાં પર્વતિથિની ક્ષયવૃદ્ધિ આવે, પણ લોકોત્તર પંચાંગમાં ન આવે. લૌકિક કાર્યો કરવા માટે લૌકિક પંચાંગનો ઉપયોગ થતો હતો અને થાય છે. માટે તથા પ્રકારની કૃતિઓની રચનાઓમાં અને શિલાલેખો વગેરેમાં પર્વતિથિની ક્ષય- વૃદ્ધિની વાત જોવા મળે તે સહજ છે, પરંતુ જ્યારે આરાધનાનો સવાલ આવે ત્યારે લોકોત્તર ૪ Page #30 -------------------------------------------------------------------------- ________________ પંચાંગનો જ આશ્રય લેવો પડે. કેમ કે આરાધના એ લોકોત્તર છે અને લોકોત્તર પંચાંગમાં પર્વતિથિની ક્ષયવૃદ્ધિ જોવા મળતી નથી.” “ટૂંકમાં.. તમારી સમક્ષ જેટલાં પ્રમાણ તે આચાર્યશ્રીએ ટાંક્યાં છે, એ બધાં લૌકિક પંચાંગના છે, લોકોત્તર પંચાંગના નહિ, જિનશાસનની આરાધના એ તો લોકોત્તર માર્ગ છે, તેથી એને માટે તો લોકોત્તર પંચાંગ જ ચાલે.. તેના બદલે આવા લોક્કિ પંચાંગની રજૂઆત કરીને લોકોને ભ્રમણામાં નાંખવાનું અપકૃત્ય આ આચાર્યો કેમ કરતાં હશે?' વિ.સં. ૧૯૪૮નું પંચાંગ આજે પણ મળે છે, એમાં ક્યાંય પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ જણાવાઈ નથી. આ બધી બાબતો પરથી એ ફલિત થાય છે કે વિ.સં. ૧૯૯૨ પહેલાં ક્યારેય પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ કરવામાં આવતી જ ન હતી. તેની અમંગલ શરૂઆત ૧૯૯૨થી જ (હા..ચોક્કસપણે) કરવામાં આવેલી છે.” ‘સાહેબ! હવે બીજો મુદો. આપણા કલ્પસૂત્ર શાસ્ત્રમાં બે ચૌદશની વાત આવે છે, એનો જવાબ શો છે?” “તેનો જવાબ પણ સાંભળો મૂળ કલ્પસૂત્ર ગ્રંથમાં તો નહિ, પરંતુ ટીકામાં આ વાત છે. તે પણ ક્યા સંજોગોમાં રજૂ કરાઈ છે, એ વાત સમજી લેવી જોઈએ.' 'કલ્પસૂત્ર શાસ્ત્રની “સુબોધિકા' નામની ટીકા છે. તેના ૨૫ Page #31 -------------------------------------------------------------------------- ________________ રચયિતા પૂ. ઉપા. શ્રી વિનય વિજયજી મ.સા. છે. તેમાં એમણે ખરતર ગચ્છની સામે ચર્ચા ઉપાડી છે. એ ચર્ચામાં આ પ્રમાણે વાક્ય છે કે, ભાદ્રપ‰ો પ્રથમ ભાદ્રપોપિ અપ્રમામેવ, यथा चतुर्दशीवृद्धौ प्रथमां चतुर्दशीमवगण्य द्वितीयायां चतुर्दश्यां पाक्षिककृत्यं क्रियते तथा अत्राऽपि ॥' ‘ગુજરાતી અર્થ: બે ભાદરવા મહિના આવે, ત્યારે પ્રથમ ભાદરવો અપ્રમાણ જ હોય છે, કેમ કે જેમ બે ચૌદશ આવતા પ્રથમ ચૌદશ અવગણીને બીજી ચૌદશે પાક્ષિક- કૃત્ય આચરીએ છીએ, તેમ અહીં પણ માનવું.’ ‘ગુજરાતી અર્થ: બે ભાદરવા મહિના આવે, ત્યારે પ્રથમ ભાદરવો અપ્રમાણ જ હોય છે, કેમ કે જેમ બે ચૌદશ આવતા પ્રથમ ચૌદશ અવગણીને બીજી ચૌદશે પાક્ષિક-કૃત્ય આચરીએ છીએ, તેમ અહીં પણ માનવું.’ ‘હા.. સાહેબ ! આ જ વાત આચાર્યશ્રી કીર્તિયશસૂરિજીએ તેમની વાચનામાં રજૂ કરી હતી.' ‘એનો ખુલાસો પણ સાંભળો ! જ્યારે સામેપ્રતિવાદી તરીકે ખરતરગચ્છ છે, અને એને જ્યારે, બે ભાદરવા મહિનાઓમાં બીજો ભાદરવો જ માન્ય ગણાય તે વાત સમજાવવી છે, ત્યારે તેમને સ્વીકૃત માન્યતાનું જ ઉદાહરણ અપાયને? ખરતરગચ્છવાળા બે ચૌદશ માને છે, માટે બે ચૌદશનું ઉદાહરણ ૨૬ Page #32 -------------------------------------------------------------------------- ________________ લઈને એમને સમજાવવાનો ત્યાં (કલ્પસૂત્રમાં) પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ માત્ર ઉદાહરણ રૂપે બે ચૌદશની વાત લેવામાં આવી છે. એટલા માત્રથી, “પૂ. ઉપા. શ્રી વિનયવિજયજી મ. પણ બે ચૌદશ માનતા હતા.” તેમ શી રીતે મનાય?' અને આ માન્યતા પૂજ્ય મહોપાધ્યાય શ્રી વિનયવિજયજી મ.ને માન્ય ન હતી. એથી જ તેઓશ્રીએ ઉપરની વાત જણાવતાં afશવાદ' વાક્યનો પ્રયોગ કર્યો છે. આ “શ્ચલા' નો ગુજરાતી અર્થ “કો' કે આવું કહે છે” એવો થાય છે. એથી સ્પષ્ટ છે કે બે- ચૌદશની વાત પણ ઉપાધ્યાયજી મ.ની પોતાની નથી, પરંતુ કો'કની છે, એમ તેઓ સ્વયં નિર્દિષ્ટ કરે છે. આ જ રીતે જ્યારે, સામે પ્રતિવાદી રૂપે ખરતરગચ્છ છે, ત્યારે તેને સાચી વસ્તુસ્થિતિ જણાવવા માટે, તેમની માન્યતાવાળું બે ચૌદશનું દ્રષ્ટાંત અપાય, તો તેથી કાંઈ પૂ. ઉપા. શ્રી વિનયવિજયજી મ.પણ “બે ચૌદશ” સ્વીકારે છે તેમ સાબિત ના જ થાય.' પણ, સાહેબ! ઉપાધ્યાયજી વિનયવિજયજી મ. બે ચૌદશ ન' તા માનતા એનો કોઈ સચોટ પુરાવો ખરો?' હા, ભાગ્યશાલી ! એનો પુરાવો એ કે પૂ. ઉપાધ્યાયજી મ.ના શિષ્યરત્ન પૂ. શ્રી રૂપવિજયજી મહારાજે પાક્ષિક વિચાર” નામક ગ્રંથ લખ્યો છે. તેમાં ‘પર્વતિથિની ક્ષય વૃદ્ધિ ન થાય' એ Page #33 -------------------------------------------------------------------------- ________________ વાત સ્પષ્ટ રીતે જણાવી છે.” આ રહ્યા એમના મૂલભૂત શબ્દો (વિ.સં. ૧૭૯૨માં એટલે કે બસો ત્રેસઠ વર્ષ પૂર્વ લખાએલા.) यदि च तासु पर्वतिथिसु वृद्धि-हानि तदा किं कार्यम् ? तदेवाह प्रथमतो जैनागमानुसारेण एकापि पर्वतिथि: न हीयते न च वर्द्धते लौकिकाभिप्रायेण यदा आयाति तदापि गीतार्थास्तदभिप्रायं त्यक्त्वा स्वागमानुसारेण पर्वतिथेवृद्धिक्षयंच न कुर्वति कथं ? 