________________
ત્યારે એ ફકરા વાંચવાને બદલે કીર્તિયશ સૂરિજીએ કહ્યું ..
“શું વાત કરો છો આવું છે?' હેમચંદ્ર સાગરજી! એક કામ કરો આવી જેટલી વાતો હોય મને લખી જણાવજે હું મારા ક્ષચોપશમ મુજબ જરૂર જવાબ જણાવીશ.”
આ પછી બીજી આડી-અવળી વાતો કરી એમણે વિદાય લીધી. તે પછી થોડા જ દિવસોમાં હેમચંદ્ર સાગર સૂરિજીએ ઉપરની વાતના સંદર્ભવાળો એક પત્ર કીર્તિયશ સૂરિજી ઉપર મોલ્યો, પણ આજ સુધી એ પત્રનો જવાબ આપી શક્યા નથી.
સાહેબ! આવું જુઠાણું ચલાવે છે એ?'
ભાગ્યવાન! એ એકલા જ નહિ એવી ઘણી કોપીઓ એમના સમુદાયમાં મોજુદ છે?'
હમણાં તાજેતરમાં જ એમના સમુદાયના સંયમકીર્તિ વિજયજીએ એક બુક લખી છે એમાં ય આવા જ બખેડા છે.
પણ સાહેબ! સાધુપણામાં?'
અરે! સાધુપણામાં નહિ ગણિપણામાં પંન્યાસપણામાં અને આચાર્યપણામાં ય મૌજૂદ છે. અને આમાં કંઈ આશ્ચર્ય પામવા જેવું નથી.
કેમ સાહેબ!” કેમ કે એ બધાને એમની વિરાસતમાં આ જ મળ્યું છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org