________________
હવે એવું બન્યું કે આ ભાગ્યવાને વિચાર્યું કે ચાલો આ વખતે પર્યુષણમાં અઠ્ઠાઈની તપસ્યા કરીએ.. એટલે એમણે જન્મભૂમિ પંચાંગ હાથમાં લીધું. ને ભાદરવો માસ જોવા લાગ્યા તો સ્તબ્ધ બની ગયા.. ભાદરવા સુદ પનો ક્ષય બતાવ્યો છે. એટલે તરત એમણે પેલો નિયમ લગાવ્યો કે ‘ક્ષયે પૂર્વાતિથિ: વ્હાર્યાં' પર્વતિથિનો ક્ષય આવે તો એની આગળની અપર્વતિથિનો ક્ષય કરવો એ નિયમ મુજબ ભાદરવા સુદ ૪નો ક્ષય કરવા તત્પર બન્યાં પણ ત્યાં એમને સૂઝ્યું કે ભાદરવા સૂદ ૪ તો સંવત્સરી કહેવાય. તો શું એનો ક્ષય કરવો? સ્પષ્ટ ખ્યાલ ન આવતાં તેઓ પૂજ્ય ગુરુદેવશ્રી પાસે ગયા. ને પોતાની મૂંઝવણ વ્યક્ત કરી કે ‘ સાહેબ ભાદરવા સુદ ૪ને પર્વતિથિ કહેવાય કે અપર્વતિથિ?'
‘ભાગ્યવાન! ભાદરવા સુદ ૪ તો પર્વતિથિ નહિં મહાપર્વતિથિ કહેવાય!'
તો સાહેબ! અહિ શી રીતે ગણિત લગાવવું?’ ‘કેમ ભાગ્યવાન! આની પહેલાં પૂનમની ક્ષયની વાત આવી હતી ને? એ વખતે શું કર્યું હતું?'
‘ સાહેબ! ત્યાં તો પૂનમના ક્ષયે તેરસનો ક્ષય કર્યો હતો!' ‘બસ, એ જ રીતે અહીં પાંચમના ક્ષયે ત્રીજનો ક્ષય કરી દેવાનો.'
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org