'क्षये पूर्वा तिथि: कार्या, वृद्धो कार्या तथोत्तरा इति वचनात्।' “ગુજરાતી અર્થ :- જે તે પર્વતિથિઓમાં વૃદ્ધિ કે ક્ષય (હોય તો શું કરવું? ત્યારે જણાવે છે કે પહેલાં તો જૈન આગમને અનુસાર એક પણ પર્વતિથિ નથી તો ક્ષય પામતી કે નથી વૃદ્ધિ પામતી,(પરંતુ, જો લૌક્કિ (પંચાંગ)ના અભિપ્રાયથી (ક્ષયવૃદ્ધિ) આવે તો પણ ગીતાર્થો તેઓના અભિપ્રાયને છોડીને પોતાના આગમને અનુસાર પર્વતિથિનો ક્ષય ને વૃદ્ધિ નથી કરતાં કેમ કે ક્ષયે પૂર્વી તિથિઃ જાય વૃદ્ધી જાય તો એવું વચન છે માટે.” એ ગ્રંથમાં મુખ્ય આટલી વાત રજૂ કરીને આગળ આ જ વાતને બહુ જ વિસ્તારથી સ્પષ્ટરૂપે સમજાવી છે. હવે વાત આ છે તો પૂ. આ. શ્રી વિજયરામદ્રજી મ.ના Page #34 -------------------------------------------------------------------------- ________________ મતાનુયાયીઓ “પૂ. શ્રી વિનયવિજયજી મ.ને પર્વતિથિની ક્ષયવૃદ્ધિની માન્યતાવાળા' તરીકે સ્વીકારશે તો તેમના આ શિષ્ય પૂ. શ્રી રૂપવિજયજી મ. ને માટે શું કહેશે? ટૂંકમાં, કલ્પસૂત્ર ગ્રંથના નામે પર્વ-તિથિની ક્ષય-વૃદ્ધિની માન્યતાને સાચી ઠેરવવાનો પ્રયાસ એ અબુઝ લોકોને ઠગવાનો ધંધો છે.” “સાહેબ! આ મુદ્દાનું પણ આપે સારી રીતે નિરાકરણ કર્યું. હવે ત્રીજી વાતઃ આ શ્રી કીર્તિયશસૂરિજી એ આ એક શ્લોક રજૂ કર્યો હતો.' __ 'उदयम्मि जा तिहि सा पमाणमिअरीई कीरमाणीए। आणाभंगणवत्था- मिच्छत विराहणं पावे।' ' અર્થા- “સૂર્યોદય વખતે જે તિથિ હોય તે તિથિ માનવી. તેનાથી બીજી તિથિ માનવાથી આજ્ઞાભંગ, અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધના, આ ચાર દોષ લાગે, તો આ પ્રશ્નનો જવાબ શો?' “મહાનુભાવ! આ શ્લોક પૂ. આ. શ્રી રત્નશેખરસૂરિજી મ.સા. એ “શ્રાદ્ધ-દિન કૃત્ય” ગ્રંથમાં જણાવ્યો છે. અને આ વાક્ય એ સાર્વજનિક વાક્ય છે- સામાન્ય વાક્ય છે. આનું અપવાદવાક્ય પણ છે. અને એ આ પ્રમાણે છે. 'क्षये पूर्वा तिथि: कार्या, वृद्धौ कार्या तथोत्तरा!' અર્થ - પર્વતિથિનો ક્ષય આવે ત્યારે પૂર્વની તિથિને ૨૯ Page #35 -------------------------------------------------------------------------- ________________ પર્વતિથિ કરવી. પર્વતિથિની વૃદ્ધિ આવે ત્યારે બીજી તિથિને પર્વતિથિ માનવી. કહેવાનો આશય એ છે કે, સર્વસામાન્ય વાત એ જ છે કે, સૂર્યોદય વખતે જે તિથિ હોય તે તિથિને માન્ય. કરવી. પરંતુ એમાં જો પર્વતિથિ ઊડી જતી હોય.. પર્વતિથિનો ક્ષય આવતો હોય તે પર્વતિથિનો ક્ષય ન કરતાં એની આગળની અપર્વતિથિનો ક્ષય કરવો. અને એક જ પર્વતિથિ બે સૂર્યોદય વખતે હાજર હોય તો બીજા સૂર્યોદય વખતની તિથિને માન્ય કરવી. આ વાત ઉદાહરણથી સ્પષ્ટ કરીએ. જેમ કે.. લૌકિક પંચાંગમાં: સોમવારે સૂર્યોદય વખતે સાતમ છે. અને મંગળવારે સૂર્યોદય વખતે નોમ આવી જાય છે. - અહીં આઠમ બે સૂર્યોદય વચ્ચે ઢંકાઈ જાય છે. એની બદલે આઠમ માનવી અને સાતમનો ક્ષય કરી નાંખવો. એ જ રીતે પર્વતિથિની વૃદ્ધિમાં જોઈએ. સોમવારે સૂર્યોદય વખતે સાતમ છે. મંગળવારે સૂર્યોદય વખતે આઠમ છે. અને બુધવારે સૂર્યોદય વખતે પણ આઠમ છે.