Book Title: Tithi Vishayak Saral Samjuti
Author(s): Satya Suraksha Samiti Ahmedabad
Publisher: Satya Suraksha Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 28
________________ ૧૯૯૨ પહેલાનું પંચાંગ, જેમાં પર્વ-તિથિની ક્ષયવૃદ્ધિ સ્વીકૃત હોય, તે બતાવે તો ખરા કહેવાય.” “પણ સાહેબ! એ પંચાંગ પૂ. આત્મારામજી મહારાજની પ્રેરણાથી છપાયું છે. અને પૂ. આત્મારામજી મ.તો તપાગચ્છના જ હતા ને?' ‘એનો મતલબ એ કે પૂ. આત્મારામજી મ. પણ પર્વતિથિની ક્ષયવૃદ્ધિ માનતા અને કરતા હતા.. એમ જ ને?' હા ! સાહેબ! તેઓનું તો એમ જ કહેવું છે.” ‘મહાનુભાવ! વિ. સં. ૧૯૫૨નો કિસ્સો સમજશો એટલે ઉપરની શંકાનું પણ નિરાકરણ થઈ જશે. તે સમયે ભરૂચના સુશ્રાવક અનુપચંદ મુલકચંદે પૂ. શ્રી આત્મારામજી મ.સા.ને પ્રશ્ન પૂછાવ્યો કે આ વખતે આપણા એટલે જે પંચાંગને સંસ્કારિતા કરીને આપણું પંચાંગ બનાવીએ છીએ, તે પંચાંગમાં ભા. સુ. પનો ક્ષય આવ્યો છે, તો આપણે શું કરવું?' “તેના જવાબમાં પૂ. શ્રી આત્મારામજી મહારાજે જણાવ્યું કે વાત સાચી છે. પાંચમનો ક્ષય આવે છે, પણ પાંચમનો ક્ષય થાય નહિ. એના પૂર્વે ચોથ આવે છે. તે તો મહાપર્વતિથિ છે, તેનો પણ ક્ષય થાય નહિ. માટે આ એક વર્ષ પૂરતું આપણે લાહોર પંચાંગને માન્ય કરીએ. કેમ કે તેમાં પાંચમનો નહિ, પણ છઠનો ક્ષય છે. એટલે આપણને કોઈ બાધ નહિ આવે.” ૨૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46