________________
આ પ્રસંગ જ એમ સિદ્ધ કરે છે તે, જો પૂ. શ્રી આત્મારામજી મહારાજ ને પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ કબૂલ હોય તો તેઓશ્રી લાહોર-પંચાંગને સ્વીકારવાની વાત શા માટે કરત?” આ પ્રસંગ જ પૂ. શ્રી આત્મારામજી મ.સા. પર્વતિથિની ક્ષયવૃદ્ધિને સ્વીકારતા ન હતા તેમ સિદ્ધ કરે છે.
“સાહેબ! આ રીતની ઘટના બની હોય તે તો આપની વાત બિલકુલ સત્ય જણાય છે.”
“આ ઉપર્યુક્ત મારું કથન સંક્ષેપમાં છે. બાકી આ અંગેની વિસ્તૃત અને સચોટ જાણકારી મેળવવા માટે પર્વતિથિ નિર્ણય' અને “સંવત્સરી-શતાબ્દિગ્રંથ' જોવા જેવા છે.'
સાહેબ ! આજથી છસો-સાતસો વર્ષ પહેલાંના આપણા મહાપુરુષોએ પણ પોતાની કૃતિઓમાં પર્વતિથિની ક્ષયવૃદ્ધિ જણાવી છે, તેનો જવાબ શો છે?'
“ભાગ્યશાળી! પંચાંગ બે પ્રકારનાં. લૌકિક (ગણિત) અને લોકોત્તર (આરાધના) લૌકિક પંચાંગમાં પર્વતિથિની ક્ષયવૃદ્ધિ આવે, પણ લોકોત્તર પંચાંગમાં ન આવે. લૌકિક કાર્યો કરવા માટે લૌકિક પંચાંગનો ઉપયોગ થતો હતો અને થાય છે. માટે તથા પ્રકારની કૃતિઓની રચનાઓમાં અને શિલાલેખો વગેરેમાં પર્વતિથિની ક્ષય- વૃદ્ધિની વાત જોવા મળે તે સહજ છે, પરંતુ જ્યારે આરાધનાનો સવાલ આવે ત્યારે લોકોત્તર
૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org