________________
પંચાંગનો જ આશ્રય લેવો પડે. કેમ કે આરાધના એ લોકોત્તર છે અને લોકોત્તર પંચાંગમાં પર્વતિથિની ક્ષયવૃદ્ધિ જોવા મળતી નથી.”
“ટૂંકમાં.. તમારી સમક્ષ જેટલાં પ્રમાણ તે આચાર્યશ્રીએ ટાંક્યાં છે, એ બધાં લૌકિક પંચાંગના છે, લોકોત્તર પંચાંગના નહિ, જિનશાસનની આરાધના એ તો લોકોત્તર માર્ગ છે, તેથી એને માટે તો લોકોત્તર પંચાંગ જ ચાલે.. તેના બદલે આવા લોક્કિ પંચાંગની રજૂઆત કરીને લોકોને ભ્રમણામાં નાંખવાનું અપકૃત્ય આ આચાર્યો કેમ કરતાં હશે?'
વિ.સં. ૧૯૪૮નું પંચાંગ આજે પણ મળે છે, એમાં ક્યાંય પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ જણાવાઈ નથી. આ બધી બાબતો પરથી એ ફલિત થાય છે કે વિ.સં. ૧૯૯૨ પહેલાં ક્યારેય પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ કરવામાં આવતી જ ન હતી. તેની અમંગલ શરૂઆત ૧૯૯૨થી જ (હા..ચોક્કસપણે) કરવામાં આવેલી છે.”
‘સાહેબ! હવે બીજો મુદો. આપણા કલ્પસૂત્ર શાસ્ત્રમાં બે ચૌદશની વાત આવે છે, એનો જવાબ શો છે?”
“તેનો જવાબ પણ સાંભળો મૂળ કલ્પસૂત્ર ગ્રંથમાં તો નહિ, પરંતુ ટીકામાં આ વાત છે. તે પણ ક્યા સંજોગોમાં રજૂ કરાઈ છે, એ વાત સમજી લેવી જોઈએ.'
'કલ્પસૂત્ર શાસ્ત્રની “સુબોધિકા' નામની ટીકા છે. તેના
૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org