________________
આચાર્યો આ ને આ જ મુદાઓ તમારા જેવા અજાણ શ્રોતાઓ સમક્ષ રજૂ કરીને પોતાનો ક્કકો ખરો કરવા માંગે છે, અને તમને પ્રભાવિત કરવા માંગે છે. તેમની આ ધૃષ્ટતા ખરેખર આશ્ચર્ય સહિત ખેદ પણ ઉપજાવનારી છે.'
“તો સાહેબ! એ મુદાઓનું નિરાકરણ માટે પણ હવે તો જાણવું જ છે.'
“તો ભાગ્યશાળી! સાંભળો. વિ.સં. ૧૯૯૨ પૂર્વે પણ પર્વ તિથિની ક્ષય-વૃદ્ધિ થતી હતી, એ વાતના સમર્થનમાં મારા ખ્યાલ પ્રમાણે ૧૯૪૫ના પંચાંગના પાના તેમણે રજૂ કર્યા હશે.”
“બરોબર! સાહેબ! આપની વાત સાચી છે.'
તો એ પંચાંગનું મુખપૃષ્ઠ (ટાઈટલ) તમે જોયેલું? તેના મુખપૃષ્ઠ ઉપર સમ્પાદકે જણાવ્યું છે કે આ પંચાંગ લોંકામત માટે પ્રગટ કરાય છે. તો આપણે લોંકામતના છીએ કે તપાગચ્છના?'
સાહેબ! આપણે તો તપાગચ્છના છીએ.”
“તો તે આચાર્યશ્રીએ લોંફામત માટેનું પંચાંગ શા માટે બતાવ્યું? તેઓ શું લોંકામતના છે* જો તેઓ તપાગચ્છના છે તો પછી પોતાની માન્યતાના સમર્થનમાં લૉકામતીય પંચાંગ શા. માટે રજૂ કર્યું? લકામત પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ માને જ છે. તપાગચ્છ માનતો નથી. અગર જો તેઓ તપાગચ્છની માન્યતાનું
૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org