તો અહીં શું કરવું? બે આઠમ તો મનાય નહિ, એટલે મંગળવારની આઠમે બીજી સાતમ માનવી. અને બુધવારે આઠમ કરવી. આવું કરવાનું જણાવ્યું કોણે? ખબર છે ને? ૩૦. Page #36 -------------------------------------------------------------------------- ________________ દશપૂર્વધર શ્રુતકેવલી પૂ. શ્રી ઉમાસ્વાતિજી મહારાજે! એટલે પ્રથમ જણાવ્યો તે શ્લોક સાર્વજનિક વિધાન છે. અને બીજો શ્લોક એ અપવાદ રૂપ વિધાન છે. માટે પર્વતિથિની ક્ષયવૃદ્ધિના પ્રસંગે સાર્વજનિક વિધાનને બદલે અપવાદ વિધાનને જ મહત્ત્વ અપાય તે યુક્તિ યુક્ત છે. ક્રિકેટની રમતમાં સાર્વજનિક નિયમ છે કે પ્લેયરે બોલને ફટકો માર્યો અને એ બોલ ‘ કેચ’ થઈ જાય તો પ્લેયર આઉટ ગણાય. પરંતુ આનો અપવાદ-નિયમ એ છે કે ફટકો મારેલો બોલ જો ટપ્પી ખાઈને ઉછળે અને પછી ‘ કેચ’ થાય તો પ્લેયર આઉટ ન ગણાય. હવે ક્યાંક ટપ્પી ખાઇને બોલ ‘કેચ' થયો હોય છતાં ‘ આઉટ આઉટ' ના બૂમબરાડા પાડવામાં આવે તેથી કાંઈ અમ્પાયર પ્લેયરને ‘ આઉટ' જાહેર નથી કરતો. એટલે અત્યંત સ્પષ્ટ છે કે ઉદયસ્મિનો નિયમ અપર્વતિથિ માટે સાર્વજનિક નિયમ છે. અને ક્ષયે પૂર્વા, નિયમ પર્વતિથિ માટે આપવાદિક નિયમ છે. અને છતાં જો માત્ર ઉદયમ્મિનો સાર્વજનિક નિયમ જ સર્વત્ર માનવનો હોય તો વિ.સં. ૧૯૯૨ પૂર્વે જેટલા પણ મહાપુરુષો થઇ ગયા તે બધાએ પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ નથી કરી. તેથી તેવા પૂ.આ. આત્મારામજી મ.સા., પૂ. શ્રી વીરવિજયજી મ. તથા પૂ.આ. શ્રી દાનસૂરિ મ.સા. વગેરે પૂર્વના મહાપુરુષોને પણ પેલા ૩૧ Page #37 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વાદિ ચાર દોષ લાગી જ ગયા. તો પછી મિથ્યાત્વી એવા તે મહાપુરુષોને તમારાથી વંદન નહિ થાય. કેમકે તમે તો શુદ્ધ સમ્યક્ત્વધારી (?) છોને ?'' 't “હા. સાહેબ ! તે લોકો તો મિથ્યાત્વી સાધુને વન્દન કરવાથી પાપ લાગે, તેમ સ્પષ્ટ કહે છે.'' ‘‘તો પછી પોતાના પૂર્વ મહાપુરુષોને તેઓ વંદનીય નહિ ગણે ને ? અરે ! પૂ. આ. શ્રી વિજયરામચન્દ્રસૂરિજી મહારાજે પણ વિ.સં. ૧૯૯૨ સુધી ઉદયેમિ.