________________
સુદ પૂનમનો ક્ષય આવ્યો. તો તેઓ ચોમાસી પ્રતિક્રમણ ક્યારે કરશે ? અને સિદ્ધગિરિની યાત્રા ક્યારે કરશે ? પૂનમનો તો ક્ષય છે એટલે પૂનમનું કાર્ય આગળના દિવસે અર્થાત્ ચોમાસી ચૌદશના દિવસે કરશે- તો ચૌદશનું કાર્ય ક્યારે કરશે ? એને કાંઇ, તેના ય આગળના દિવસે અર્થાત્ તેરસે લઇ ન જવાય. કેમ કે ચૌમાસી ચૌદશનો કાંઇ ક્ષય નથી.
“એટલે એમણે ચૌમાસી ચૌદશ અને પૂનમ બન્ને દિવસનું કાર્ય એક જ દિવસે કરવું પડશે. કાર્તિક સુદ ચૌદશના સવારે પૂનમના કર્તવ્ય સ્વરૂપ શ્રી સિદ્ધગિરિજીની યાત્રા, અને વિહાર ખુલ્લો થવાથી ચાતુર્માસ પરિવર્તનનું કાર્ય સવારે કરવું પડશે. અને ચૌમાસી ચૌદશના દેવવંદન બપોરે અને ચોમાસી પ્રતિક્રમણનું કાર્ય સાંજે કરવું પડશે.
“ આ તે કેવી મુશીબત ? સવારે પૂનમ અને સાંજે ચૌદશ. અર્થાત્ પહેલાં પૂનમ અને પછી ચૌદશ માનવાની સ્થિતિ ઊભી થઇ. આ તે કેવી વિચિત્ર ? પહેલાં પૂનમ હોય કે પહેલાં ચૌદશ
?
""
rr
“ અને આમ માનવાથી આવા પવિત્ર દિવસે ચતુર્વિધસંઘ સમક્ષ સમૂહમાં મૃષાવાદ આચરવાનો મહાદોષ પણ લાગે એ વધારામાં !''
“ એ શી રીતે સાહેબ !''
૩૬
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org