SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ પંચાંગનો જ આશ્રય લેવો પડે. કેમ કે આરાધના એ લોકોત્તર છે અને લોકોત્તર પંચાંગમાં પર્વતિથિની ક્ષયવૃદ્ધિ જોવા મળતી નથી.” “ટૂંકમાં.. તમારી સમક્ષ જેટલાં પ્રમાણ તે આચાર્યશ્રીએ ટાંક્યાં છે, એ બધાં લૌકિક પંચાંગના છે, લોકોત્તર પંચાંગના નહિ, જિનશાસનની આરાધના એ તો લોકોત્તર માર્ગ છે, તેથી એને માટે તો લોકોત્તર પંચાંગ જ ચાલે.. તેના બદલે આવા લોક્કિ પંચાંગની રજૂઆત કરીને લોકોને ભ્રમણામાં નાંખવાનું અપકૃત્ય આ આચાર્યો કેમ કરતાં હશે?' વિ.સં. ૧૯૪૮નું પંચાંગ આજે પણ મળે છે, એમાં ક્યાંય પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ જણાવાઈ નથી. આ બધી બાબતો પરથી એ ફલિત થાય છે કે વિ.સં. ૧૯૯૨ પહેલાં ક્યારેય પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ કરવામાં આવતી જ ન હતી. તેની અમંગલ શરૂઆત ૧૯૯૨થી જ (હા..ચોક્કસપણે) કરવામાં આવેલી છે.” ‘સાહેબ! હવે બીજો મુદો. આપણા કલ્પસૂત્ર શાસ્ત્રમાં બે ચૌદશની વાત આવે છે, એનો જવાબ શો છે?” “તેનો જવાબ પણ સાંભળો મૂળ કલ્પસૂત્ર ગ્રંથમાં તો નહિ, પરંતુ ટીકામાં આ વાત છે. તે પણ ક્યા સંજોગોમાં રજૂ કરાઈ છે, એ વાત સમજી લેવી જોઈએ.' 'કલ્પસૂત્ર શાસ્ત્રની “સુબોધિકા' નામની ટીકા છે. તેના ૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001759
Book TitleTithi Vishayak Saral Samjuti
Original Sutra AuthorN/A
AuthorSatya Suraksha Samiti Ahmedabad
PublisherSatya Suraksha Samiti Ahmedabad
Publication Year
Total Pages46
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy