________________
t
TATRADER BROUIDIE
ૐ નમઃ
શારીરિક, માનસિક, અનંત પ્રકારના દુઃખોએ આકુલવ્યાકુલ જીવોને તે દુઃખોથી છુટવાની બહુ પ્રકારે ઇચ્છા છતાં તેમાંથી તે મુકત થઈ શકતા નથી, તેનું કારણ શું?
એવો પ્રશ્ન અનેક જીવોને ઉત્પન્ન થયા કરે; પણ તેનું યથાર્થ સમાધાન કોઇ વિરલ જીવને જ પ્રાપ્ત થાય છે, જયાં સુધી દુઃખનું મૂળ કારણ યથાર્થપણે જાણવામાં ન આવ્યું હોય, ત્યાં સુધી તે ટાળવાને માટે ગમે તેવો પ્રયત્ન કરવામાં આવે તોપણ દુઃખનો ક્ષય થઈ શકે નહીં.
દુઃખની નિવૃત્તિ, દુઃખ જેનાથી જન્મ પામે છે એવા રાગ, દ્વેષ અને અજ્ઞાનાદિ દોષોની નિવૃત્તિ થયા વિના, થવી સંભવતી નથી.
તે રાગ, દ્વેષ, અજ્ઞાનાદિની નિવૃત્તિ એક આત્મજ્ઞાન સિવાય બીજા કોઇ પ્રકારે ભૂતકાળમાં થઇ નથી, વર્તમાનકાળમાં થતી નથી. ભવિષ્યકાળમાં થઈ શકે તેમ નથી.
જે જે પ્રકારે આત્મા આત્મભાવ પામે તે તે પ્રકાર ધર્મના છે, આત્મા જે પ્રકારે અન્યભાવ પામે, તે પ્રકાર અન્યરૂપ છે, ધર્મરૂપ નથી.