________________
દશપૂર્વધર શ્રુતકેવલી પૂ. શ્રી ઉમાસ્વાતિજી મહારાજે!
એટલે પ્રથમ જણાવ્યો તે શ્લોક સાર્વજનિક વિધાન છે. અને બીજો શ્લોક એ અપવાદ રૂપ વિધાન છે. માટે પર્વતિથિની ક્ષયવૃદ્ધિના પ્રસંગે સાર્વજનિક વિધાનને બદલે અપવાદ વિધાનને જ મહત્ત્વ અપાય તે યુક્તિ યુક્ત છે.
ક્રિકેટની રમતમાં સાર્વજનિક નિયમ છે કે પ્લેયરે બોલને ફટકો માર્યો અને એ બોલ ‘ કેચ’ થઈ જાય તો પ્લેયર આઉટ ગણાય. પરંતુ આનો અપવાદ-નિયમ એ છે કે ફટકો મારેલો બોલ જો ટપ્પી ખાઈને ઉછળે અને પછી ‘ કેચ’ થાય તો પ્લેયર આઉટ ન ગણાય. હવે ક્યાંક ટપ્પી ખાઇને બોલ ‘કેચ' થયો હોય છતાં ‘ આઉટ આઉટ' ના બૂમબરાડા પાડવામાં આવે તેથી કાંઈ અમ્પાયર પ્લેયરને ‘ આઉટ' જાહેર નથી કરતો.
એટલે અત્યંત સ્પષ્ટ છે કે ઉદયસ્મિનો નિયમ અપર્વતિથિ માટે સાર્વજનિક નિયમ છે. અને ક્ષયે પૂર્વા, નિયમ પર્વતિથિ માટે આપવાદિક નિયમ છે.
અને છતાં જો માત્ર ઉદયમ્મિનો સાર્વજનિક નિયમ જ
સર્વત્ર માનવનો હોય તો વિ.સં. ૧૯૯૨ પૂર્વે જેટલા પણ મહાપુરુષો થઇ ગયા તે બધાએ પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ નથી કરી. તેથી તેવા પૂ.આ. આત્મારામજી મ.સા., પૂ. શ્રી વીરવિજયજી મ. તથા પૂ.આ. શ્રી દાનસૂરિ મ.સા. વગેરે પૂર્વના મહાપુરુષોને પણ પેલા
૩૧
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org