________________
પર્વતિથિ કરવી. પર્વતિથિની વૃદ્ધિ આવે ત્યારે બીજી તિથિને પર્વતિથિ માનવી. કહેવાનો આશય એ છે કે, સર્વસામાન્ય વાત એ જ છે કે, સૂર્યોદય વખતે જે તિથિ હોય તે તિથિને માન્ય. કરવી. પરંતુ એમાં જો પર્વતિથિ ઊડી જતી હોય.. પર્વતિથિનો ક્ષય આવતો હોય તે પર્વતિથિનો ક્ષય ન કરતાં એની આગળની અપર્વતિથિનો ક્ષય કરવો. અને એક જ પર્વતિથિ બે સૂર્યોદય વખતે હાજર હોય તો બીજા સૂર્યોદય વખતની તિથિને માન્ય કરવી.
આ વાત ઉદાહરણથી સ્પષ્ટ કરીએ. જેમ કે..
લૌકિક પંચાંગમાં: સોમવારે સૂર્યોદય વખતે સાતમ છે. અને મંગળવારે સૂર્યોદય વખતે નોમ આવી જાય છે.
- અહીં આઠમ બે સૂર્યોદય વચ્ચે ઢંકાઈ જાય છે. એની બદલે આઠમ માનવી અને સાતમનો ક્ષય કરી નાંખવો.
એ જ રીતે પર્વતિથિની વૃદ્ધિમાં જોઈએ. સોમવારે સૂર્યોદય વખતે સાતમ છે. મંગળવારે સૂર્યોદય વખતે આઠમ છે.
અને બુધવારે સૂર્યોદય વખતે પણ આઠમ છે.તો અહીં શું કરવું? બે આઠમ તો મનાય નહિ, એટલે મંગળવારની આઠમે બીજી સાતમ માનવી. અને બુધવારે આઠમ કરવી.
આવું કરવાનું જણાવ્યું કોણે? ખબર છે ને?
૩૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org