________________
ગુરુદેવ! મારાથી બધા જ દિવસે ધર્મારાધના થઈ શકે એમ નથી તો મારે જીવનને સફળ બનાવવા આરાધના માટે શું કરવું?'
પુણ્યવાન ! એવું હોય તે પર્વતિથિએ ખાસ આરાધના કરવી.'
ગુરુદેવ! એ પર્વતિથિઓ કેટલી અને કયી કયી?'
પુણ્યવાન! મહિનામાં પર્વતિથિ બાર આવે છે. એ આ રીતે!મહિનામાં બે બીજ, બે પાંચમ , બે આઠમ, બે અગિયારસ, બે ચૌદશ, પૂનમ અને અમાવસ્યા.”
“ગુરુદેવ! તો મને આપ નિયમ આપો બાર તિથિએ મારે આંબેલ કરવા.”
“ખૂબ સરસ પુણ્યવાન!” “અને એ પુણ્યવાન આંબેલની આરાધના શરું કરી..”
પરંતુ એક વાર એવું બન્યું કે એ પુણ્યવાને જન્મભૂમિ પંચાંગમાં જોયું તે સોમવારે ૮ વાગ્યા સુધી સાતમ અને એ પછી આઠમ હતી. એટલે એ પુણ્યવાને ૮ વાગ્યા સુધીમાં નવકારશી કરી લીધી ને પછી સાડાબાર વાગે આંબેલ કર્યું. અને એની જાણ ગુરુદેવને પણ કરી. ત્યારે ગુરુદેવે સમજાવ્યું કે..
“પુણ્યવાન ! આમ ન કરાય કયી તિથિ માનવી તે માટે આપણે ત્યાં એક નિયમ બતાવ્યો છે કે “ડર્યામિ ના તિદિન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org