ના નિયમ મુજબ નથી વર્ત્યા તો તેઓ પણ મિથ્યાત્વી થઇ ગયા ને ? તો તેમને પણ વંદન શી રીતે કરી શકાય ?'' ‘ શાસ્ત્ર તો ત્યાં સુધી કહે છે કે પોતાના ગુરુનું મિથ્યાત્વ શિષ્યની નજરમાં સ્પષ્ટ થઇ જાય તો પછી તેવા ગુરુને પણ છોડી જ દેવા જોઇએ. તો શું લોકો પોતાના ગુરુને છોડવા તૈયાર છે ?'' ין 'સાહેબ ! એમણે પાછળથી પ્રાયશ્ચિત કરી લીધું હશે t : “ હા... તો જરૂર વંદન થાય. પણ એ પ્રાયશ્ચિત તેમણે ક્યાં, ક્યારે અને કોની પાસે કર્યું. તેની ખબર હોય તો તેની તેઓએ સ્પષ્ટતા કરવી જોઈએ. વળી આગળ વધતાં આજના આચાર્યશ્રી ૩૨ Page #38 -------------------------------------------------------------------------- ________________ કીર્તિયશસૂરિજીની બાબતમાં ય વિચારવું પડશે. કેમ કે વિ.સં. ૧૯૯૨થી પર્વતિથિની ક્ષય-વૃદ્ધિના સિદ્ધાન્ત દ્વારા તેમને સમ્યકત્વ મળ્યું. વળી, વિ.સં. ૨૦૨૦ થી ૨૦૪૨ સુધી પર્વતિથિની ક્ષય-વૃદ્ધિના સિદ્ધાંતને છોડવા દ્વારા તેમણે પુન: મિથ્યાત્વ પકડયું. તો તેમણે આ મિથ્યાત્વના પ્રાયશ્ચિત્ત દ્વારા શુદ્ધિ કરી છે ખરી ? અગર નથી કરી તો એમને ય વન્દન શી રીતે થઇ શકે ? અગર ન થાય તો વ્યાખ્યાનમાં તેઓની જાહેરમાં કહેવાની નૈતિક ફરજ બની જાય છે કે “અમને વંદન ન કરશો.” કેમ કે અમો મિથ્યાત્વી છીએ ! સાહેબ ! આપશ્રીની વાત બહુ જ વ્યાજબી લાગે છે ! સાહેબ ! હવે ચોથા મુદાનો ખુલાસો રહ્યો... કે પૂજ્ય સાગરજી મ.ના ગુરુદેવ પૂજ્ય મુનિ શ્રી ઝવેર સાગરજી મ.ના પત્રમાં તેઓએ એકમ દૂજ ભેલી કરણી' એમ કહી બીજ પર્વતિથિના ક્ષયની વાત કરી છે એનું શું ?' મહાનુભવ ! મને કહેવાનું મન થઇ જાય છે કે એ લોકો પોતાના કક્કાને ખરો જણાવવા માટે કેવી હોંશીયારી મારે છે અને કેવી માયાભરી ભ્રમજાળ ફેલાવે છે ? ભાગ્યશાળી ! વાત ખરેખર એમ છે કે લૌકિક પંચાંગમાં બીજનો ક્ષય હતો તે વખતે પૂજ્ય ઝવેર સાગરજી મહારાજે પૂજ્ય આત્મારામજી મહારાજને પૂછાવેલ કે “આ વખતે બીજનું : Page #39 -------------------------------------------------------------------------- ________________ કાર્ય તમે ક્યારે કરવાના ? ત્યારે આત્મારામજી મ. વતી પૂ. વીર વિજયજીએ પત્રમાં લખેલ કે ‘એકદમ દૂજ ભેલી કરણી’ એટલે પૂજ્ય ઝવેર સાગરજી મહારાજે પોતાના પત્રમાં પૂ. વીર વિજયજી મ.ની વાત દોહરાવી છે. નહિ કે ‘એકદમ જ ભેલી કરણી' વાત પર પોતાની માન્યતાનો સિક્કો માર્યો છે. એટલે કે વાત પૂ. આત્મારામજી મ. તરફથી આવી છે. પૂ. ઝવેર સાગરજી મ.ની પોતાની નહિ ! 'ઓહ ! આવી વાત છે ?' ‘હા; પણ એ લોકો કેવી લપેટમાં લે છે જોયું ને ?’ ‘સાહેબ ! બહુ ખરાબ કહેવાય.... પણ સાહેબ ! આપે તો આગળ જણાવ્યું કે પૂ. આત્મારામજી મ. પર્વતિથિની ક્ષયવૃદ્ધિ ન’તા માનતા તો પછી અહીં કેમ આમ જણાવ્યું હશે ?' એ એક કોયડો જરૂર છે પરંતુ પર્વતિથિની ક્ષયવૃદ્ધિ ન થાય (આપણે આગળ લૌકિક-લોકોત્તર પંચાંગના વિષયમાં વિચારી ગયા તે ) એ બાબતમાં પૂજ્ય આત્મારામજી મ.