________________
તિથિ છે અને મંગલવારના સૂર્યોદય વખતે નોમ તિથિ છે. એટલે આઠમની તિથિ ક્ષયતિથિ બની. આવું હોય તો સાતમની તિથિને આઠમની તિથિ કરવી..
‘એટલે સાહેબ! આઠમનું આંબેલ સાતમના કરવાનું એમ જ ને?'
*
ના ભાઈ! આઠમનું આંબેલ તો આઠમે જ કરવાનું!' ‘પણ સાહેબ આઠમનો તો ક્ષય છે, એટલે કે આમ છે જ નહિ તો શું આંબેલ નહીં કરવાનું?’
‘હું એ જ જણાવું છું ભાગ્યવાન કે ઉપરના નિયમ મુજબ સાતમને આઠમ બનાવવાની એટલે કે આઠમના ક્ષયને બદલે સાતમનો ક્ષય કરી એની જગ્યાએ આઠમ કરવાની અને એ આઠમે આંબેલ કરવાનું. જો સાતમના સ્થાને આઠમ ન કરીએ તો આંબેલ કૅરવાની વાત જ ઉડી જાય. કેમ કે તમારો નિયમ પર્વતિથિ સ્વરૂપ આઠમે આંબેલ કરવાનો છે. હવે જો આઠમ છે જ નહિ તો આંબેલ ફરવાની વાત જ ન રહે ને? તમારો નિયમ સાતમે આંબેલ કરવાનો નથી પણ આઠમે આંબેલ કરવાનો છે ને? એટલે આવા સમયે સાતમના સ્થાને આઠમની સ્થાપના કરી આંબેલનો નિયમ સાચવી રાખવાનો.
સમય જતાં વળી જન્મભૂમિ પંચાંગમાં બે પાંચમ આવી. એટલે કે સોમવારના સૂર્યોદય સમયે પણ પાંચમ છે અને
3
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org