Book Title: Tithi Vishayak Saral Samjuti
Author(s): Satya Suraksha Samiti Ahmedabad
Publisher: Satya Suraksha Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 23
________________ કરતાં તમારા જેવા અર્ધદગ્ધ અને શાસ્ત્રોનાં અજાણ લોકો આગળ વાચનાઓ ગોઠવીને નિજ-ચહેરા ઉપર હાસ્ય રેલાવતા આ. શ્રી કીર્તિયશસૂરિજી પાસે નૈતિકતા કેટલી છે?' વળી. બીજો પ્રશ્ન.. ચંદનબાળા કે શ્રીપાળનગર જેવા સ્વ-ક્ષેત્રોને જ વાચના માટે કેમ પસંદ કરાય છે? કારણ કે એ એમની “હોમ-પીચ' છે. ત્યાં બીજા સમુદાયના મુનિઓને પ્રવેશ નહિ. તેથી અન્ય પક્ષના મહાત્માઓના યથાર્થ નિરૂપણથી ત્યાંના શ્રોતાઓ અજાણ જ રહે. માત્ર “વન-વે' વિચારો જ સતત સાંભળનારા શ્રોતાઓના મન પણ વન-વે (એક જ બાજુનું) જ વિચારે ને? પેલી કહેવત જાણો છો ને.. બિલ્લી બેઠી બેઠી ચણા ખાય છે.” એક મોટા રાજાને પોતાના વશમાં રાખવા માટે એક સંન્યાસીએ રાજાને ત્યાં જ ધામા નાંખેલા. જેથી રાજા બીજા કોઈ સંન્યાસીના સંપર્કમાં જાય જ નહિ. એ મારો ભક્ત જ બન્યો રહે! એક વાર કારણસર સંન્યાસીને યાત્રાર્થ જવાની. ફરજ પડી, ત્યારે ચિંતા થઈ કે મારી ગેરહાજરીમાં રાજા બીજા સંન્યાસીના સંપર્કમાં જશે તો? મને છોડી દેશે. એ ભયથી જતાં જતાં એ સંન્યાસીએ રાજાને એક સંસ્કૃત વાક્ય આપ્યું અને જણાવ્યું કે કોઈ પણ સંન્યાસી આવે એ સાચા છે કે ખોટા એ જાણવા તમારે આ વાક્ય બતાવવું.. અને જો એનો અર્થ બિલ્લી ૧૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46