________________
ઓહ! સાહેબ! બહુ સરસ વાત જણાવી આપે.”
“હવે તમને હું પ્રશ્ન પૂછું કે જેમ આ વખતે પાંચમનો ક્ષય આવ્યો એમ ક્યારેક પાંચમની વૃદ્ધિ આવે ત્યારે શું કરશો?’
“સાહેબ! ત્રીજની વૃદ્ધિ કરશું.. કેમ કે પૂનમ અમાવસ્યાની વૃદ્ધિએ તેરસની જ વૃદ્ધિ કરીએ છીએ ને? બસ, એમ અહીં પણ એવું જ કરશું'
બહુ સરસ..” સાહેબ! અહીં એક સવાલ થાય છે.” કયો ભાગ્યવાન્ '
સાહેબ! આમ મૂલભૂતતિથિના બદલે સ્થાપના કરેલી તિથિના દિવસે કરેલી આરાધના મૂલભૂતતિથિ જેવું ફળ આપી શકે ખરી?'
‘ભાગ્યવાન સ્થાપનાનો કાયદો એ કે તમે બનાવ્યો હોય તો ફળની શંકા કરી શકાય, પણ જ્યારે પૂર્વધર મહાપુરુષ ઉમાસ્વાતિજી મહારાજ આ નિયમની જાહેરાત કરે એટલે વાત પૂરી. પૂર્વધર મહાપુરુષની વાતને તો તીર્થંકર પરમાત્મા જેવા પણ બહાલી આપતા હોય છે. પછી કોઈ શંકા ખરી?'
“નહિ જ સાહેબ’
અને બીજી વાત જણાવું કે પૂર્વકાળમાં સંવત્સરી મહાપર્વ ભાદરવા સુદ પના જ આવતું હતું એ પર્વની સ્થાપના પરમતારક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org