________________
કાર્ય તમે ક્યારે કરવાના ? ત્યારે આત્મારામજી મ. વતી પૂ. વીર વિજયજીએ પત્રમાં લખેલ કે ‘એકદમ દૂજ ભેલી કરણી’ એટલે પૂજ્ય ઝવેર સાગરજી મહારાજે પોતાના પત્રમાં પૂ. વીર વિજયજી મ.ની વાત દોહરાવી છે. નહિ કે ‘એકદમ જ ભેલી કરણી' વાત પર પોતાની માન્યતાનો સિક્કો માર્યો છે. એટલે કે વાત પૂ. આત્મારામજી મ. તરફથી આવી છે. પૂ. ઝવેર સાગરજી
મ.ની પોતાની નહિ !
'ઓહ ! આવી વાત છે ?'
‘હા; પણ એ લોકો કેવી લપેટમાં લે છે જોયું ને ?’ ‘સાહેબ ! બહુ ખરાબ કહેવાય.... પણ સાહેબ ! આપે તો આગળ જણાવ્યું કે પૂ. આત્મારામજી મ. પર્વતિથિની ક્ષયવૃદ્ધિ ન’તા માનતા તો પછી અહીં કેમ આમ જણાવ્યું હશે ?'
એ એક કોયડો જરૂર છે પરંતુ પર્વતિથિની ક્ષયવૃદ્ધિ ન થાય (આપણે આગળ લૌકિક-લોકોત્તર પંચાંગના વિષયમાં વિચારી ગયા તે ) એ બાબતમાં પૂજ્ય આત્મારામજી મ.નો પોતાનો સ્વહસ્તે અપાયેલો અભિપ્રાય છે. અને આ બીજી બાબતમાં પૂ. ઝવેરસાગરજી મ.ના પત્રમાં જણાવેલી વાત વાચા વાયા આવી છે એટલે વેલીડ તો ઉપરની પ્રથમ વાત જ ગણાય ને ? ‘બિલકુલ સાહેબ!'
t t
“ ભાગ્યશાળી ! હવે ખ્યાલ આવી ગયો ને કે એમણે
૩.
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org