Book Title: The Jain 1998 07
Author(s): Amrit Godhia, Pradip Mehta, Pravin Mehta
Publisher: UK Jain Samaj Europe

View full book text
Previous | Next

Page 102
________________ 106 andranny použitia mukamma Confd..... ટકાવી રાખવા માટેની એક જબરદસ્ત મૂડી બની રહેશે. પુણ્યના ઉદયકાળમાં મળતાં સુખોમાં એ સ્વસ્થ રહી શકશે. તો પાપના ઉદયકાળથી આવતાં દુ:ખોમાં એ મસ્ત પણ રહી શકશે. જેવી રીતે મકાન બાંધવા માટે પાયો નાખવો પડે છે, તેવીજ રીતે જીવનમાં ઉત્તમ સંસ્કારો જેવાં કે વિનય, વિવેક, નમ્રતા વગેરે જેવા ગુણો વડે જીવનરૂપી મકાનને ચણવા માટે સંસ્કારરૂપી પાયો નાખવો પડે છે. આસંસ્કારોની ખિલવણી કરી બાળકોનું સુંદર ભાવિ ઘડનાર સૌથી મહત્વની શાળા એટલે પાઠશાળા. બાળપણથી જ ધર્મ કરવાની વૃત્તિ કેળવનાર શાળા એટલે પાઠશાળા. ‘જન’ માંથી સાચા અર્થમાં જૈન' બનાવી, “જિન” બનવાના માર્ગે ચડાવે છે. જૈનશાળાનું શિક્ષણ, પાઠશાળાનું શિક્ષણ, તેના દ્વારા જ તૈયાર થાય છે. ભવિષ્યના આદર્શ સુશ્રાવકો, સુશ્રાવિકાઓ અને સાધુ ભગવંતો પણ......! તેથી જ કહેવાય છે કે ઃ જૈનશાળા એટ હો પરમપદ પામવાની પાઠશાળા એટલે ચૈતન્યને ચમકાવનાર ચેતનાલય, આ ઉચ્ચત્તમ ધ્યેયોને પ્રાપ્ત કરવા, તેમજ બાળકોમાં સુષુપ્ત રહેલાં ધાર્મિક સંસ્કારોનું ઘડતર કરવા માટે લેસ્ટર શહેરનાં આંગણે જૈન સમાજ દ્વારા પાઠશાળાની શરૂઆત થઇ. પાઠશાળા, પાઠશાળા માટે Berner Street માં આવેલી કાઉન્સિલની ઓફિસનો ઉપયોગ કરવામાં આવતો હતો. જુદી જુદી વયમર્યાદાના બાળકો, જુદાજુદા એરિયામાંથી અભ્યાસ કરવા માટે દર રવિવારે સવારના બે કલાક આવતા હતાં. બાળકોને શિક્ષાદાન વિનામૂલ્યે આપવામાં આવતું હતું. તેમજ આપણા સમાજના ભાઇઓ તથા બહેનો પણ પોતાની સેવાનું વિનામૂલ્યે યોગદાન કરતાં હતાં. એ સમયે કાઉન્સિલ પાસેથી કંઇપણ ગ્રાન્ટ કે સહાય મળતાં ન હતાં. તેમજ એ સમયમાં બધાજ લોકો પાસે ગાડીની સગવડ ન હતી. તો Jain Education International_2010_03 પણ જે એરિયામાંથી જે લોકો ગાડીમાં આવતાં હોય તે લોકો તેની સાથે બીજા બાળકોને પણ લઇ આવતાં અને ઘરે મૂકી આવતાં અને એ રીતે ધર્મપ્રભાવના કરવાનો અનેરો આણંદ માણતા હતાં. અનુપમ આત્મિક આનંદ મળે છે, એવા ભવ્ય જિનાલયની પ્રતિષ્ઠા કરવામાં આવી. એ ભવ્ય જિનાલયનાં બાંધકામની સાથે એકતાં અને ધર્મનો ઉત્કર્ષ કરવો એ એમનો અતિ મહત્વનો ધ્યેય છે. તેમજ ભગવાન મહાવીરે આપેલ ઉપદેશને જીવનમાં ઉતારવા, તેની પ્રભાવના કરવા અને આપણા બાળકોને જૈન સંસ્કૃતિનો સાચો વારસો આપવો, બાળકો તેમજ યુવાપેઢીમાં ધાર્મિક સંસ્કારોનું ઘડતર કરવું, આ સર્વોત્તમ ધ્યેયને હાંસલ કરવા તેમજ બાળકોને શિક્ષણ આપવા માટે આપણને પોતાનું મકાન મળ્યું, ત્યારે મકાનનું થોડું ઘણું બાંધકામ ચાલતું હોવા છતાં પણ શિક્ષણ ઘણાં