________________
શું વાત કરો છો સાહેબ! આવી વાત હતી?'
હાં, પણ લોકોને મૂર્ખ બનાવવા કીર્તિયશ સૂરિજીએ માત્ર પૂર્વપક્ષવાળો જ ફકરો વાંચી સંભળાવ્યો.
તો સાહેબ ! આમાં મૃષાવાદનો દોષ ન લાગે?'
એ એમને પૂછજો તમને આ ઘટનાનો ઉત્તરક્રમ જણાવું છું એ સાંભળો, બહુ દિલચસ્પ છે.'
ફરમાવો સાહેબ !”
હેમચંદ્ર સાગર સૂરીજીને આવી ખબર પડી એટલે તેઓ કીર્તિયશ સૂરિજી સામે ખુલાસો કરવા માંગતા જ હતાં ને યોગાનુયોગ તે જ સમય દરમ્યાન કીર્તિયશ સૂરિજી ફોર્ટમાં આવેલા. અને ત્યાં હેમચંદ્ર સાગર સૂરિજીનો ભેટો પણ થઈ ગયો!'
પછી શું થયું સાહેબ !'
થાય શું? હેમચંદ્ર સાગરજીએ સામે જ પૂછી લીધું કે તમો ચંદનબાળામાં રાખેલી વાચનામાં આવું બોલેલા?'
કીર્તિયશ સૂરિજીએ હા પાડી એટલે તરત જ હેમચંદ્ર સાગરસૂરિજીએ સિદ્ધચક્ર પાક્ષિકનો એ અંક એ પાનું અને એ ફકરો બતાવતાં કહ્યું કે તમે તો માત્ર પૂર્વપક્ષ જ જણાવ્યો છે. એની નીચેના આ સાત ફકરા જુઓ. એમાં તો સ્પષ્ટ જણાવ્યું છે કે પર્વતિથિની ક્ષયવૃદ્ધિ ન જ થાય?”
૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org