Book Title: Tithi Vishayak Saral Samjuti
Author(s): Satya Suraksha Samiti Ahmedabad
Publisher: Satya Suraksha Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 38
________________ કીર્તિયશસૂરિજીની બાબતમાં ય વિચારવું પડશે. કેમ કે વિ.સં. ૧૯૯૨થી પર્વતિથિની ક્ષય-વૃદ્ધિના સિદ્ધાન્ત દ્વારા તેમને સમ્યકત્વ મળ્યું. વળી, વિ.સં. ૨૦૨૦ થી ૨૦૪૨ સુધી પર્વતિથિની ક્ષય-વૃદ્ધિના સિદ્ધાંતને છોડવા દ્વારા તેમણે પુન: મિથ્યાત્વ પકડયું. તો તેમણે આ મિથ્યાત્વના પ્રાયશ્ચિત્ત દ્વારા શુદ્ધિ કરી છે ખરી ? અગર નથી કરી તો એમને ય વન્દન શી રીતે થઇ શકે ? અગર ન થાય તો વ્યાખ્યાનમાં તેઓની જાહેરમાં કહેવાની નૈતિક ફરજ બની જાય છે કે “અમને વંદન ન કરશો.” કેમ કે અમો મિથ્યાત્વી છીએ ! સાહેબ ! આપશ્રીની વાત બહુ જ વ્યાજબી લાગે છે ! સાહેબ ! હવે ચોથા મુદાનો ખુલાસો રહ્યો... કે પૂજ્ય સાગરજી મ.ના ગુરુદેવ પૂજ્ય મુનિ શ્રી ઝવેર સાગરજી મ.ના પત્રમાં તેઓએ એકમ દૂજ ભેલી કરણી' એમ કહી બીજ પર્વતિથિના ક્ષયની વાત કરી છે એનું શું ?' મહાનુભવ ! મને કહેવાનું મન થઇ જાય છે કે એ લોકો પોતાના કક્કાને ખરો જણાવવા માટે કેવી હોંશીયારી મારે છે અને કેવી માયાભરી ભ્રમજાળ ફેલાવે છે ? ભાગ્યશાળી ! વાત ખરેખર એમ છે કે લૌકિક પંચાંગમાં બીજનો ક્ષય હતો તે વખતે પૂજ્ય ઝવેર સાગરજી મહારાજે પૂજ્ય આત્મારામજી મહારાજને પૂછાવેલ કે “આ વખતે બીજનું : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46