વર્ષોથી ભારત છોડીને ચાલ્યા ગયેલાં પરદેશી જૈનોના ઘરમાં નવી જન્મેલી એક પેઢી કે જેને નથી જોયાં ભગવાન, નથી જોયા તીર્થો, નથી જોયાં સદ્ગુરુઓ કે નથી દર્શન - પુજા વંદનની વિધી જાણી એવી આ નવી પેઢીના સંતાનોને ધાર્મિક શિક્ષણ મળશે નહિતો તેની ભવિષ્યની પ્રજાને તે શું ધાર્મિક આપવાનું કાર્ય ચાલુ જ હતું. બાળકોનો, મા-બાપોનો, શિક્ષકોનો, સંસ્કારોનું સિંચન કરશે??? આ પ્રશ્ન એક ગંભીર સમસ્યા ન બને તે પહેલાં સમાજના ધર્મપ્રેમી સુકાવો, સુશ્રાવિકાઓ અને સમાજના અનુમોદનીય યોગદાન વડે પાઠશાળાનો પાયો રોપાયો. આપણામાં કહેવત છે કે “જાગ્યા ત્યારથી સવાર” સૌ પ્રથમ પાઠશાળાની શરૂઆત બેત્રણ સદ્ગૃહસ્થોના ઘરેથી કરવામાં આવી. એમની પાસે જગ્યાનો પૂરતો અવકાશ હતો. એમના આ ઉદાર સહકારથી પાઠશાળાની શુભ શરૂઆત થઇ. સમાજના સંચાલકો અને સમાજના ઉત્સાહ અને સહકાર વડે પાઠશાળાના શિક્ષણને પ્રચંડ વેગ મળ્યો. જેના પરિણામરૂપે ૪ થી ૧૬ વર્ષના ૬૫ બાળકો પાઠશાળામાં અભ્યાસ કરી રહ્યાં છે. પાઠશાળામાં પ્રવેશ માટેનું Waiting List એ પાઠશાળાની સફળતા બતાવે છે. બાળકોને પાઠશાળામાં ધાર્મિક શિક્ષણ અને માતૃભાષાનું શિક્ષણ આપવામાં આવતું હતું. બાળકોમાં અભ્યાસ કરવાની વૃત્તિને પ્રોત્સાહન મળે તે શુભઆશયથી કયારેક સગૃહસ્થો તરફથી બાળકોને પ્રભાવના પણ આપવામાં આવતી હતી. આપણા મુખ્ય તહેવારો જેવાં કે મહાવીર જન્મકલ્યાણક, પર્યુષણ અને દિવાળીની ઉજવણી બાળકો વડીલોની સાથે કરતાં કે જેનાં દ્વારા બાળકોમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન કરવામાં આવતું હતું. આમ આ રીતે પાઠશાળાના માધ્યમ દ્વારા ધાર્મિક શિક્ષણ આપવાનો પ્રવાહ વહેતો થયો. ઇ.સ. ૧૯૮૮માં પશ્ચિમની દુનિયાનું સૌ પ્રથમ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ, કલાકારીગીરીથી સુશોભિત એવું જૈન સેન્ટર કે જયાં પરમકૃપાળુ દેવાધિદેવ એવા જિનેશ્વર પરમાત્માના દર્શન કરતાં પાઠશાળાના માધ્યમ વડે ધાર્મિક શિક્ષણ આપવાનું વવાયેલું બીજ આજે ફૂલી ફાલીને મહોરી ઉઠ્યું છે, પાઠશાળામાં અપાતાં ધાર્મિક શિક્ષણનું વર્ણન. રવિવાર એટલે રજાનો વાર. છતાં પણ બાળકો સવારના ૧૧.૦૦ વાગ્યે સમયસર, તેમનાં મા-બાપ કે વડીલો સાથે એકદમ ઉત્સાહથી પાઠશાળાનાં પટાંગણમાં પહોંચી જાય છે. આખું અઠવાડિયું નોકરી-ધંધામાં પ્રવૃત્ત હોવાં છતાં પણ મા-બાપ તેમના બાળકોને પાઠશાળામાં સમયસર અને નિયમિત મુકવા આવવામાં જરાપણ વિલંબ કરતા નથી અને સાથે “પ્રભુ દર્શન”નો અમૂલ્ય લાભ પવિત્ર Follow your desires as long as you live; do not lessen the time of following desire, for the wasting of time is an abomination to the spirit. - Prahotoe 2350 800 -=-= te luscna-esty= www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198