Book Title: The Jain 1998 07
Author(s): Amrit Godhia, Pradip Mehta, Pravin Mehta
Publisher: UK Jain Samaj Europe

Previous | Next

Page 156
________________ 10th anniversary pratishtha mahotsana કાંદાદ્રષ્ટા કાર્ય જગતની વ્યક્તિઓ બહુધા સ્વકેન્દ્રી હોય છે અને તે માત્ર પોતાની જાતને અને જીવનને જ જોતી હોય છે. બાકીની થોડીક વ્યકિતઓ પોતાની આસપાસના સમાજને જોઇ શકતી હોય છે. એથીય વિરલ વ્યકિતઓ સમાજથી ઊંચે રાષ્ટ્ર કે વિશ્વને જોતી હોય છે. કેટલાક માત્ર વાદળાં જ જુએ છે. આખુંય આકાશ આંખમાં ભરીને આવતીકાલને જોનારા ક્રાંતદ્રષ્ટા તો સમગ્ર યુગમાં એકાદ-બે જ હોય છે. આચાર્ય શ્રી વિજયવલ્લભ સૂરીશ્વરજી મ.સા. વર્તમાનની પેલે પાર ભવિષ્યનું જોનારા અને વિચારનારા વિરલ યુગદ્રષ્ટી વિભૂતિ હતા. એક બાજુ સાંપ્રદાયિકતાની દીવાલો વધુ ને વધુ સાંકડી કરવામાં આવતી હોય, કયાંક ધર્મને નામે રૂઢિચુસ્તતા પોષાતી હોય અને કયાંક ધર્મના ઓઠા હેઠળ અનેક વિધાતક પ્રવૃત્તિઓ ચાલતી હોય ત્યારે યુગ પારની શ્રુતિ ઝીલનારને અનેક યાતના, વિટંબણા અને અવરોધ વેઠવા પડે છે. ખાબોચિયામાં પોતાની જાતને બાંધીને સ્થિતિ કે પરિસ્થિતિ સામે આંખમીચામણાં કરી એક તસુ પણ આઘાપાછા નહીં થવા માગનાર સમાજ જ્યારે સાગરની વિશાળતા જુએ ત્યારે શું થાય? બંધિયાર કૂવાની કૂપમંડૂકતામાં જીવનારને પર્વત પરથી કલકલ નિનાદે રૂમઝૂમ ઝરણાંની મસ્તીનો કયાંથી ખ્યાલ આવે? રૂઢ માન્યતા, ભય અને ભીરુતા, ગતાનુગતિક વિચારધારા અને નકારાત્મક અભિગમ ધરાવતો સમાજ કઇ રીતે ક્રાંતદ્રષ્ટાની દ્રષ્ટિના તેજને ઝીલી કે જીરવી શકે? ૬૮ વર્ષનો સંયમ પર્યાય પાળનારા આચાર્યશ્રીને જીવનયાત્રાનો મંત્ર અને સંયમસાધનાનો મર્મ માતા પાસેથી સાંપડ્યા. માતાએ પોતાના દસ વર્ષના પુત્ર છગનને ડાહી શિખામણ આપી કે સદા અર્હતનું શરણ સ્વીકારજે. શાશ્વત ધર્મ-ધન મેળવજે અને જગતના જીવોનું કલ્યાણ કરજે. માતાના આ અંતિમ ત્રણ આદેશો આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મ.સા. ના ભાવિજીવન માટે દીવાદાંડી રૂપ બની ગયા. એ પછી વડોદરામાં છગનને નવયુગપ્રવર્તક, જૈનાચાર્ય શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી (આત્મારામજી) મહારાજનો મેળાપ થયો. વડોદરામાં એમની વાણી સાંભળીને છગન ગદ્ગદિત બની ગયો. વ્યાખ્યાનમાં આવેલા સહુ કોઇ વિખરાઇ ગયા, પરંતુ બાળક છગન બેસી રહ્યો. એના અંતરમાં એટલો બધો કોલાહલ જાગ્યો હતો કે એની વાણી મૌન બની ડો. કુમારપાળ દેસાઈ ગઇ! પૂજ્ય આત્મારામજી મહારાજે ધાર્યું કે બાળક કોઇ આર્થિક મૂંઝવણથી અકળાયેલો હશે. એમણે છગનને સાંત્વના આપતાં કહ્યું કે ‘તું સ્વસ્થ થા. તારા અંતરનું દુ:ખ કહે. તને ધનનો ખપ લાગે છે. અમે તો ધન રાખતા નથી. પરંતુ કોઇ શ્રાવક આવે તો મદદ કરવાની પ્રેરણા જરૂર આપીશ.’ પરંતુ બાળક છગનને કોઇ ભૌતિક ધનની નહીં, બલ્કે આત્મિક ધનની ખેવના હતી. પૂ. આત્મારામજી મહારાજનાં પ્રવચનોએ એનામાં અંતરની આરત જગાડી હતી. પછી તો દાદગુરુનાં ચરણમાં વ્યાકરણ, ન્યાય, જયોતિષ અને ચરિત્રગ્રંથોનો અભ્યાસ કર્યો, વળી સાથોસાથ અહર્નિશ એકનિષ્ઠાથી ગુરુસેવા કરી. આમ જીવનના આરંભકાળમાં જ માતાની શિખામણ અને ગુરુનું માર્ગદર્શન મળતાં આચાર્ય વિજયવલ્લભસૂરીશ્વરજીએ તપશ્ચર્યાથી આત્મપથ પર પ્રયાણ આદર્યું. Jain Education International_2010_03 પોતાની આસપાસના સમાજમાં એમણે કારમી ગરીબી જોઇ. એ સમયે એક ઉકિત પ્રચલિત હતી કે, ‘પેટમાં ખાડો ને વરઘોડો જુઓ’. મૃત્યુ પછીના સ્વર્ગલોકને ઊજળો કરવા માટે પૃથ્વી પરના જીવનને અધમ બનાવવામાં આવતું હતું. એમાં પણ ગરીબ અને મધ્યમવર્ગની હાલત કફોડી હતી, જ્યારે બીજી બાજુ કેટલાક આત્મકલ્યાણને બહાને સમાજહિતની ઉપેક્ષા કરતા હતા. આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીએ કહ્યું: 152 “ધનિક વર્ગ લહેર કરે અને આપણા સહધર્મી ભાઇઓ ભૂખે મરે એ સામાજિક ન્યાય નહીં પણ અન્યાય છે.’ The rain it raineth on the just, And also on the unjust fella: But chiefly on the just, because, The unjust steals the just's umbrella પાલનપુરમાં અઠ્ઠાઇની તપસ્યા કરનારને સ્વામીવાત્સલ્ય કરવુ પડે તેવી પરંપરા વર્ષોથી ચાલતી હતી. પરિણામે સામાન્ય સ્થિતિવાળી વ્યક્તિ એક તો તપશ્ચર્યા કરે અને વધારામાં આર્થિક બોજ સહન કરે. આથી આવી વ્યકિતઓ તપશ્ચર્યાથી દૂર રહેવા લાગી. આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીએ ગરીબોની મૂંઝવણની આ નાડ પારખી લીધી. એમણે કહ્યું કે આ તો એક જાતનો ફરજિયાત કર કહેવાય. ધર્મમાં આવો કર હોઇ શકે નહી. એમના ઉપદેશને પરિણામે પાલનપુરના જૈન સંઘે પોતાના આ રિવાજને તિલાંજલિ આપી. Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198