________________
બેઠી બેઠી ચણા ખાય છે' એવો કરે તો એ સંન્યાસીને સાચા માનવા નહિતર જૂઠા. રાજાએ વાત માની. અને જેટલા સંન્યાસી
આવ્યા એમાંથી કોઈએ ય ‘ બિલ્લી બેઠી બેઠી ચણા ખાય છે' એવો અર્થ કર્યો જ નહીં.( કેમ કે હકીકતમાં એ વાક્યનો અર્થ એવો થતો જ ન હતો.) એથી બધા જ જૂઠા ઠરવા લાગ્યા. આખરે એક વિશિષ્ટ જ્ઞાની સંન્યાસી આવ્યા. એમણે પોતાના જ્ઞાનમાં પહેલાં સંન્યાસીની ચાલાકી સમજાઈ, અને રાજાને ખૂબીથી જણાવી ત્યારે રાજાએ પહેલાંના એ જૂઠા સંન્યાસીને છોડી દીધા.
એવી જ સ્થિતિ અહીં છે. અને ખરેખર તો આમ કર્યા
સિવાય તેમનો છૂટકો જ નથી. કારણ કે તેઓ મજબૂર છે.
કેમ સાહેબ! એમ કહો છો?’
‘સાંભળો. તેમનો વર્ગ હવે બહુ ઓછી સંખ્યામાં રહ્યો છે. તેમનો ઘણો મોટો વર્ગ સાચી વાત સમજમાં આવતાં એમની માન્યાતાને છોડી પ્રાચીન માન્યતાવાળા પક્ષ સાથે જતો રહ્યો અને હવે અત્યારનો એમનો નાનો વર્ગ પણ અન્ય મહાત્માઓના પરિચયમાં આવે અને તે છૂટો પડી જાય.. તેમના પક્ષને છોડી દે તો તેમને કેમ પાલવે? આવું ન બને માટે તેમને નિયમો બનાવવા પડ્યાં છે કે અન્ય સમુદાયના સાધુઓને તેમના ઉપાશ્રયોમાં પ્રવેશ કરવા દેવો નહિ. અન્ય સાધુઓ પાસે ભક્તોએ જવું
૧૯
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org