________________
અમાવાસ્યાનો ક્ષય આવ્યો તો તે મહિનામાં પર્વતિથિ બારના બદલે અગિયાર દિવસ જ કરશે ને ? તો જિનશાસનનું ગણિત આરાધના વધારે કે ઘટાડે ? અહીં એ લોકોના મત અનુસારે આરાધના ઘટી કે વધી. ઘટી જ વળી. આ કેવી બેહૂદી વાત લાગે છે !!
આમ પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ માનવાની વાત કોઇ પણ ભવભીરુ આત્માને પાલવે તેમ નથી જ.
અને છતાં ય માની લો કે તેમની પાસે કોઇ એવો નવો શાસ્ત્રપાઠ મળી ગયો હોય (જો કે... અત્યાર સુધી તો આવો પાઠ મળ્યાનું જાણ્યું નથી.) તો પણ જિનશાસનનો શિરસ્તો તો એ છે કે કોઈને કોઈ નવો શાસ્ત્રપાઠ મળ્યો તો તત્કાલીન તમામ ગીતાર્થ આચાર્યાદિ મુનિવરોની સમક્ષ તે નવો પાઠ રજૂ કરવો જોઈએ અને એક પણ ગીતાર્થ પ્રમાણપૂર્વક તેનો વિરોધ કરે તો નવી વાત સાચી હોય તો પણ તેના પર માન્યતાનો સિક્કો લાગી શકે નહિ. આવી પદ્ધતિને જિનશાસનની ભાષામાં “જિતકલ્પ''' કહેવામાં આવે છે.
. આ. શ્રી વિજય રામચન્દ્રસૂરિજી મહારાજે પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ માનવાનો નવો મત ઊભો કર્યો એ શું આપણી “જિતકલ્પ”ની મર્યાદાને અનુસરનારો છે ખરો ? નહિ જ. તો પછી તે સ્વીકાર્ય શી રીતે બની શકે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org