નો પોતાનો સ્વહસ્તે અપાયેલો અભિપ્રાય છે. અને આ બીજી બાબતમાં પૂ. ઝવેરસાગરજી મ.ના પત્રમાં જણાવેલી વાત વાચા વાયા આવી છે એટલે વેલીડ તો ઉપરની પ્રથમ વાત જ ગણાય ને ? ‘બિલકુલ સાહેબ!' t t “ ભાગ્યશાળી ! હવે ખ્યાલ આવી ગયો ને કે એમણે ૩. Page #40 -------------------------------------------------------------------------- ________________ જણાવેલ મુદ્દાઓ કેવા પોકળ છે ?' “ સાહેબ ! આજે અમારા ભ્રમનો ભાંગીને ભૂક્કો થઇ ગયો.'' ‘ભાગ્યશાળી ! અહીં તો આપણે પર્વતિથિની ક્ષયવૃદ્ધિ થઇ ન શકે. એટલું જ વિચાર્યું પરંતુ પર્વતિથિની ક્ષયવૃદ્ધિ માનવાથી તેઓને પણ કેટલી મુશ્કેલી પડે છે, એ પણ જાણવા જેવું છે.’’ “ધારો કે તેમના મતાનુયાયી કોઇ શ્રાવકને નિયમ છે કે મારે ત્રણે ચોમાસી ચૌદશનો છઠ્ઠ કરવો. હવે જો કા. સુ. ૧૫ની વૃદ્ધિ આવી તો એ શ્રાવક છઠ્ઠ ક્યારે કરશે ? “ જો ચૌદશ અને પહેલી પૂનમ - એમ બે ઉપવાસ (છટ્ઠ) કરે તો જે બીજી પૂનમ છે - તે દિવસે શું કરશે ? પારણું ? તો ફલ્ગુ (ખાલી) પૂનમે ઉપવાસ અને સાચી પૂનમે પારણું ? આ મગજમાં બેસે તેવી વાત છે ? જો બન્ને પૂનમે ઉપવાસ (છટ્ઠ) કરે તો ચોમાસી ચૌદશના પવિત્ર દિવસે શું કરશે ? અત્તરપારણું ? આ પણ ઉચિત નથી. છે આનું કોઇ સમાધાન એમની પાસે ?'' “સાહેબ ! આ વાત તો વાચનામાં તેમણે કરી જ નથી....' 33 t “ ભાગ્યશાળી ! બીજો એક મુદ્દો એ કે ધારો કે કાર્તિક ૩૫ Page #41 -------------------------------------------------------------------------- ________________ સુદ પૂનમનો ક્ષય આવ્યો. તો તેઓ ચોમાસી પ્રતિક્રમણ ક્યારે કરશે ? અને સિદ્ધગિરિની યાત્રા ક્યારે કરશે ? પૂનમનો તો ક્ષય છે એટલે પૂનમનું કાર્ય આગળના દિવસે અર્થાત્ ચોમાસી ચૌદશના દિવસે કરશે- તો ચૌદશનું કાર્ય ક્યારે કરશે ? એને કાંઇ, તેના ય આગળના દિવસે અર્થાત્ તેરસે લઇ ન જવાય. કેમ કે ચૌમાસી ચૌદશનો કાંઇ ક્ષય નથી. “એટલે એમણે ચૌમાસી ચૌદશ અને પૂનમ બન્ને દિવસનું કાર્ય એક જ દિવસે કરવું પડશે. કાર્તિક સુદ ચૌદશના સવારે પૂનમના કર્તવ્ય સ્વરૂપ શ્રી સિદ્ધગિરિજીની યાત્રા, અને વિહાર ખુલ્લો થવાથી ચાતુર્માસ પરિવર્તનનું કાર્ય સવારે કરવું પડશે. અને ચૌમાસી ચૌદશના દેવવંદન બપોરે અને ચોમાસી પ્રતિક્રમણનું કાર્ય સાંજે કરવું પડશે. “ આ તે કેવી મુશીબત ? સવારે પૂનમ અને સાંજે ચૌદશ. અર્થાત્ પહેલાં પૂનમ અને પછી ચૌદશ માનવાની સ્થિતિ ઊભી થઇ. આ તે કેવી વિચિત્ર ? પહેલાં પૂનમ હોય કે પહેલાં ચૌદશ ? "" rr “ અને આમ માનવાથી આવા પવિત્ર દિવસે ચતુર્વિધસંઘ સમક્ષ સમૂહમાં મૃષાવાદ આચરવાનો મહાદોષ પણ લાગે એ વધારામાં !'' “ એ શી રીતે સાહેબ !'' ૩૬ Page #42 -------------------------------------------------------------------------- ________________ “કાર્તિક સુદ ચૌદશના સાંજે સાધુઓ દ્વારા શ્રીસંઘને એ સૂચનાઓ અપાય છે. એ મુજબ તેઓ ( તે પક્ષના સાધુઓ ) કહેશે કે “ આવતીકાલથી સિદ્ધગિરિજીની યાત્રા ખુલ્લી થાય છે. વળી આવતીકાલથી વિહાર, જે બંધ હતો, તે ખુલ્લો થાય છે.'’ “અરે ભાઇ ! યાત્રા તો તમે સવારે જ ખુલ્લી કરી દીધી છે. (પૂનમનો ક્ષય માનવાથી તેનું કાર્ય ચૌદશે તમે કર્યું તે હિસાબે.) પછી ‘‘ ફાલથી સિદ્ધગિરિની યાત્રા ખુલ્લી થાય છે.'' આવું કથન મૃષાવાદ નહિ તો બીજું શું ગણાય ? “ આવા અનિષ્ટો ન આવવા દેવા માટે જ આપણા પૂર્વમહાપુરુષોએ પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ કરવાની વાત જ અમાન્ય કરી છે. ન રહે બાંસ... ન બજે બાંસુરી.’’ “પણ સાહેબ ! એ લોકો તો ચોમાસામાં યાત્રા થાય એમ જણાવે છે. એનું શું ? t ‘તમે સમજ્યા નહિ ! એક જૂઠ બીજા અનેક જૂઠને પેદા કરી આપે; જેમ દિગમ્બરોએ સાધુ નગ્ન હોય તો જ મોક્ષ થાય એમ સ્વીકાર્યું એટલે એ ભૂલની પાછળ બીજી ભૂલ ઊભી કરવી પડી કે સ્ત્રીઓનો મોક્ષ થાય જ નહિ. કારણ કે સ્ત્રી સાધવી બને તો તે પૂર્ણ નગ્ન તો રહી જ ન શકે. તેથી ‘‘તેઓનો મોક્ષ ન થાય’’ તેમ કહેવું પડયું. બિચારી સ્ત્રીઓનું મોક્ષ જ 36 Page #43 -------------------------------------------------------------------------- ________________ ઉડાવી દીધું. “એમ અહીં પર્વતિથિની ક્ષયવૃદ્ધિ માનવાની ભૂલના કારણે સિદ્ધિગિરિજીની યાત્રા ચોમાસામાં થાય એવો મહાદોષ પણ વહોરવો પડયો. અન્યથા ઉપર મુજબની આપત્તિ ઊભી જ રહે છે. જો ચોમાસામાં સિદ્ધિગિરિજીની યાત્રા થાય એ વાત તેઓને માન્ય હોય તો પૂ. પાદ સચ્ચારિત્ર્યચૂડામણિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા. અને એ મતના પ્રખર પુરસ્કર્તા આચાર્યદેવ શ્રી વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મ. એ પણ ચોમાસામાં સિદ્ધિગિરિજીની યાત્રા કેમ નથી કરી ?'' tr “ વળી... પર્વતિથિની ક્ષયવૃદ્ધિ માનવમાં બીજો પણ એક દોષ છે. ધારો કે કોઈ શ્રાવકને નિયમ છે કે મહિનામાં બાર પર્વતિથિએ બાર આયંબિલ, બ્રહ્મચર્ય આદિ વ્રત-આરાધના કરવી. હવે સમજો કે તેઓના મતે બારમાંથી કોઇ પણ એક પર્વતિથિની વૃદ્ધિ આવી તો શ્રાવક (પ્રાયઃ) તો તેર દિવસ વ્રતપાલન આદિ આરાધના નહિ કરે. કારણ કે પર્વતિથિમાં પ્રથમ તિથિ (પર્વતિથિની વૃદ્ધિ સમયે ) તો તેઓ ‘ ફલ્ગુ’ માને છે. એટલે કે પર્વતિથિ તરીકે માનતા જ નથી. તેથી તે દિવસે આરાધના નહિ કરે. એટલે ત્યાં બારના બદલે તેર દિવસ આરાધના નહિ કરે. પણ સમજો કે એક મહિનામાં પૂનમ કે ૩. Page #44 -------------------------------------------------------------------------- ________________ અમાવાસ્યાનો ક્ષય આવ્યો તો તે મહિનામાં પર્વતિથિ બારના બદલે અગિયાર દિવસ જ કરશે ને ? તો જિનશાસનનું ગણિત આરાધના વધારે કે ઘટાડે ? અહીં એ લોકોના મત અનુસારે આરાધના ઘટી કે વધી. ઘટી જ વળી. આ કેવી બેહૂદી વાત લાગે છે !! આમ પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ માનવાની વાત કોઇ પણ ભવભીરુ આત્માને પાલવે તેમ નથી જ. અને છતાં ય માની લો કે તેમની પાસે કોઇ એવો નવો શાસ્ત્રપાઠ મળી ગયો હોય (જો કે... અત્યાર સુધી તો આવો પાઠ મળ્યાનું જાણ્યું નથી.) તો પણ જિનશાસનનો શિરસ્તો તો એ છે કે કોઈને કોઈ નવો શાસ્ત્રપાઠ મળ્યો તો તત્કાલીન તમામ ગીતાર્થ આચાર્યાદિ મુનિવરોની સમક્ષ તે નવો પાઠ રજૂ કરવો જોઈએ અને એક પણ ગીતાર્થ પ્રમાણપૂર્વક તેનો વિરોધ કરે તો નવી વાત સાચી હોય તો પણ તેના પર માન્યતાનો સિક્કો લાગી શકે નહિ. આવી પદ્ધતિને જિનશાસનની ભાષામાં “જિતકલ્પ''' કહેવામાં આવે છે. . આ. શ્રી વિજય રામચન્દ્રસૂરિજી મહારાજે પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ માનવાનો નવો મત ઊભો કર્યો એ શું આપણી “જિતકલ્પ”ની મર્યાદાને અનુસરનારો છે ખરો ? નહિ જ. તો પછી તે સ્વીકાર્ય શી રીતે બની શકે ? Page #45 -------------------------------------------------------------------------- ________________ ‘‘ એટલે પર્વતિથિની ક્ષય -વૃદ્ધિ માનવાની વાત શાસ્ત્રીય રીતે પણ પ્રમાણભૂત નથી. તર્કની દૃષ્ટિએ વિચારતાં પણ પ્રમાણભૂત નથી. અને ‘જિતકલ્પ'ની મર્યાદા-અનુસારે પણ પ્રમાણભૂત નથી.‘આમ છતાં આવી અપ્રમાણ માન્યતાનું ડિમડિમ કેમ વાગી રહ્યું છે, તે સમજાતું નથી ?'' t “ સાહેબજી ! અમારા જેવા અજ્ઞાનીઓ-શાસ્ત્રના અજાણ માણસોનો સહકાર છે; માટે'' “હા એ જ વાત સાચી લાગે છે.'' ૪૦ Page #46 -------------------------------------------------------------------------- ________________ આ પુસ્તકનો જવાબ કદાચ સામા- પક્ષ તરફથી આવે તો તરત સ્વીકારી લેવો નહીં. અમને જાણ કરશો. અમારો ખુલાસો જોયા પછી ' જ સત્યનો સ્વીકાર કરજો. 2 - સ. સુ. સમિતિ