Book Title: Tithi Vishayak Saral Samjuti
Author(s): Satya Suraksha Samiti Ahmedabad
Publisher: Satya Suraksha Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 22
________________ આચાર્યની સાથે તિથિ-વિષયક ચર્ચા કરવા તૈયાર છું.’ ‘પછી’ ‘પછી શું? તિથિ વિષયક પરમ વિદ્વાન્ અને ૧૯૯૨થી આજ લગીની તિથિસંબધિત ઘટનાઓના સાક્ષીરૂપ પૂ. આ. દેવ શ્રી નરેન્દ્રસાગરસૂરિશ્વરજી મહારાજે તેઓની આ ‘ ચેલેંજ’ વાંચી અને તરત જ તેને વધાવી લીધી. પ્રામાણિક શરતો સાથે પત્રિકાઓ છપાવીને પોતાના પાંચ યુવા- મુનિઓને શત્રુંજ્યદર્શનમાં મોકલ્યા. આ. શ્રી કીર્તિયશસૂરિજી ત્યાં વિધમાન હતા. તેમને તે પત્રિકા હાથોહાથ આપવામાં આવી. એ માટે કે • બોલો! ચર્ચા ક્યારે ગોઠવવી છે?' ‘ત્યારે તેમણે જવાબ આપવામાં ગલ્લાં તલ્લાં કર્યા અને પાછળથી જાણવા મળ્યું કે તેઓ બપોરે વિહાર કરી ગયા છે.' ખરેખર સાહેબ! આવું બન્યું હતું?' ‘ ૧૦૦ ટકા સાચી વાત. તમારી સમક્ષ કે કોઈની સમક્ષ અમારે ખોટી વાત કરવાનું કારણ શું ભાગ્યશાળી! તમારી સાથે આ જે કાંઈ ચર્ચા કરું છું અને કરીશ, તે સંપૂર્ણ સત્ય છે તેમ સમજી રાખશો તો જ ચર્ચા કરવાની મઝા આવશે.’ * બરોબર છે, સાહેબ!' * ‘અર્થાત્ પાલીતાણાના ઉપર્યુક્ત પ્રસંગ પરથી ફલિત થાય છે કે વિદ્વાન અને પ્રબુદ્ધ વ્યક્તિઓની સાથે ચર્ચા ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46