Book Title: The Jain 1998 07
Author(s): Amrit Godhia, Pradip Mehta, Pravin Mehta
Publisher: UK Jain Samaj Europe

Previous | Next

Page 157
________________ 10th anniversary pratishtha mahotsava ગરીબ અને મધ્યમ વર્ગના ઉત્કર્ષ માટે જેટલી આર્થિક સુવિધાઓની જરૂર હતી એટલીજ એમને કેળવણી આપીને સન્માર્ગે વાળવાની હતી. યુગદ્રષ્ટા આચાર્યશ્રીએ કેળવણીની અનેક સંસ્થાઓ સ્થાપવાની પ્રેરણા આપી. કન્યા છાત્રાલય, બોરિંગ, કોલેજ, વિદ્યાલય અને જૈન વિદ્યાપીઠની સ્થાપના કરી. એમની કલ્પના તો જૈન વિશ્વવિદ્યાલયની સ્થાપનાની હતી. આચાર્યશ્રીની ઉદાર ભાવનાને કારણે માત્ર જૈનોએ જ નહિ, બલ્કે વૈષ્ણવોએ પણ એમના કેળવણીકાર્યમાં સારી એવી સખાવત આપી. વેપારી સમાજને કેળવણીને માર્ગે વાળવા માટે આચાર્યશ્રીએ કહ્યું: વિદ્યાલયની સ્થાપના થઇ. આ સમયે સંસ્થાના નામકરણનો પ્રશ્ન આવ્યો. કોઇએ આચાર્યશ્રીને એમના દાદાગુરુનું કે એમનું નામ સાંકળવા વિનંતી કરી ત્યારે પૂ.આ. વિજયવલ્લભસૂરીશ્વરજીએ કહ્યું કે આ સંસ્થાનું નામ કોઇ વ્યક્તિવિશેષને બદલે તારક તીર્થંકર ભગવાન મહાવીરના નામ સાથે જોડવામાં આવે અને આ રીતે શ્રી મહાવીર જૈન વિદ્યાલયનું નામકરણ થયું. વિદ્યાલયનો પ્રારંભ તો એક નાના બીજરૂપે થયો, પરંતુ થોડાં જ વર્ષોમાં એક વિશાળ ભવન ખરીદવામાં આવ્યું અને ઇ.સ. ૧૯૨૫માં એ ભવનમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયનો કારોબાર ચાલવા લાગ્યો. એ પછીના વર્ષે વિદ્યાર્થીગૃહ શરૂ થયું. આ જ્ઞાનના વડલાની વડવાઇઓ ફેલાવા લાગી. અમદાવાદ, “હૃદયમંદિરમાં સરસ્વતીના જયોત પ્રગટાવો એટલે અંતરમાં પૂના, વડોદરા, વલ્લભવિદ્યાનગર અને ભાવનગરમાં એની પ્રગતિની ઝંખના પ્રગટ્યા વગર નહીં રહે.” શાખાઓ વિકસી, પરંતુ આ સંસ્થાનું સૌથી મોટું પ્રદાન તો એણે આપેલા તેજસ્વી વિદ્યાર્થીઓ છે, જે આજે દુનિયાભરના દેશોમાં ઉત્તમ કામગીરી બજાવી રહ્યા છે. આ સંસ્થા વિશે આચાર્યશ્રીએ કેવું વિરાટ દર્શન કર્યું હતું! એમણે કહ્યું: લક્ષ્મીમંદિરમાં રાચનારા લોકોને એમણે સરસ્વતીમંદિર સ્થાપવાની પ્રેરણા આપી. ગુજરાતની વિદ્યા પહેલીવાર ગુજરાતની બહાર, કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજના ગ્રંથરૂપે, દેશની બહાર ગઇ હતી, પરંતુ એ પછી વિદ્યાપ્રેમ અને જ્ઞાનપ્રસારનાં તેજ ઝાંખાં પડવા લાગ્યાં. ચોપડી કરતાં ચોપડામાં વધુ રસ પડવા લાગ્યો. આવે સમયે નનામા હેન્ડબીલો છાપીને બદબોઇ કરવામાં કુશળ એવા સમાજના એક ભાગે આજથી ૭૫ વર્ષ પહેલાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયના સર્જન સમયે ૫. આ. શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીને માટે કેટકેટલી મુશ્કેલીઓ સર્જી હશે? આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ તો સ્પષ્ટપણે કહેતા કે કેળવણી વિના આપણો આરો નથી. તેઓ ઈચ્છતા કે આ કેળવણી ધાર્મિક સંસ્કાર અને શ્રદ્ધાથી સુવાસિત હોય. તેમણે સમાજને ઢંઢોળતાં દ્રઢપણે કહ્યું, “કેળવાયેલા જ જૈનશાસનની રક્ષા કરશે.' પ્રભાવક યુગપુરુષ પૂજય આત્મારામજી મહારાજે પોતાના પધ્ધર શ્રી વિજયવલ્લભસુરીશ્વરજીને પોતાના અંતિમ આદેશ અને સંદેશમાં સરસ્વતીમંદિરો સ્થાપવા કહ્યું હતું. આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીએ પંજાબ, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રમાં અનેક સરસ્વતીમંદિરોની સ્થાપના કરી. પોતાના દાદાગુરુની આજ્ઞાનું પાલન કરવા માટે આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી પ્રતિજ્ઞા લેતા હતા. એમણે પ્રતિજ્ઞા કરી હતી કે પંજાબમાં જયાં સુધી જૈન કોલેજ ન સ્થપાય, ત્યાં સુધી ઉપવાસ, મૌન અને દરેક નગરમાં સાદગીભર્યો પ્રવેશ. એમની પ્રતિજ્ઞાનું બળ પ્રજાકીય પુરુષાર્થનું પ્રેરક બનતું, એને પરિણામે તેઓની પ્રેરણાથી અનેક સમાજકલ્યાણનાં કાર્યો થયાં. ઇ.સ. ૧૯૧૩માં મુંબઈમાં ચાતુર્માસ સમયે વિદ્યાનું એક વાતાવરણ સર્જ્યું અને એમાંથી ઈ.સ. ૧૯૧૪માં સમાજના યુવકોના વિદ્યાભ્યાસ માટે નિવાસ આપતા શ્રી મહાવીર જૈન Jain Education International_2010_03 “મહાવીર જૈન વિદ્યાલય એ જૈન સમાજનું ગૌરવ છે. પ્રગતિની પારાશીશી છે. શ્રમની સિદ્ધિ છે અને આદર્શની ઇમારત છે.” આજે પણ આવી સંસ્થાઓની જરૂર છે, કારણ કે જ્ઞાનપ્રસારના અભાવે કોઇ પણ ધર્મ કે સમાજ ગઇકાલની અંધશ્રદ્ધા અને આવતીકાલની સંસ્કારિતામાં ડૂબી જાય છે. એક બાજુ ક્રાંતદ્રષ્ટા આચાર્યશ્રીએ સમાજની આર્થિક અને માનસિક ગરીબી ફેડવાની પ્રેરણા આપી તો બીજી બાજુ નાના નાના વાદવિવાદ અને મતાંતરમાં ગૂંચવાયેલા સમાજને એકતાનો સંદેશો આપ્યો. પંખી અને માનવીમાં ભેદ એટલો છે કે પંખી નીચે લડે, પણ ઊંચે જાય તો કદી ન લડે. જ્યારે માનવી થોડો ‘ઊંચો’ જાય કે લવાનું શરૂ થાય. સંઘની એકતા માટે એમણે “સર્વિ જીવ કરૂં શાસન રસિ’ ની ભાવના વ્યક્ત કરી. આસપાસ ચાલતા ઝઘડા, મતમતાંતરો, એકબીજાને હલકા દેખાડવાની વૃત્તિ - આ બધાથી તેઓ ઘણા વ્યથિત હતા. મુંબઇના ચાતુર્માસ દરમિયાન એમણે કહ્યું, “તમે બધા જાણો છો કે આજકાલનો જમાનો જુદે છે, લોકો એકતા ચાહે છે. પોતાના હકોને માટે પ્રયત્ન કરે છે. હિંદુમુસલમાન એક થઇ રહ્યા છે. અંગ્રેજ, પારસી, હિંદુ અને મુસલમાન બધા એક જ ધ્યેય માટે સંગઠિત થઇ રહ્યા છે. આ રીતે દુનિયા તો આગળ વધી રહી છે. ખેદની સાથે કહેવું પડે છે કે આવા સમયમાં પણ કેટલાક વિચિત્ર સ્વભાવના મનુષ્યો - આપણા જ ભાઈઓ દસ કદમ પાછળ હઠ્યા પ્રયત્ન કરે છે. આજે તો બધાએ એક થઇ કોઇ સમાજ, ધર્મ અને રાષ્ટ્રના કલ્યાણનું કાર્ય કરવું જોઈએ.' The prophet and the quack are alike admired in this world For_lat153ersonal Use Only_ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198