________________
લઈને એમને સમજાવવાનો ત્યાં (કલ્પસૂત્રમાં) પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ માત્ર ઉદાહરણ રૂપે બે ચૌદશની વાત લેવામાં આવી છે. એટલા માત્રથી, “પૂ. ઉપા. શ્રી વિનયવિજયજી મ. પણ બે ચૌદશ માનતા હતા.” તેમ શી રીતે મનાય?'
અને આ માન્યતા પૂજ્ય મહોપાધ્યાય શ્રી વિનયવિજયજી મ.ને માન્ય ન હતી. એથી જ તેઓશ્રીએ ઉપરની વાત જણાવતાં afશવાદ' વાક્યનો પ્રયોગ કર્યો છે. આ “શ્ચલા' નો ગુજરાતી અર્થ “કો' કે આવું કહે છે” એવો થાય છે. એથી સ્પષ્ટ છે કે બે- ચૌદશની વાત પણ ઉપાધ્યાયજી મ.ની પોતાની નથી, પરંતુ કો'કની છે, એમ તેઓ સ્વયં નિર્દિષ્ટ કરે છે.
આ જ રીતે જ્યારે, સામે પ્રતિવાદી રૂપે ખરતરગચ્છ છે, ત્યારે તેને સાચી વસ્તુસ્થિતિ જણાવવા માટે, તેમની માન્યતાવાળું બે ચૌદશનું દ્રષ્ટાંત અપાય, તો તેથી કાંઈ પૂ. ઉપા. શ્રી વિનયવિજયજી મ.પણ “બે ચૌદશ” સ્વીકારે છે તેમ સાબિત ના જ થાય.'
પણ, સાહેબ! ઉપાધ્યાયજી વિનયવિજયજી મ. બે ચૌદશ ન' તા માનતા એનો કોઈ સચોટ પુરાવો ખરો?'
હા, ભાગ્યશાલી ! એનો પુરાવો એ કે પૂ. ઉપાધ્યાયજી મ.ના શિષ્યરત્ન પૂ. શ્રી રૂપવિજયજી મહારાજે પાક્ષિક વિચાર” નામક ગ્રંથ લખ્યો છે. તેમાં ‘પર્વતિથિની ક્ષય વૃદ્ધિ ન થાય' એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org